iPadમાં પ્રિવ્યૂમાં ઇમેજ સંપાદિત કરો

તમે પ્રિવ્યૂમાં ઇમેજને ક્રૉપ, ફેરવી અથવા ફ્લિપ કરી શકો છો. તમે ઇમેજનું બૅકગ્રાઉંડ પણ કાઢી નાખી શકો છો અથવા સાઇઝ ઍડજસ્ટ પણ કરી શકો છો.

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. ઇમેજ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઇમેજ ક્રૉપ કરવા માટે : ક્રૉપ કરો બટન પર ટૅપ કરો. એરિયા સિલેક્ટ કરવા માટે વાદળી હૅન્‍ડલ ડ્રૅગ કરો, સિલેક્ટ કરેલા એરિયામાં ટૅપ કરો પછી ક્રૉપ કરો પર ટૅપ કરો.

    • ઇમેજ ફેરવવા માટે : ડાબે ફેરવો બટન પર ટૅપ કરો. તમે “વધુ” બટન પર ટૅપ કરીને પછી ડાબે ફેરવો અથવા જમણે ફેરવો પર પણ પસંદ કરી શકો છો.

    • ઇમેજને ફ્લિપ કરો : “વધુ” બટન પર ટૅપ કરીને પછી હૉરિઝૉન્ટલ રીતે ફ્લિપ કરો અથવા વર્ટિકલ રીતે ફ્લિપ કરો પસંદ કરો.

    • બૅકગ્રાઉંડ કાઢી નાખો : “વધુ” બટન પર ટૅપ કરો પછી “બૅકગ્રાઉંડ કાઢી નાખો” પર ટૅપ કરો.

    • ઇમેજની સાઇઝ ઍડજસ્ટ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “સાઇઝ ઍડજસ્ટ કરો” પર ટૅપ કરો. વિકલ્પ પસંદ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

ફેરફારને અનડૂ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો પછી અનડૂ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.