iPadમાં પ્રિવ્યૂમાં ઇમેજમાં રહેલી ટેક્સ્ટ સાથે ઇંટરૅક્ટ કરવા માટે

તમે ઇમેજમાં ટેક્સ્ટ કૉપિ અથવા અનુવાદ કરવા, કૉલ કરવા, વેબસાઇટ ખોલવા અથવા ઇમેલ શરૂ કરવા માટે પ્રિવ્યૂમાં લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ કરી શકો છો.

ફોન નંબર હાઇલાઇટ કરેલો રિયલ ઍસ્ટેટ સાઇનનો ફોટો. ફોન નંબરની ઉપર કૉલ, મેસેજ, સંપર્કમાં ઉમેરો અને કૉપિ વિકલ્પો છે.
  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. ટેક્સ્ટ બતાવતી ઇમેજ ખોલો પછી ટેક્સ્ટ સિલેક્ટ કરો. જુઓ : ટેક્સ્ટ સિલેક્ટ અને સંપાદિત કરવા.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટેક્સ્ટ કૉપિ કરવા માટે : કૉપિ પર ટૅપ કરો. પછી તમે બીજા ડૉક્યુમૅન્ટ અથવા ઍપમાં ટેક્સ્ટને પેસ્ટ કરી શકો છો.

    • ટેક્સ્ટનો અર્થ ખોજો : “ખોજો” પર ટૅપ કરો.

    • ટેક્સ્ટનો અનુવાદ કરો : “અનુવાદ” પર ટૅપ કરો પછી ભાષા પસંદ કરો.

      નોટ : તમામ ભાષાઓમાં અનુવાદ ઉપલબ્ધ નથી અને અમુક દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે.

    • વેબ પર ટેક્સ્ટ સર્ચ કરવા માટે : ફૉરવર્ડ કરો બટન પર ટૅપ કરો પછી “વેબ પર સર્ચ કરો” પર ટૅપ કરો.

    • ફોન નંબર પર કૉલ અથવા ટેક્સ્ટ કરવા માટે : કૉલ અથવા મેસેજ પર ટૅપ કરો.

    • ફોન નંબર અથવા ઇમેલ અડ્રેસ સેવ કરવા માટે : ફૉરવર્ડ કરો બટન પર ટૅપ કરો પછી “સંપર્કમાં ઉમેરો” પર ટૅપ કરો.

    • ઇમેલ અડ્રેસ પર ઇમેલ અથવા મેસેજ મોકલવા માટે : ઇમેલ અથવા મેસેજ પર ટૅપ કરો.

    • વેબસાઇટ પર જવા માટે : લિંક ખોલો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.