આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઑડિઓ સેટિંગ્સ ઍડજસ્ટ કરો

તમે મોનો ઑડિઓનો ઉપયોગ કરી શકો છો, ડાબા-જમણા સ્ટીરિઓ બૅલેંસને ઍડજસ્ટ કરી શકો છો અને—સપોર્ટેડ હેડફોન સાથે—સૉફ્ટ સાઉંડને વધારી શકો છો અને તમારી શ્રવણશક્તિની જરૂરિયાતો અનુસાર ચોક્કસ ફ્રીક્વંસિને ઍડજસ્ટ કરી શકો છો.

ઑડિઓ બૅલેંસ કરવા માટે

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ઑડિઓ અને વિઝ્યુઅલ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :

    • મોનો ઑડિઓ : ડાબા અને જમણા સ્પીકરમાં એકસરખું કૉન્ટેંટ પ્લે કરવા માટે મોનો ઑડિઓ ચાલુ કરો.

    • સ્ટીરિયો ઑડિઓ બૅલેંસ : બૅલેંસ સ્લાઇડરને ડાબે અથવા જમણે ડ્રૅગ કરો.

ચોક્કસ ફ્રીક્વંસિ અને સૉફ્ટ સાઉંડ ઍડજસ્ટ કરો

સપોર્ટેડ Apple અને Beats હેડફોન માટે હેડફોન અકૉમડેશનથી તમે તમારી શ્રવણશક્તિ અનુસાર ચોક્કસ સાઉંડને ઍડજસ્ટ કરી શકો છો. સોફ્ટ સાઉંડને વધુ મોટો અને અમુક ફ્રીક્વંસિને બૂસ્ટ કરો જેથી ફોન કૉલ અને મીડિયા સાઉંડ ક્રિસ્પર અને સ્પષ્ટ થઈ શકે.

  1. તમે શાંત વાતાવરણમાં છો અને તમારાં AirPods પેર કરેલાં છે અથવા અન્ય સપોર્ટેડ Bluetooth® હેડફોન પેર કરેલા છે તેની ખાતરી કરો.

  2. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ઑડિઓ & વિઝ્યુઅલ > હેડફોન અકૉમડેશન પર જાઓ પછી હેડફોન અકૉમડેશન ચાલુ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :

    • ફ્રીક્વંસિ : “આ માટે ઑડિઓ ટ્યૂન કરો”ની નીચે વિવિધ ફ્રીક્વંસિને બૂસ્ટ કરવાનો વિકલ્પ પસંદ કરો.

    • સૉફ્ટ સાઉંડ : સૉફ્ટ સાઉંડ માટે ઍમ્પ્લિફિકેશન લેવલ સેટ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

  4. નીચે સ્ક્રોલ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફોન કૉલ પર સેટિંગ્સ લાગુ કરવા માટે ફોન ચાલુ કરો.

    • સંગીત, મૂવિ અને પૉડકાસ્ટ જેવા મીડિયા પ્લેબૅક પર સેટિંગ્સ લાગુ કરવા માટે મીડિયા ચાલુ કરો.

કેટલાક સપોર્ટેડ હેડફોન સાથે તમને જે સારું લાગે તેના આધારે તમારા હેડફોનના ઑડિઓને વ્યક્તિગત કરવા માટે તમે હેડફોન અકૉમડેશનનો ઉપયોગ કરી શકો છો. કસ્ટમ ઑડિઓ સેટ અપ પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

ટિપ : કંટ્રોલ સેંટરમાં “હેડફોન અકૉમડેશન” બટન પર ટૅપ કરીને હેડફોન અકૉમડેશનને ઝડપથી ઍક્સેસ કરો. (જો તમને “હેડફોન અકૉમડેશન” બટન ન દેખાય તો તેને ઉમેરો—“ઉમેરો” બટન પર ટૅપ કરો, કંટ્રોલ ઉમેરો પર ટૅપ કરો, હિયરિંગ ઍક્સેસિબિલિટી સુધી નીચે સ્ક્રોલ કરો પછી હેડફોન અકૉમડેશન પર ટૅપ કરો.)

AirPods Pro અને iPadનો ઉપયોગ કરતી વખતે હેડફોન અકૉમડેશન સેટિંગ્સને ટ્રાંસપરેંસી મોડ અને વાર્તાલાપ બૂસ્ટ પર લાગુ કરવા વિષેની માહિતી માટે AirPods યૂઝર ગાઇડમાં AirPods Pro માટે ટ્રાંસપરેંસી મોડ કસ્ટમાઇઝ કરો જુઓ.

વીડિયોમાં ડાયલૉગ સાઉંડને વધુ સ્પષ્ટ બનાવવા માટે

જ્યારે તમે સપોર્ટેડ વીડિયો કૉન્ટેંટ જુઓ છો ત્યારે સરળતાથી ડાયલૉગ સાંભળવા માટે વૉઇસ આઇસોલેશન ચાલુ કરી શકો છો. ડાયલૉગ દરમિયાન વૉઇસ આઇસોલેટ કરવામાં આવે છે અને અન્ય તમામ ઑડિઓમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ઑડિઓ અને વિઝ્યુઅલ પર જાઓ.

  2. “વૉઇસ આઇસોલેશન ઉમેરો” ચાલુ કરો.

  3. Apple TV ઍપ માં સપોર્ટેડ વીડિયો જોઈ રહ્યાં હોવ ત્યારે “ઑડિઓ ટ્રૅક” બટન પર ટૅપ કરો.

  4. ડાયલૉગ ઇનહાંસ કરો પર ટૅપ કરીને પછી ઇનહાંસ કરો અથવા વધુ ઇનહાંસ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.