આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad ચાલુ અથવા બંધ કરો

તમારા iPadને ચાલુ અને બંધ કરવાની ઘણી રીતો છે—તમે તમારા iPadની ઉપર અને બાજુમાં આવેલા બટનનો ઉપયોગ કરી શકો છો અથવા તમે સેટિંગ્સ અને કંટ્રોલ સેંટરમાં કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો.

iPad ચાલુ કરવા માટે

Apple લોગો દેખાય ત્યાં સુધી ટૉપ બટનને દબાવો અને હોલ્ડ કરો.

iPadની ઉપરની-જમણી બાજુના બટનને નિર્દેશ કરતું લીલા રંગનું તીર.

જો iPad ચાલુ ન થાય તો તમારે કદાચ બૅટરી ચાર્જ કરવાની જરૂર પડી શકે છે. વધુ મદદ માટે Apple સપોર્ટ લેખ જુઓ : જો તમારું iPad ચાલુ ન થાય અથવા સ્થિર થઈ જાય.

iPad બંધ કરવા માટે (Face ID અથવા ટૉપ બટનમાં Touch ID સાથેના મૉડલ)

જો તમારા iPadમાં હોમ બટન ન હોય તો નીચે પ્રમાણે કરો :

  1. જ્યાં સુધી પાવર ઑફ સ્લાઇડર દેખાય નહિ ત્યાં સુધી ટૉપ બટન અને કોઈ પણ એક વૉલ્યૂમ બટન એક સાથે દબાવી રાખો.

    iPadનાં બે મૉડલ. iPadનાં બંને મૉડલમાં ટૉપ બટન છે; iPadના એક મૉડલમાં સાઇડમાં વૉલ્યૂમ બટન છે અને બીજામાં ઉપર વૉલ્યૂમ બટન છે. ટૉપ બટન અને વૉલ્યૂમ બટન તરફ નિર્દેશિત કરતા તીર.
  2. iPad બંધ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

iPadને બંધ કરવા માટે (હોમ બટન સાથેનાં મૉડલ)

જો તમારા iPadમાં હોમ બટન હોય તો નીચે પ્રમાણે કરો :

  1. ટૉપ બટન દબાવો અને હોલ્ડ કરો.

    હોમ બટન સાથેનું iPad. ટૉપ બટન તરફ નિર્દેશિત કરતું તીર.
  2. iPad બંધ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

કંટ્રોલ સેંટરમાં iPad બંધ કરવા માટે

  1. કંટ્રોલ સેંટર ખોલો.

  2. તમારી સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં પાવર બટનને ટચ કરી દબાવી રાખો.

  3. iPad બંધ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

સેટિંગ્સમાં iPad બંધ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સામાન્ય પર ટૅપ કરીને નીચે સ્ક્રોલ કરો પછી શટ ડાઉન પર ટૅપ કરો.

  3. iPad બંધ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

જો તમારું iPad અપેક્ષા મુજબ કામ ન કરી રહ્યું હોય તો તમે તેને બંધ કરીને પછી તેને ફરી ચાલુ કરીને રીસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી શકો છો. જો તેને બંધ અને ચાલુ કરવાથી સમસ્યા હલ ન થાય તો તેને રિસ્ટાર્ટ કરવાનો ફોર્સ કરી જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.