આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Intelligence અને પ્રાઇવસિ

Apple Intelligence* AIમાં પ્રાઇવસિ માટે ગ્રાઉંડબ્રેકિંગ પગલું આગળ વધારીને તમારી પ્રાઇવસિને સુરક્ષિત કરતી વખતે તમારા માટે સુસંગત અને તમારા વ્યક્તિગત સંદર્ભમાં આધારિત ઇંટેલિજંસ પ્રદાન કરે છે. Apple Intelligenceનો આધાર ઑન-ડિવાઇસ પ્રોસેસ કરવાનો છે તેથી તે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કર્યા વગર તમારી વ્યક્તિગત માહિતીથી વાકેફ છે.

જેના માટે વધુ કંપ્યૂટેશનલ ક્ષમતાની જરૂર હોય તેવી વધુ જટિલ વિનંતીઓ માટે Apple Intelligence પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટનો ઉપયોગ કરી શકે છે જે iPad જેવા તમારા Apple પ્રૉડક્ટની પ્રાઇવસિ અને સુરક્ષાને ક્લાઉડમાં વિસ્તૃત કરે છે જેથી વધુ ઇંટેલિજેંસને અનલૉક કરી શકાય. પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ Apple Silicon દ્વારા સંચાલિત મોટાં, સર્વર-આધારિત મૉડલનો ઉપયોગ કરે છે. તમારો ડેટા ક્યારેય સ્ટોર થતો નથી. ફક્ત તમારી વિનંતીઓ પૂરી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને સ્વતંત્ર પ્રાઇવસિ અને સુરક્ષા સંશોધકો કોઈ પણ સમયે આ પ્રાઇવસિ વચનને વેરિફાઈ કરી શકે છે.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટનો પરિચય

જ્યારે યૂઝર વિનંતી કરે છે ત્યારે Apple Intelligence વિશ્લેષણ કરે છે કે તેને ડિવાઇસ પર પ્રોસેસ કરી શકાય તેમ છે કે નહિ. વધુ જટિલ વિનંતીઓ માટે તે પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ પર જઈ શકે છે જે તમારા iPadની પ્રાઇવસિ અને સુરક્ષાને ક્લાઉડમાં વિસ્તૃત કરે. માત્ર તમારી વિનંતી સાથે સંબંધિત ડેટા જ કાઢી નાખવામાં આવે તે પહેલાં પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ દ્વારા Apple Silicon સર્વર પર પ્રોસેસ કરવામાં આવે છે. જ્યારે વિનંતીઓ પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ પર રૂટ કરવામાં આવે છે ત્યારે ડેટા સ્ટોર કરવામાં આવતો નથી અથવા Apple તેને ઍક્સેસ કરી શકતું નથી અને તેનો ઉપયોગ ફક્ત યૂઝરની વિનંતીઓ પૂરી કરવા માટે થાય છે. સ્વતંત્ર પ્રાઇવસિ અને સુરક્ષા સંશોધકો Apple Silicon સર્વર પર ચાલતા કોડની તપાસ કરી શકે છે જે પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટને કોઈ પણ સમયે આ પ્રાઇવસિ વચનને વેરિફાઈ કરવા સક્ષમ કરે છે.

પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટનો પાયો બનાવનાર Apple Silicon સર્વર અભૂતપૂર્વ ક્લાઉડ સુરક્ષા પ્રદાન કરે છે. આની શરૂઆત Secure Enclave સાથે થાય છે જે સર્વર પર ક્રિટિકલ એંક્રિપ્શન કીને યૂઝરના iPad પર જે રીતે સુરક્ષિત કરવામાં આવે છે તે જ રીતે સુરક્ષિત કરે છે જ્યારે સિક્યોર બૂટ એ સુનિશ્ચિત કરે છે કે iPadOSની જેમ જ સર્વર પર ચાલી રહેલી OS સહી થયેલી હોય અને વેરિફાઈ થયેલી હોય. ટ્રસ્ટેડ એક્ઝિક્યુશન મૉનિટર એ સુનિશ્ચિત કરે છે કે માત્ર સહી કરેલા અને વેરિફાઈ કરેલા કોડ ચાલે છે અને ઍટેસ્ટેશન વિનંતી મોકલતા પહેલાં યૂઝરના ડિવાઇસને પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ ક્લસ્ટરની ઓળખ અને કંફિગરેશન સુરક્ષિત રીતે વેરિફાઈ કરવા સક્ષમ બનાવે છે. અને Appleનું પ્રાઇવસિ વચન વેરિફાઈ કરવા માટે સ્વતંત્ર વિશેષજ્ઞ પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ સર્વર પર ચાલતા સોફ્ટવેરની તપાસ કરી શકે છે.

Apple Intelligence રિપોર્ટ બનાવો

પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટને તમારા iPad દ્વારા મોકલેલો વિનંતીઓનો રિપોર્ટ તમે જનરેટ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. પ્રાઇવસિ અને સુરક્ષા પર ટૅપ કરો.

  3. Apple Intelligence રિપોર્ટ પર ટૅપ કરો પછી છેલ્લી 15 મિનિટ (ડિફૉલ્ટ) અથવા છેલ્લા 7 દિવસની રિપોર્ટની અવધિ પસંદ કરો. રિપોર્ટ અક્ષમ કરવા માટે “બંધ” પસંદ કરો.

    નોટ : જો તમે અવધિ બદલી હોય ત્યારથી કોઈ પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ વિનંતી ન હોય તો રિપોર્ટ ખાલી હોઈ શકે છે.

  4. “ઍક્ટિવિટી એક્સપોર્ટ કરો” પર ટૅપ કરો, ફાઇલ સ્ટોર કરવા માટે જગ્યા પસંદ કરો પછી એક્સપોર્ટ પર ટૅપ કરો.

    રિપોર્ટને Apple_Intelligence_Report.json નામની ફાઇલ તરીકે સેવ કરવામાં આવે છે.

  5. ટેક્સ્ટ રીડર દ્વારા ફાઇલ ખોલો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.