આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં વ્યક્તિગત માહિતી ભરવા માટે

iPadમાં સેવ કરેલી તમારી વ્યક્તિગત માહિતી સાથે તમે સંપર્કની માહિતી, યૂઝર નામ અને પાસવર્ડ ઑટોમૅટિક રીતે ભરી શકો છો.

તમે ઑટોમૅટિક રીતે ચુકવણીની માહિતી પણ ભરી શકો છો.

ઑટોફિલ સેટ અપ કરો

ઑનલાઇન ઝડપથી ફૉર્મ ભરવા માટે તમે તમારા iPadમાં તમારી વ્યક્તિગત માહિતી સેવ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Safari પર ટૅપ કરો

  3. “ઑટોફિલ” પર ટૅપ કરીને પછી “સંપર્ક માહિતીનો ઉપયોગ કરો” ચાલુ કરો.

  4. “મારી માહિતી” પર ટૅપ કરીને પછી તમારું સંપર્ક કાર્ડ પસંદ કરો.

    જ્યારે તમે Safariમાં વેબપેજ પર ઑટોફિલ પર ટૅપ કરો ત્યારે તમારા કાર્ડની સંપર્ક માહિતી એંટર કરવામાં આવે છે.

તમારી સંપર્કની માહિતી ઑટોમૅટિક રીતે ભરો

તમે ઑટોફિલનો ઉપયોગ કરીને ઑનલાઇન ફૉર્મમાં તમારી વ્યક્તિગત માહિતી ઝડપથી ઉમેરી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. ઑટોફિલને સપોર્ટ કરતી વેબસાઇટ પર ફોર્મમાં ખાલી ફીલ્ડ પર ટૅપ કરો.

  3. કીબોર્ડની ઉપર સંપર્ક ઑટોફિલ કરો પર ટૅપ કરો અને પછી સંપર્ક સિલેક્ટ કરો.

  4. ફેરફાર કરવા માટે કોઈ પણ ફીલ્ડ પર ટૅપ કરો.

નોટ : તમે તમારા સંપર્ક સૂચીમાંથી અન્ય વ્યક્તિની માહિતી એંટર કરવા માટે ઑટોફિલનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે કોઈ ગિફ્ટ ખરીદી રહ્યા હો અને તેને મિત્રને મોકલી રહ્યા હો તો તમે તેમનું સરનામું એંટર કરવા માટે ઑટોફિલનો ઉપયોગ કરી શકો છો. સંપર્ક ઑટોફિલ કરો પર ટૅપ કરીને અન્ય સંપર્ક પર ટૅપ કરો અને પછી તેનું સંપર્ક કાર્ડ પસંદ કરો.

તમારા પાસવર્ડ ઑટોમૅટિક રીતે ભરો

તમે વેબસાઇટ અને ઍપ્સમાં સર્વિસ માટે સાઇન અપ કરો છો ત્યારે તમે તમારાં ઘણાં અકાઉંટ માટે મજબૂત પાસવર્ડ બનાવવા અને સેવ કરવા માટે iPadને અનુમતિ આપી શકો છો. ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ ભરો જુઓ.

મહત્ત્વપૂર્ણ : “સુરક્ષિત નથી” ચેતવણી ધરાવતી સાઇટ પર પાસવર્ડ ક્યારેય એંટર કરશો નહિ. જો તમને Safari દ્વારા બ્રાઉઝ કરતી વખતે “સુરક્ષિત નથી” ચેતવણી દેખાય તો Apple સપોર્ટ લેખ જુઓ.

ઑટોફિલ બંધ કરો

તમે તમારા સંપર્કની માહિતી અને પાસવર્ડ માટે ઑટોફિલ બંધ કરી શકો છો. આ તમે અન્ય લોકો સાથે કોઈ ડિવાઇસ શેર કરો ત્યારે તમારા સંપર્કની માહિતી સહેલાઈથી ઉપલબ્ધ ન થાય એવું તમે ઈચ્છતા હો તેવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થાય છે.

  • તમારા સંપર્કની માહિતી માટે ઑટોફિલ બંધ કરો : સેટિંગ્સ  > ઍપ્સ > Safari > ઑટોફિલ પર જઈને પછી “સંપર્ક માહિતીનો ઉપયોગ કરો” બંધ કરો.

  • પાસવર્ડ માટે ઑટોફિલ બંધ કરો : સેટિંગ્સ  > સામાન્ય > ઑટોફિલ ક્ષ પાસવર્ડ પર જાઓ પછી “પાસવર્ડ અને પાસ કી ઑટોફિલ કરો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.