આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં “ખોજી”માં મિત્રને ઉમેરો અથવા કાઢી નાખો

“ખોજી” ઍપમાં એકવાર તમે મિત્ર સાથે તમારું લોકેશન શેર કરો તે પછી નકશામાં તેમનું લોકેશન જોવા માટે પૂછી શકો છો.

મિત્રનું લોકેશન જોવા માટે પૂછવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિનું લોકેશન જોવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

    જો તમને સૂચીમાં વ્યક્તિ દેખાતી ન હોય તો તમે તેમની સાથે તમારું લોકેશન શેર કરો છો તેની ખાતરી કરો.

  3. “લોકેશન અનુસરવા માટે પૂછો” પર ટૅપ કરો.

તમારા મિત્રને તમારી વિનંતી મળે અને તેઓ સ્વીકારે તે પછી તમે તેમનું લોકેશન જોઈ શકો છો. જુઓ : લોકેશન શેર કરવાની વિનંતીનો જવાબ આપવા માટે.

નોટ : જો તમને લોકોની યાદીમાં તમારા મિત્રનું નામ દેખાતું હોય પરંતુ નકશામાં તેમનું લોકેશન દેખાતું ન હોય તો તેમને કહો કે તેઓ ખાતરીપૂર્વક તેમનું લોકેશન શેર કરે અને સેટિંગ્સ  > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવાઓ > ખોજીમાં લોકેશન સેવા ચાલુ છે તેની ખાતરી કરે.

મિત્રને કાઢી નાખવા માટે

જ્યારે તમે મિત્રને કાઢી નાખો છો ત્યારે તે વ્યક્તિને તમારી લોકોની યાદીમાંથી અને તમને તેમની યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિને કાઢી નાખવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. “[name]ને કાઢી નાખો” પર ટૅપ કરીને પછી “કાઢી નાખો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.