આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટોસમાં Apple Intelligenceનો ઉપયોગ કરો

Apple Intelligence* દ્વારા તમે કૅપ્ચર કરો છો તે ફોટો અને વીડિયોમાં તમે લગભગ કંઈ પણ શોધી શકો છો, તમે જોવા ઇચ્છો તે સ્ટોરીની યાદગીરી મૂવિ બનાવી શકો છો અને ધ્યાન ભટકાવતા ઑબજેક્ટને કાઢીને તમારા ફોટોના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગો પર ફોકસ કરી શકો છો.

ફોટોસ ઍપમાં ફોટો બતાવતું iPad. સ્ક્રીનમાં ઉપર જમણી બાજુએ વર્ણન સાથે સર્ચ બાર દેખાય છે.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

Apple Intelligence દ્વારા વિશિષ્ટ ફોટો અને વીડિયો સર્ચ કરો

Apple Intelligence વીડિયોમાં કોઈ ચોક્કસ ફોટો અથવા મુખ્ય યાદગાર પળ શોધવાનું વધુ સરળ બનાવે છે—ફક્ત તમે જે શોધવા માંગો છો તેનું વર્ણન કરો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરીને પછી સહજ ભાષાનો ઉપયોગ કરીને વર્ણન એંટર કરો—ઉદાહરણ તરીકે વૃક્ષની છાયામાં પુસ્તક વાંચતી આર્યા અથવા ઉનાળાની રજાઓ દરમિયાન મોજમાં સમય વિતાવતો વિહાન.

    નોટ : ફોટોમાં લોકો અને પાળેલાં પ્રાણીઓના નામ વિષે વધુ માહિતી માટે જુઓ : ફોટોસમાં લોકો અને પાળેલાં પ્રાણીઓને શોધો અને નામ આપો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમામ સર્ચ પરિણામ જોવા માટે : તમામ જુઓ પર ટૅપ કરો.

    • વિશિષ્ટ સર્ચ પરિણામ સિલેક્ટ કરવા માટે : સિલેક્ટ કરો પર ટૅપ કરો પછી તમે જે ફોટો અને વીડિયો શેર કરવા અથવા ઍલ્બમમાં ઉમેરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

    • સર્ચ પરિણામ સૉર્ટ કરો : “સૉર્ટ અને ફિલ્ટર” બટન પર ટૅપ કરીને પછી તાજેતરમાં ઉમેરેલ મુજબ સૉર્ટ કરો અથવા કૅપ્ચર કરેલ તારીખ મુજબ સૉર્ટ કરો પર ટૅપ કરો.

    • સર્ચ પરિણામ ફિલ્ટર કરો : “સૉર્ટ અને ફિલ્ટર” બટન પર ટૅપ કરીને ફિલ્ટર પર ટૅપ કરો પછી મનપસંદ અથવા સંપાદિત કરેલ જેવા વિકલ્પ પર ટૅપ કરો.

  4. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે ”પૂર્ણ” પર ટૅપ કરો.

યાદગીરી મૂવિ બનાવો

તમે જે સ્ટોરી જોવા માંગો છો તેની કસ્ટમ યાદગીરી મૂવિ તમે ફોટોસમાં બનાવી શકો છો. માત્ર વર્ણન ટાઇપ કરો અને Apple Intelligence શ્રેષ્ઠ ફોટો અને વીડિયો શોધે છે, યૂનીક પ્રકરણ અને વર્ણનાત્મક આર્ક સાથે સ્ટોરીલાઇન તૈયાર કરે છે અને તેને સંગીતમાં સેટ કરે છે.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર” બટન પર ટૅપ કરો, કલેક્શન પર ટૅપ કરો, યાદગીરી પર ટૅપ કરો પછી બનાવો પર ટૅપ કરો.

  3. તમે તમારી લાઇબ્રેરીમાંથી જે મૂવિ બનાવવા માંગો છો તેનું વર્ણન એંટર કરો પછી “બંધ કરો” બટન પર ટૅપ કરો.

તમારા ફોટોમાંથી ખલેલ આપતી વસ્તુઓ કાઢી નાખો

તમે ફોટોના બૅકગ્રાઉંડમાં ધ્યાન ભટકાવતા ઑબજેક્ટને કાઢવા માટે ક્લિન અપ ટૂલનો ઉપયોગ કરી શકો છો.

નોટ : ક્લિન અપ તમામ ભાષા અથવા ક્ષેત્રમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ ફોટોસમાં ક્લિન અપનો ઉપયોગ કરવાની જરૂરિયાતો જુઓ.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો ખોલો, “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો પછી ક્લિન અપ પર ટૅપ કરો.

    નોટ : તમે ક્લિન અપ ટૅપ કર્યા પછી અમુક આઇટમ ઑટોમૅટિક રીતે હાઇલાઇટ થઈ શકે છે જેથી તમે તેને ઝડપથી કાઢી નાખવા માટે ટૅપ કરી શકો.

  3. તમે જે કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો, બ્રશ ફેરવો અથવા વર્તુળ બનાવો.

    ઇમેજને પિંચ કરીને ઝૂમ કરવા અથવા પૅન કરવા બે આંગળીનો ઉપયોગ કરો.

    નોટ : જો તમે કોઈ વ્યક્તિના ચહેરા પર બ્રશ કરો તો પિક્સેલેટેડ ઇફેક્ટથી ચહેરો બ્લર થઈ શકે છે.

  4. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે ”પૂર્ણ” પર ટૅપ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.