આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadની બૅટરીનો વપરાશ અને હેલ્થને સમજો

તમારા અનુભવને સુધારવાની રીતો તેમજ તમારી બૅટરીના એકંદર હેલ્થ વિષે મહત્ત્વપૂર્ણ માહિતી ઓળખવામાં તમને મદદ કરવા માટે iPad તમારી બૅટરી લાઇફ વિષે ઉપયોગી માહિતી પ્રદાન કરે છે.

દૈનિક વપરાશની માહિતી જોવા માટે

દૈનિક વપરાશ સેક્શનમાં પાછલા દિવસોની સરખામણીમાં આજે તમારી બૅટરીના વપરાશનો સારાંશ આપવામાં આવે છે. iPad બૅટરીના વપરાશની નીચેની માહિતી ડિસ્પ્લે કરે છે :

  • સમાન અથવા ઓછો વપરાશ : દિવસના આ સમય સુધીમાં તમારી બૅટરીનો વપરાશ સામાન્ય જેટલો હોય અથવા સામાન્ય કરતાં ઓછો હોય ત્યારે બતાવવામાં આવે છે (વાદળી રંગમાં). જ્યારે વપરાશ સમાન હોય ત્યારે iPad આજના વપરાશમાં યોગદાન આપતી ટોચની ત્રણ ઍપ્સ અથવા સિસ્ટમ ઍક્ટિવિટીને (ભૂરામાં) હાઇલાઇટ કરે છે.

  • વધુ વપરાશ : દિવસના આ સમય સુધીમાં તમે સામાન્ય કરતાં વધુ બૅટરીનો વપરાશ કર્યો હોય ત્યારે દેખાય છે (નારંગીમાં). iPad ટોચની ત્રણ ઍપ્સ અથવા સિસ્ટમ ઍક્ટિવિટીને હાઇલાઇટ કરે છે જે વધુ વપરાશને સમજાવી શકે છે.

iPadમાં સેટિંગ્સમાં બૅટરી સ્ક્રીન. તે દૈનિક વપરાશનો ગ્રાફ, ઍપના બૅટરી વપરાશ સાથેની તેની સૂચી અને બૅટરી હેલ્થ, બૅટરી ટકાવારી અને લો પાવર મોડ માટેની સેટિંગ્સ ડિસ્પ્લે કરે છે.

દૈનિક વપરાશની માહિતી જોવા માટે :

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરો.

બૅટરીના વપરાશની વધારાની માહિતી જુઓ

તમે આજે અને પાછલા અઠવાડિયા માટે તમારી ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટીના વપરાશ વિષે વધુ માહિતી એક્સપ્લોર કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને “બૅટરીનો તમામ વપરાશ જુઓ” પર ટૅપ કરીને પછી એક દિવસ પર ટૅપ કરો.

iPadમાં સેટિંગ્સમાં બૅટરી વપરાશ સ્ક્રીન. તેમાં બે ગ્રાફ ફીચર કરે છે : એક છેલ્લા અઠવાડિયામાં દૈનિક વપરાશ દર્શાવે છે અને બીજું સિલેક્ટ કરેલા દિવસ દરમિયાન બૅટરી લેવલની વિગતો દર્શાવે છે. નીચે ઍપની સૂચી છે જે ટકાવારી અને ઍક્ટિવિટી સમય દ્વારા તેમનો બૅટરી વપરાશ દર્શાવે છે.

ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટીની માહિતી જોવા માટે

ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટી સેક્શન દરેક ઍપ અને સિસ્ટમ ટાસ્ક દ્વારા ઉપયોગમાં લેવાતી બૅટરીની ટકાવારીને સૂચીબદ્ધ કરીને તમારી બૅટરી ઉપયોગ શેમાં થઈ રહ્યો છે તે સમજવામાં તમારી મદદ કરે છે.

ઍપ અથવા સિસ્ટમ ઍક્ટિવિટી હેઠળ અથવા વધુ વિગતો જોવા માટે તમે ઍપ પર ટૅપ કરો ત્યારે તમને નીચેની માહિતી દેખાઈ શકે છે. તેમનો અર્થ આ પ્રમાણે છે :

  • સ્ક્રીન પર : ઍપ અથવા સિસ્ટમ ઍક્ટિવિટી તમારી સ્ક્રીન પર ખુલ્લી અને દેખાતી હતી. ઑન-સ્ક્રીન સમયની લાંબી અવધિ અગાઉના દિવસોની તુલનામાં વધુ બૅટરી વપરાશ દર્શાવી શકે છે.

