iPadમાં સંગીત મેળવો

iPadમાં સ્ટોર કરેલા સંગીતની સાથે-સાથે ઇંટરનેટ પર સ્ટ્રીમ કરવામાં આવતા સંગીતનો આનંદ માણો. તમે ઘણી બધી રીતે સંગીત લાઇબ્રેરી—તમારાં ગીત અને ઍલ્બમનું કલેક્શન—બનાવી શકો છો.

નોટ : સેવાઓ અને ફીચર તમામ દેશ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ નથી અને પ્રદેશ અનુસાર ફીચર અલગ હોઈ શકે છે. મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરતી વખતે વધારાના ચાર્જ લાગુ થઈ શકે છે.

Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો

જ્યારે તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમે તરત જ Apple Music કૅટલૉગમાંથી લાખો ગીત સાંભળવાનું શરૂ કરી શકો છો. તમારાં તમામ ડિવાઇસ પર તમારી સંગીત લાઇબ્રેરી ઍક્સેસ કરવા માટે ”લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરો (સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ). પછી ગીત ઉમેરો અને ડાઉનલોડ કરો જેથી તમે ઑફલાઇન હોવા છતાં પણ ગમે ત્યારે તમારાં મનપસંદ ગીત પ્લે કરી શકો.

ટિપ : Apple Music ફેમિલી સબ્સ્ક્રિપ્શન ખરીદો અને તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપમાં દરેક વ્યક્તિ Apple Music સબ્સ્ક્રિપ્શન શેર કરી શકે છે.

અન્ય સંગીત સેવાઓમાંથી હાલનું સંગીત ટ્રાંસફર કરો

સબ્સ્ક્રાઇબ કર્યા પછી તમે અન્ય સંગીત સેવાઓમાંથી તમારું સંગીત સરળતાથી Apple Musicમાં લાવી શકો છો. સાઇડબારના નીચેના ડાબા ખૂણામાં તમારા પ્રોફાઇલ આઇકન પર ટૅપ કરીને પછી અન્ય સેવામાંથી સંગીત ટ્રાંસફર કરો પર ટૅપ કરો. તમારી હાલની લાઇબ્રેરી અથવા પ્લેલિસ્ટ ટ્રાંસફર કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓ અનુસરો.

iTunes Storeમાંથી સંગીત ખરીદો

જો તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ કરતા નથી અને તમારાં મનપસંદ ગીત અથવા ઍલ્બમ ઉમેરવા માંગો છો તો તમે iTunes Storeમાંથી સંગીત ખરીદી અને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે અગાઉ iTunes Storeમાંથી આઇટમ ખરીદી હોય તો તમે તમારા અધિકૃત કંપ્યૂટર અને ડિવાઇસ પર (કુલ 10 સુધી) તેમને ડાઉનલોડ કરી શકો છો.

તમારા Mac અથવા Windows ડિવાઇસમાંથી સંગીત ટ્રાંસફર કરો

તમારા iPad અને તમારા ડિવાઇસ વચ્ચે સંગીત ટ્રાંસફર અને અપડેટ કરવા માટે તમારા Mac અથવા Windows ડિવાઇસને કનેક્ટ કરો. સપોર્ટેડ કૉન્ટેંટને સિંક કરવા માટે સંગીત (macOS 10.15 અથવા તેના પછીનું વર્ઝન) અથવા iTunes (macOS 10.14 અથવા તેના પહેલાંનું વર્ઝન અને Windows ડિવાઇસ)નો ઉપયોગ કરો.

જ્યારે તમે Appleમાંથી મૂવિ, ટીવી શો, સંગીત, સંગીત વીડિયો, ઇબુક, ઑડિઓબુક અથવા રિંગટોનનો ઍક્સેસ ખરીદો છો ત્યારે તમારી પાસે આ આઇટમને સુસંગત iPhone, iPad, Mac અથવા PC પર કાયમ માટે ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ હોય છે. Apple તમારા ડાઉનલોડ કરેલા કૉન્ટેંટને રદ કરી શકતું નથી અને તમે ઇંટરનેટ કનેક્શન વગર હંમેશાં તમારા ડાઉનલોડ કરેલા કૉન્ટેંટને ઍક્સેસ કરી શકો છો.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.