iPadમાં Safariમાં ઑડિઓ મ્યૂટ કરો

Safari તમને કોઈ પણ ખુલ્લા ટૅબમાં ઑડિઓ મ્યૂટ કરવા દે છે—જે તમને એક વેબસાઇટથી ઑડિઓ સાંભળી રહ્યાં હોવ અને બીજી વેબસાઇટથી અનિચ્છનીય ઑડિઓ પ્લે થવાનું શરૂ થાય ત્યારે મદદરૂપ થાય છે.

ઑડિઓ મ્યૂટ કરવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમે જોઈ રહ્યા છો તે ટૅબમાં ઑડિઓ મ્યૂટ કરવા માટે : સર્ચ ફીલ્ડમાં “મ્યૂટ” બટન પર ટૅપ કરો.

    • અન્ય ટૅબમાં ઑડિયો મ્યૂટ કરવા માટે : જો તમે ઑડિઓ પ્લે કરી રહ્યાં હોય તેવી ઘણી વેબસાઇટ જોઈ રહ્યાં હોવ તો સર્ચ ફીલ્ડમાં “મ્યૂટ” બટન પર ટચ કરી દબાવી રાખો પછી અન્ય ટૅબને મ્યૂટ કરો પર ટૅપ કરો જેથી તમે હાલમાં જોઈ રહ્યાં છો તે ટૅબમાં ઑડિઓ પ્લે થઈ શકે અને અન્ય ટૅબમાં ઑડિઓને મ્યૂટ કરી શકાય.

    • તમામ ઑડિઓ મ્યૂટ કરવા માટે : જો તમે એવી વેબસાઇટ જોઈ રહ્યા છો જે ઑડિઓ પ્લે કરી રહી નથી અને અન્ય ટૅબ ઑડિઓ પ્લે કરી રહ્યા છે તો અન્ય ટૅબમાં તમામ ઑડિઓને ઝડપથી મ્યૂટ કરવા માટે સર્ચ ફીલ્ડમાં “મ્યૂટ” બટન પર ટૅપ કરો.

    • કોઈ પણ ટૅબને મ્યૂટ કરવા માટે : ટૅબ બારમાં ટૅબની જમણી બાજુએ “મ્યૂટ” બટન પર ટૅપ કરો.

ઑડિઓ પ્લે કરી રહેલી વેબસાઇટ જોવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. ઑડિઓ પ્લે કરી રહેલી વેબસાઇટની સૂચી જોવા માટે સર્ચ ફીલ્ડમાં “મ્યૂટ” બટન પર ટચ કરી દબાવી રાખો.

  3. જ્યાં ઑડિઓ પ્લે થઈ રહ્યો છે તે ટૅબ પર જવા માટે વેબસાઇટ પસંદ કરો.

    જો તમે એવી વેબસાઇટ જોઈ રહ્યા છો જે ઑડિઓ પ્લે કરી રહી નથી તો ખુલ્લી વેબસાઇટની સૂચીમાં તમામ ટૅબને મ્યૂટ કરવાનો વિકલ્પ પણ સામેલ છે. જો તમે જોઈ રહ્યા છો તે વેબસાઇટ ઑડિઓ પ્લે કરી રહી હોય તો તેમાં આ ટૅબ મ્યૂટ કરો અથવા અન્ય ટૅબને મ્યૂટ કરો વિકલ્પ સામેલ છે.

ઑડિઓને અનમ્યૂટ કરવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડમાં અથવા ટૅબ બારમાં ટૅબની જમણી બાજુએ “મ્યૂટ” બટન પર ટૅપ કરો.

નોટ : તમે સક્રિય Safari વિંડોમાં રહેલા ટૅબ તેમજ સક્રિય વિંડોની પાછળ રહેલી અન્ય Safari વિંડોમાં રહેલા ટૅબમાં ઑડિઓ મ્યૂટ અને અનમ્યૂટ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.