આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadના કૅમેરા વડે લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ કરો

સપોર્ટેડ મૉડલ પર કૅમેરા ફ્રેમની અંદર દેખાતી ટેક્સ્ટને કૉપિ, શેર, સર્ચ અને અનુવાદ કરવા માટે તમારા iPadના કૅમેરાનો ઉપયોગ કરો. ફ્રેમમાં દેખાતી ટેક્સ્ટના આધારે ફોન નંબર પર સરળતાથી કૉલ કરવા, વેબસાઇટની મુલાકાત લેવા, ચલણ કંવર્ટ કરવા વગેરે માટે કૅમેરા ઝડપી ઍક્શન પણ પ્રદાન કરે છે.

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. તમારા iPadની પોઝિશન એવી રીતે રાખો જેથી કૅમેરા ફ્રેમની અંદર ટેક્સ્ટ દેખાય.

  3. મળેલી ટેક્સ્ટની આસપાસ પીળી ફ્રેમ દેખાય તે પછી “લાઇવ ટેક્સ્ટ” બટન પર ટૅપ કરો.

  4. ટેક્સ્ટને ટચ કરીને હોલ્ડ કરો પછી ચોક્કસ ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે ગ્રેબ પૉઇંટનો ઉપયોગ કરો અને નીચેનામાંથી કોઈ પણ એક ઍક્શન કરો :

    • કૉપિ કરવા માટે : નોટ્સ અથવા મેસેજ જેવી બીજી ઍપમાં પેસ્ટ કરવા માટે ટેક્સ્ટને કૉપિ કરો.

    • તમામ સિલેક્ટ કરો : ફ્રેમની અંદર રહેલી તમામ ટેક્સ્ટને સિલેક્ટ કરો.

    • ખોજો : પર્સનલાઇઝ કરેલાં વેબ સૂચનો બતાવો.

    • અનુવાદ કરો : ટેક્સ્ટનો અનુવાદ કરે છે.

    • વેબમાં શોધો : સિલેક્ટ કરેલી ટેક્સ્ટને વેબમાં ખોજો.

    • શેર કરો : AirDrop, મેસેજ, Mail અથવા અન્ય ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને ટેક્સ્ટ શેર કરો.

      ટિપ : કૉન્ટેંટના આધારે તમે ફોન કૉલ કરવા, વેબસાઇટની મુલાકાત લેવા, ઇમેલ શરૂ કરવા, ચલણને કંવર્ટ કરવા વગેરે માટે સ્ક્રીનમાં નીચે આપેલા “ક્વિક ઍક્શન” પર ટૅપ કરી શકો છો.

  5. કૅમેરા પર પાછા જવા માટે “લાઇવ ટેક્સ્ટ ચાલુ” બટન પર ટૅપ કરો.

તમારા iPadના કૅમેરામાં લાઇવ ટેક્સ્ટ બંધ કરવા માટે સેટિંગ્સ  > કૅમેરા પર જાઓ પછી મળેલી ટેક્સ્ટ બતાવોને બંધ કરો.

નોટ : લાઇવ ટેક્સ્ટ તમામ ક્ષેત્ર અથવા ભાષામાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.