આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં લાંબા વીડિયો શેર કરો

કેટલીક લાંબી વીડિયો ફાઇલનું કદ મોટું હોવાથી સ્ટૅન્ડર્ડ ટેક્સ્ટ મેસેજમાં મોકલી શકાતી નથી. તમારા iPadના કૅમેરાથી રેકોર્ડ કરેલા લાંબા વીડિયો મોકલવા માટે તમે AirDrop, iCloud અથવા Mail Dropનો ઉપયોગ કરી શકો છો.

AirDropનો ઉપયોગ કરીને વીડિયો મોકલો

નજીકના iPhone, iPad, Mac અથવા Apple Vision Pro પર મોટા વીડિયો મોકલવાની સૌથી સરળ રીત AirDrop સાથે છે. AirDrop Wi-Fi અને Bluetooth®નો ઉપયોગ કરીને માહિતી મોકલે છે તેથી મોકલતા પહેલાં ખાતરી કરો કે તમે અને પ્રાપ્તકર્તા બંનેએ આ કંટ્રોલને કંટ્રોલ સેંટરમાં ચાલુ કરેલું છે.

  1. તમે જે વ્યક્તિને વીડિયો મોકલી રહ્યાં છો તે તમારા સંપર્કમાં ન હોય તો તેમને નીચેનામાંથી કોઈ એક કરવાનું કહો :

    • iPhone અથવા iPad પર : સેટિંગ્સ  > સામાન્ય > AirDrop પર જાઓ પછી 10 મિનિટ સુધી તમામ માટે પર ટૅપ કરો.

    • Mac પર : Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો પછી સાઇડબારમાં સામાન્ય પર ક્લિક કરો. AirDrop & Handoff પર ક્લિક કરો પછી AirDropની બાજુમાં આવેલા પૉપ-અપ મેન્યૂ પર ક્લિક કરો અને તમામ વ્યક્તિને પસંદ કરો.

  2. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  3. તમે મોકલવા માંગો છો તે વીડિયો પર ટૅપ કરો પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

    જો તમે વીડિયોને મેટાડેટા, લોકેશન અને કોઈ પણ સંબંધિત સંપાદન હિસ્ટરી અથવા કૅપ્શન સહિત તેના અસલ ફૉર્મેટમાં મોકલવા માંગો છો તો વિકલ્પો પર ટૅપ કરો પછી તમામ ફોટો ડેટા ચાલુ કરો.

  4. AirDrop પર ટૅપ કરો પછી તમે જેમની સાથે શેર કરવા માંગો છો તે સંપર્ક અથવા ડિવાઇસ પર ટૅપ કરો.

    તમે શેર કર્યા પછી પ્રાપ્તકર્તાને AirDrop ટ્રાંસફર સ્વીકારવા અથવા નકારવા માટે અલર્ટ પ્રાપ્ત થાય છે.

iCloud લિંકનો ઉપયોગ કરીને વીડિયો મોકલવા માટે

iCloud લિંક એ એક URL છે જેનો ઉપયોગ તમે મેસેજ અથવા Mail દ્વારા મોટા વીડિયો મોકલવા માટે કરી શકો છો.

iCloud લિંક મોકલવા માટે ખાતરી કરો કે તમે iCloud ફોટોસ ચાલુ કરેલું છે. પછી આ પગલાં અનુસરો :

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે મોકલવા માંગો છો તે વીડિયો પર ટૅપ કરો પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. વિકલ્પો પર ટૅપ કરીને પછી iCloud લિંક પર ટૅપ કરો.

  4. મેસેજ , Mail અથવા બીજી કોઈ પણ સંચાર ઍપ પર જાઓ પછી iCloud લિંક પ્રાપ્તકર્તા એંટર કરો. iCloud લિંકને મેસેજમાં પેસ્ટ કરો અને તેને મોકલો.

    પ્રાપ્તકર્તાઓ પાસે iCloud લિંક દ્વારા મોકલેલો વીડિયો ડાઉનલોડ કરવા માટે 30 દિવસ હોય છે.

Mail Dropનો ઉપયોગ કરીને વીડિયો મોકલો

Mail Drop વડે તમે Mailમાં અટૅચમેંટ તરીકે મોટો વીડિયો મોકલી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે મોકલવા માંગો છો તે વીડિયો પર ટૅપ કરીને “શેર કરો” બટન પર ટૅપ કરો પછી Mail પર ટૅપ કરો.

  3. પ્રતિ ફીલ્ડમાં ટૅપ કરો પછી પ્રાપ્તકર્તાનું નામ અથવા ઇમેલ એંટર કરો.

    જો તમે કોઈ વિષય અથવા મેસેજ ઉમેરવા માંગતા હોવ તો વિષય ફીલ્ડ અથવા મેસેજ બોડી પર ટૅપ કરો.

  4. મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

    પ્રાપ્તકર્તાઓ પાસે Mail Drop અટૅચમેંટ ડાઉનલોડ કરવા માટે 30 દિવસ હોય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.