આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ્સમાં અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો

નોટ્સ ઍપમાં તમે iCloud, એંટરપ્રાઇઝ દ્વારા મૅનેજ કરવામાં આવતું iCloud, Microsoft Exchange, Google અને Yahoo જેવા ઘણાં અકાઉંટનો ઉપયોગ કરી શકો છો—અને તમારી તમામ નોટ એક જગ્યાએ રાખી શકો છો. તમારી નોટ એ જ અકાઉંટનો ઉપયોગ કરતા તમારાં તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રહે છે. તમારી પાસે ફક્ત આ ડિવાઇસ પર રાખેલી નોટ માટે “મારા iPadમાં” અકાઉંટ પણ હોઈ શકે છે.

નોટ : જ્યારે તમે iCloud અને મારા iPadમાં અકાઉંટનો ઉપયોગ કરો છો ત્યારે આ ગાઇડમાં વર્ણવેલા તમામ નોટ્સ ફીચર ઉપલબ્ધ છે. અન્ય અકાઉંટનો ઉપયોગ કરતી વખતે અમુક ફીચર ઉપલબ્ધ નથી.

iCloudની મદદથી તમારાં તમામ ડિવાઇસ પર તમારી નોટ અપ-ટૂ-ડેટ રાખો

તમારી iCloud નોટ—અને તેમાં તમારા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ફેરફારો—તમારા iPhone, iPad અને Mac પર દેખાય છે કે જ્યાં તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. તમારા નામ પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. નોટ્સ ચાલુ કરો.

અન્ય અકાઉંટ ઉમેરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો અને પછી નોટ્સ પર ટૅપ કરો.

  3. નોટ્સ અકાઉંટ પર ટૅપ કરો પછી “અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અકાઉંટ પ્રોવાઇડર પસંદ કરો પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • જો સૂચીમાં તમારા અકાઉંટ પ્રોવાઇડર ન હોય તો અન્ય અકાઉંટ ઉમેરો પર ટૅપ કરીને તમારા ઇમેલ અકાઉંટની માહિતી એંટર કરો પછી તે અકાઉંટ માટે નોટ્સ ચાલુ કરો.

“મારા iPadમાં” અકાઉંટ સેટ અપ કરવા માટે

આ અકાઉંટની નોટ માત્ર તમારા iPad પર જ દેખાય છે અને તે iCloudમાં તમારા iPad બૅકઅપમાં સામેલ છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો અને પછી નોટ્સ પર ટૅપ કરો.

  3. “મારા iPadમાં” અકાઉંટ ચાલુ કરો.

અકાઉંટ કાઢી નાખવા માટે

જ્યારે તમે કોઈ અકાઉંટને કાઢી નાખો અથવા ડિલીટ કરો છો ત્યારે તે અકાઉંટની નોટ હવેથી તમારા iPad પર દેખાશે નહિ. નોટ તમારા ઇંટરનેટ અકાઉંટમાં (ઉદાહરણ તરીકે iCloud.com અથવા Google) અને તમે પહેલાંથી સેટ અપ કરેલાં કોઈ પણ અન્ય ડિવાઇસમાં રહે છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો અને પછી નોટ્સ પર ટૅપ કરો.

  3. નોટ્સ અકાઉંટ પર ટૅપ કરો પછી તમે જે અકાઉંટને કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અકાઉંટ પર નોટ્સનો ઉપયોગ કરવાનું રોકવા માટે : નોટ્સ બંધ કરો.

      તમે Mail જેવી અન્ય સેવાઓ માટે અકાઉંટનો ઉપયોગ ચાલુ રાખી શકો છો.

    • અકાઉંટ પરની તમામ સેવાઓનો ઉપયોગ કરવાનું રોકવા માટે : સાઇન આઉટ પર ટૅપ કરો (iCloud અકાઉંટ માટે) અથવા અકાઉંટ ડિલીટ કરો (અન્ય અકાઉંટ માટે).

      જો તમને “સાઇન આઉટ કરો” અથવા “અકાઉંટ ડિલીટ કરો” ન દેખાય તો તમારું અકાઉંટ તમારી ઑર્ગનાઇઝેશન દ્વારા મૅનેજ કરવામાં આવતું હોઈ શકે છે. કાઢી નાખવાની સૂચનાઓ માટે ઍડમિનિસ્ટ્રેટર જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.