આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારા સંપર્કની માહિતી અને ફોટો ઉમેરો અથવા સંપાદિત કરો

iPad તમારું સંપર્ક કાર્ડ બનાવવા માટે તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરે છે અને તેને સંપર્ક ઍપમાં મારું કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તમે તમારું નામ, અડ્રેસ, ફોન નંબર અને જન્મદિવસ તેમજ તમે લોકોને કૉલ કરો અથવા મેસેજ મોકલો ત્યારે તેમની સાથે શેર કરી શકો તેવા સંપર્ક પોસ્ટર સહિતની વિગતો પણ ઉમેરી અથવા સંપાદિત કરી શકો છો.

મારું કાર્ડ પૂર્ણ કરવા અથવા સંપાદિત કરવા માટે

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ઉપર “મારું કાર્ડ” પર ટૅપ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

    જો તમને મારું કાર્ડ દેખાતું નથી તો “ઉમેરો” બટન પર ટૅપ કરીને તમારી માહિતી એંટર કરો અને પછી સંપર્ક સૂચી પર પાછા જાઓ અને તમારા સંપર્કને ટચ કરી દબાવી રાખો અને “આને મારું કાર્ડ બનાવો” પર ટૅપ કરો.

  3. તમારા સંપર્કની માહિતી એંટર કરો.

    સંપર્ક તમને મદદ કરવા માટે અડ્રેસ અને ફોન નંબર સૂચવે છે.

ટિપ : તમે Siriને તમારા નામનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે પણ શીખવી શકો છો. તમારું નામ કેવી રીતે બોલવું તે Siriને જણાવો જુઓ.

તમારા ઘરનું સરનામું ઉમેરવા અથવા સંપાદિત કરવા માટે

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ઉપર “મારું કાર્ડ” પર ટૅપ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. “સરનામું ઉમેરો” પર ટૅપ કરો પછી તમારું સરનામું ઉમેરો.

  4. સરનામાંની ડાબી બાજુ દેખાતા લેબલ પર ટૅપ કરો પછી ઘર પસંદ કરો.

ઑનલાઇન ખરીદી અથવા ઑનલાઇન ફોર્મ ભરવા જેવી બાબતોમાં તમારું સરનામું ઑટોમૅટિક રીતે ભરવા માટે તમે Safariમાં ઑટોફિલનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે તમારું “મારું કાર્ડ” સંપાદિત કરો છો ત્યારે તમારી ઑટોફિલ માહિતી ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે. જુઓ : વ્યક્તિગત માહિતી ભરો.

તમારો ફોટો અને પોસ્ટર ઉમેરવા અથવા સંપાદિત કરવા માટે

જ્યારે તમે અન્ય લોકોને કૉલ કરો અથવા મેસેજ મોકલો ત્યારે તમારો ફોટો અને પોસ્ટર ઑટોમૅટિક રીતે દેખાય તે રીતે સેટ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ઉપર “મારું કાર્ડ” પર ટૅપ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. તમારા સંપર્ક ફોટો પર ટૅપ કરો પછી તમારો ફોટો અને પોસ્ટર પસંદ કરો અને કસ્ટમાઇઝ કરો.

તમારું નામ અને સંપર્ક ઇમેજ શેર કરવા માટે

તમે તમારું અપડેટ કરેલું નામ, ફોટો અને પોસ્ટર તમારા સંપર્કમાં રહેલા લોકો સાથે ઑટોમૅટિક રીતે શેર કરવાનું પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. ટોચ પર “મારું કાર્ડ” પર ટૅપ કરીને “સંપાદિત કરો” પર ટૅપ કરો પછી તમારા સંપર્ક ફોટો પર ટૅપ કરો.

  3. અન્ય લોકો સાથે તમારો સંપર્ક ફોટો અને પોસ્ટર શેર કરવાનું શરૂ કરવા માટે નામ & ફોટો શેરિંગ ચાલુ કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

    તમે માત્ર સંપર્ક સાથે ઑટોમૅટિક રીતે શેર કરી શકો છો અથવા તમારું નામ, ફોટો અને પોસ્ટર કોઈની સાથે શેર કરવામાં આવે તે પહેલાં “હંમેશાં પૂછો” વિકલ્પ દેખાવાનું સિલેક્ટ કરી શકો છો.

સંપર્કનું સંબોધન ઉમેરવા અથવા સંપાદિત કરવા માટે

તમે સંપર્ક ઍપમાં તમારાં અથવા બીજા સંપર્કનાં સંબોધનને ઉમેરી અથવા સંપાદિત કરી શકો છો.

  1. તમારા iPadમાં સંપર્ક ઍપ પર જાઓ.

  2. તમારાં સંબોધન ઉમેરવા માટે ઉપર “મારું કાર્ડ” પર ટૅપ કરો અથવા બીજા સંપર્કનું સંબોધન ઉમેરવા માટે તેને સિલેક્ટ કરો.

  3. “સંપાદિત કરો” પર ટૅપ કરો પછી “સંબોધન ઉમેરો” પર ટૅપ કરો.

  4. તમારી ભાષા સિલેક્ટ કરો અને સાચા સંબોધન ઉમેરો.

    તમે “ફરી સંબોધન ઉમેરો” પર ટૅપ કરીને અન્ય ભાષામાં પણ સંબોધન ઉમેરી શકો છો.

  5. “ઉમેરો” પર ટૅપ કરો.

નોટ : જ્યારે તમે સંપર્ક અથવા NameDropથી તમારી સંપર્ક માહિતી શેર કરો છો ત્યારે ડિફૉલ્ટ રૂપે તમારાં સંબોધન શેર કરવામાં આવતાં નથી. જ્યારે તમે અન્ય સંપર્કની માહિતી શેર કરો છો ત્યારે તેમનાં સંબોધન ક્યારેય શેર કરવામાં આવતાં નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.