આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad પર Mail, સંપર્ક અને કૅલેંડર અકાઉંટ સેટ અપ કરો

iPad સાથે આવતી અને તમે iCloud સાથે ઉપયોગ કરો છો તે ઍપ્સ ઉપરાંત Microsoft Exchange અને ઘણી લોકપ્રિય ઇંટરનેટ આધારિત મેલ, સંપર્ક અને કૅલેંડર સેવા સાથે iPad કામ કરે છે. તમે આ સેવાઓ માટે અકાઉંટ સેટ અપ કરી શકો છો.

મેલ અકાઉંટ સેટ અપ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Mail પર ટૅપ કરો.

  3. Mail અકાઉંટ પર ટૅપ કરો પછી “અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.

  4. તમારું ઇમેલ અડ્રેસ એંટર કરો, “આગળ” પર ટૅપ કરો પછી તમારા ઇમેલ અકાઉંટની માહિતી એંટર કરો.

    તમે જે ઇમેલ સર્વિસનો ઉપયોગ કરવા માંગો છો તે પસંદ કરવા માટે ઇમેલ અડ્રેસ ફીલ્ડ નીચે "સૂચીમાંથી પસંદ કરો" પર પણ ટૅપ કરી શકો છો, ઉદાહરણ તરીકે, iCloud, Microsoft Exchange અથવા Gmail (Google).

    જો સૂચીમાં તમારી ઇમેલ સર્વિસ સામેલ ન હોય તો અન્ય અકાઉંટ ઉમેરો પર ટૅપ કરીને પછી અન્ય Mail અકાઉંટ ઉમેરો પર ટૅપ કરીને પછી તમારા ઇમેલ અકાઉંટની માહિતી એંટર કરો.

જુઓ : ઇમેલ અકાઉંટ ઉમેરો અને કાઢી નાખો.

કૉન્ટૅક્ટ અકાઉંટ સેટ અપ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી સંપર્ક પર ટૅપ કરો.

  3. “સંપર્કનું અકાઉંટ” પર ટૅપ કરીને પછી “અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્રોવાઇડર પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે iCloud અથવા Microsoft Exchange—પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • અન્ય પર ટૅપ કરો અને LDAP અકાઉંટ ઉમેરો અથવા CardDAV અકાઉંટ (જો તમારી સંસ્થા તેને સપોર્ટ કરે છે) ઉમેરો પર ટૅપ કરો પછી સર્વર અને અકાઉંટની માહિતી એંટર કરો.

જુઓ : સંપર્કમાં અકાઉંટ ઉમેરો અથવા તેમાંથી કાઢી નાખો.

કૅલેંડર અકાઉંટ સેટ અપ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી કૅલેંડર પર ટૅપ કરો.

  3. કૅલેંડર અકાઉંટ પર ટૅપ કરીને પછી અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્રોવાઇડર પસંદ કરો : પ્રોવાઇડર પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે iCloud અથવા Microsoft Exchange—પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • CalDAV, CardDav અથવા LDAP અકાઉંટ ઉમેરો : “અન્ય અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરીને વિકલ્પ પસંદ કરો પછી તમારા સર્વર અને અકાઉંટની માહિતી એંટર કરો.

    • iCal (.ics) કૅલેંડરને સબ્સ્ક્રાઇબ કરો : અન્ય પર ટૅપ કરો અને સબ્સ્ક્રાઇબ કરેલ કૅલેંડર ઉમેરો પર ટૅપ કરો પછી સબ્સ્ક્રાઇબ કરવા માટે .ics ફાઇલનું URL એંટર કરો અથવા Mailમાંથી .ics ફાઇલ ઇંપોર્ટ કરો.

જુઓ : ઘણાં કૅલેંડર સેટ અપ કરો.

કૉર્પરેટ ઇંવાયરંમંટમાં Microsoft Exchange અકાઉંટ સેટ અપ કરવા વિષેની માહિતી માટે Apple સપોર્ટ લેખ તમારા iPhone અથવા iPad પર Exchange ActiveSync સેટ અપ કરો જુઓ.

જો તમે તમારા iPadમાં iCloud કીચેન ચાલુ કરો છો તો iCloud કીચેન ચાલુ હોય તેવા તમારાં તમામ ડિવાઇસ પર તમારાં અકાઉંટ અપ ટૂ ડેટ રહે છે. iCloud યૂઝર ગાઇડમાં iCloud સાથે પાસવર્ડ, અકાઉંટ વગેરે અપ ટૂ ડેટ રાખવા માટે iCloud કીચેનનો ઉપયોગ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.