iPadમાં પ્રિવ્યૂમાં PDF પેજ ઉમેરો, ડિલીટ કરો, ફેરવો, મુવ કરો અથવા ક્રૉપ કરો

તમે PDFમાં પેજ ઉમેરી શકો છો, ડિલીટ કરી શકો છો, ફેરવી શકો છો, ફરી ક્રમમાં ગોઠવી શકો છો અને ક્રૉપ કરી શકો છો.

દૃશ્યમાન પેજ વિકલ્પ સાથે PDFનો થંબનેલ વ્યૂ.

પેજ ઉમેરો અથવા ડિલીટ કરો

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF ખોલો.

  3. “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરીને પછી થંબનેલને ટચ કરી દબાવી રાખો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ખાલી પેજ ઇંસર્ટ કરવા માટે : “ખાલી પેજ ઇંસર્ટ કરો” પર ટૅપ કરો.

    • PDF અથવા ઇમેજ ઇંસર્ટ કરો : “ફાઇલમાંથી ઇંસર્ટ કરો” પર ટૅપ કરો.

    • સ્કૅન કરેલા ડૉક્યુમૅન્ટ ઇંસર્ટ કરવા માટે : પેજ સ્કૅન કરો પર ટૅપ કરો, ડૉક્યુમૅન્ટ સ્કૅન કરીને પૂર્ણ બટન પર ટૅપ કરો. જુઓ : ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો.

    • સિલેક્ટ કરેલું પેજ ડિલીટ કરવા માટે : “પેજ ડિલીટ કરો” પર ટૅપ કરો.

પેજ ફેરવવા માટે

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF ખોલો.

  3. ટૂલબારમાં ડાબે ફેરવો બટન પર ટૅપ કરો. તમે “વધુ” બટન પર ટૅપ કરીને પછી ડાબે ફેરવો અથવા જમણે ફેરવો પણ પસંદ કરી શકો છો.

પેજ મુવ કરવા માટે

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF ખોલો.

  3. “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરો, મેન્યૂ વિકલ્પ દેખાય ત્યાં સુધી થંબનેલને ટચ કરી દબાવી રાખો પછી પેજ થંબનેલને બીજા થંબનેલની ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

પેજ ક્રૉપ કરવા માટે

  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF ખોલો.

  3. પેજ સિલેક્ટ કરીને પછી ક્રૉપ કરો બટન પર ટૅપ કરો.

  4. એરિયા સિલેક્ટ કરવા માટે વાદળી હૅન્‍ડલ ડ્રૅગ કરો, સિલેક્ટ કરેલા એરિયામાં ટૅપ કરો પછી ક્રૉપ પર ટૅપ કરો.

ફેરફારને અનડૂ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો પછી અનડૂ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.