  • બૅકગ્રાઉંડ : બૅકગ્રાઉંડ સમયની લાંબી અવધિ અગાઉના દિવસોની તુલનામાં વધુ બૅટરી વપરાશ દર્શાવી શકે છે. બૅકગ્રાઉંડ ઍક્ટિવિટીમાં દિશા નિર્દેશનો, સંગીત પ્લે કરવું, ફોટો સિંક કરવા, મેલ ફૅચ કરવા વગેરે સામેલ છે.

  • મોબાઇલ નેટવર્ક કવરેજ : ઍપનો ઉપયોગ લો સિગ્નલ પર્યાવરણમાં કરવામાં આવ્યો હતો, જેમાં વધુ બૅટરીનો ઉપયોગ થયો હતો.

  • સૂચનાઓ : નવી માહિતી ચેક કરવા માટે ઍપ અથવા સિસ્ટમ ઍક્ટિવિટીએ તમારા ડિવાઇસને સક્રીય કર્યું અને બૅટરીનો ઉપયોગ કર્યો. આવું થવાનું ઘટાડવા માટે તમે ઍપના સૂચના સેટિંગ્સ મૅનેજ કરી શકો છો.

iPadમાં સેટિંગ્સમાં Safari ઍપ માટે બૅટરીનો વિગતવાર ઉપયોગ બતાવતી બૅટરી સ્ક્રીન. સ્ક્રીનમાં દૈનિક વપરાશનો ગ્રાફ, મોબાઇલ ડેટા કવરેજથી બૅટરી લાઇફ પર કેવી અસર થઈ તે વિષેની નોટ અને ઍપની ઑન સ્ક્રીન અને બૅકગ્રાઉંડ ઍક્ટિવિટીના સમયની વિગતવાર માહિતી સામેલ છે.

ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટીની માહિતી જોવા માટે :

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આજનું જુઓ : બૅટરી પર ટૅપ કરો અને પછી નીચે સ્ક્રોલ કરો.

    • છેલ્લા આઠ દિવસ જુઓ : બૅટરી પર ટૅપ કરો, તમામ બૅટરી વપરાશ જુઓ પર ટૅપ કરો, દિવસ પર ટૅપ કરો પછી નીચે સ્ક્રોલ કરો.

  3. ઍપના બૅટરી વપરાશ અને દરેક દિવસની ઍક્ટિવિટી સહિત વધુ વિગતો જોવા માટે તેના પર ટૅપ કરો.

તમારું iPad છેલ્લે ક્યારે ચાર્જ કરવામાં આવ્યું હતું તે જોવા માટે

iPad બૅટરી છેલ્લી વખત ક્યારે ફુલ ચાર્જ થઈ હતી અને ચાર્જરમાંથી ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યું હતું તે બતાવે છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરો.

તમારા iPadની બૅટરી હેલ્થને રિવ્યૂ કરવા માટે

સપોર્ટેડ મૉડલમાં iPad તમારી બૅટરીની ક્ષમતા, બૅટરીની હેલ્થ, સાઇકલની સંખ્યા, ઉત્પાદનની તારીખ અને પ્રથમ ઉપયોગની તારીખ વિષેની માહિતી ડિસ્પ્લે કરે છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને પછી બૅટરી હેલ્થ પર ટૅપ કરો.

ઉપયોગ અને સેટિંગ્સ મુજબ બૅટરીની આવરદા અને ચાર્જ સાઇકલ બદલાય છે. iPadની બૅટરી Apple અથવા Appleના અધિકૃત સર્વિસ પ્રોવાઇડર દ્વારા સર્વિસ અથવા રીસાઇકલ થવી જોઈએ. બૅટરી સર્વિસ અને રીસાઇકલિંગ વેબસાઇટ જુઓ.

તમારી બૅટરી કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે Apple લિથિયમ-આયન બૅટરીની વેબસાઇટ જુઓ જેથી તમે તેનો મહત્તમ લાભ ઉઠાવી શકો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.