આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadને ઇંટરનેટથી કનેક્ટ કરો

ઉપલબ્ધ Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરીને તમારા iPadને ઇંટરનેટથી કનેક્ટ કરો. Wi-Fi + Cellular મૉડલને મોબાઇલ સર્વિસ નેટવર્કનો ઉપયોગ કરીને પણ ઇંટરનેટથી કનેક્ટ કરી શકાય છે.

ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક દર્શાવતી સેટિંગ્સ સ્ક્રીન.

ઉપલબ્ધ નેટવર્ક જુઓ અને Wi-Fi સાથે કનેક્ટ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. Wi-Fi પર ટૅપ કરીને પછી Wi-Fi ચાલુ કરો.

    iPad જાણીતા નેટવર્ક સાથે ઑટોમૅટિક રીતે જોડાય છે.

  3. નવા નેટવર્કમાં જોડાવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઉપલબ્ધ નેટવર્ક સાથે જોડાઓ : નેટવર્કના નામ પર ટૅપ કરો. પૂછવામાં આવે તો પાસવર્ડ એંટર કરો.

    • છુપાયેલા નેટવર્ક સાથે જોડાઓ : “અન્ય” પર ટૅપ કરો અને પછી નેટવર્કનું નામ, સુરક્ષાનો પ્રકાર અને પાસવર્ડ એંટર કરો.

iPad જ્યારે Wi-Fi સાથે કનેક્ટ હોય ત્યારે નેટવર્ક નામની બાજુમાં વાદળી ચેકમાર્ક દેખાય છે અને સ્ક્રીનની ટોચ પર Wi-Fi આઇકન દેખાય છે.

Wi-Fi પાસવર્ડ શેર કરવા માટે

જો તમારું iPad Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટેડ હોય તો તમે Wi-Fi પાસવર્ડ નજીકના બીજા iPhone, iPad અથવા Mac સાથે શેર કરી શકો છો.

  1. ખાતરી કરો કે તમારું iPad અનલૉક છે, Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટેડ છે અને તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલ છે.

  2. નીચેની બાબતની ખાતરી કરો :

    • તમે જે વ્યક્તિ સાથે પાસવર્ડ શેર કરી રહ્યાં છો તે તેમના ડિવાઇસ પર Apple અકાઉંટમાં સાઇન ઇન છે.

    • વ્યક્તિ સંપર્ક ઍપ માં તમારી સંપર્ક સૂચીમાં છે.

    • અન્ય ડિવાઇસ તમારા iPadની નજીક છે.

  3. અન્ય ડિવાઇસ પર Wi-Fi નેટવર્ક પસંદ કરો.

  4. તમારા iPadમાં Wi-Fi પાસવર્ડ સૂચના દેખાવા માટે થોડી વાર રાહ જુઓ પછી “પાસવર્ડ શેર કરો” પર ટૅપ કરો.

પર્સનલ હૉટસ્પૉટ સાથે જોડાઓ

જો મોબાઇલ સર્વિસ સાથેનો iPhone અથવા iPad પર્સનલ હૉટસ્પૉટ શેર કરી રહ્યા હોય તો તમે તેના મોબાઇલ સર્વિસ કનેક્શનનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. Wi-Fi પર ટૅપ કરીને પછી પર્સનલ હૉટસ્પૉટ શેર કરતા ડિવાઇસનું નામ પસંદ કરો.

  3. કહેવામાં આવે તો પાસવર્ડ એંટર કરો. (પર્સનલ હૉટસ્પૉટ શેર કરતા ડિવાઇસ પર સેટિંગ્સ > મોબાઇલ સર્વિસ > પર્સનલ હૉટસ્પૉટમાં પાસવર્ડ બતાવવામાં આવે છે.)

Wi-Fi અને હૉટસ્પૉટ માટે સેટિંગ્સ મૅનેજ કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. “Wi-Fi” પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Wi-Fi નેટવર્ક માટે સેટિંગ્સ બદલવા : “માહિતી” બટન પર ટૅપ કરો.

    • નવા Wi-Fi નેટવર્ક સાથે જોડાઓ : “નેટવર્ક સાથે જોડાવાનું કહો” પર ટૅપ કરો પછી બંધ કરો, સૂચિત કરો અથવા પૂછો પસંદ કરો.

    • Wi-Fi ઉપલબ્ધ ન હોય ત્યારે પર્સનલ હૉટસ્પૉટ સાથે જોડાઓ : “ઑટોમૅટિક રીતે હૉટસ્પૉટમાં જોડાઓ” પર ટૅપ કરો પછી ક્યારેય નહિ, જોડાવાનું કહો અથવા ઑટોમૅટિક પસંદ કરો.

Wi-Fi ઉપલબ્ધ ન હોય તો મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે (મોબાઇલ સર્વિસ સાથેનાં iPadનાં મૉડલમાં)

Wi-Fi નેટવર્ક ઉપલબ્ધ ન હોય તો તમારું iPad ઑટોમૅટિક રીતે તમારા નેટવર્ક પ્રોવાઇડરના મોબાઇલ ડેટા નેટવર્ક સાથે કનેક્ટ થાય છે. જો iPad કનેક્ટ થતું નથી તો નીચેનાને તપાસો :

  1. ખાતરી કરો કે તમારું SIM સક્રિય અને અનલૉક કરેલું છે. જુઓ : મોબાઇલ સર્વિસ સેટ અપ કરો.

  2. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  3. મોબાઇલ ડેટા પર ટૅપ કરો પછી મોબાઇલ ડેટા ચાલુ છે તેની ખાતરી કરો.

કેવી રીતે iPad ઇંટરનેટ સાથે કનેક્ટ થાય છે

iPad ઇંટરનેટ સાથે કનેક્ટ ન થાય ત્યાં સુધી નીચે પ્રમાણે ક્રમમાં કરે છે :

  • સૌથી તાજેતરમાં ઉપયોગમાં લીધેલા ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ

  • રેંજમાં હોય તેવાં Wi-Fi નેટવર્કનું લિસ્ટ બતાવશે અને તમે પસંદ કરેલા નેટવર્ક સાથે કનેક્ટ થશે

  • તમારા નેટવર્ક પ્રોવાઇડરના મોબાઇલ ડેટા નેટવર્ક સાથે કનેક્ટ થાય છે (Wi-Fi + Cellular મૉડલ)

    5G સપોર્ટ કરતા iPadમાં iPad Wi-Fiને બદલે તમારા 5G મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકે છે. જો એમ હોય તો તમને Wi-Fi નેટવર્કના નામની નીચે ઇંટરનેટ માટે 5G મોબાઇલનો ઉપયોગ કરો દેખાશે. પાછા Wi-Fi પર સ્વિચ કરવા માટે નેટવર્કના નામની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો પછી “ઇંટરનેટ માટે Wi-Fiનો ઉપયોગ કરો” પર ટૅપ કરો. Apple સપોર્ટ લેખ જુઓ :તમારા iPadમાં 5Gનો ઉપયોગ કરો.

નોટ : જો ઇંટરનેટ સાથે Wi-Fi કનેક્શન ઉપલબ્ધ ન હોય તો ઍપ્સ અને સેવાઓ તમારા નેટવર્ક પ્રોવાઇડરના મોબાઇલ નેટવર્ક પર ડેટા ટ્રાંસફર કરી શકાય છે જેના પરિણામે વધારાનો ચાર્જ લાગી શકે છે. તમારા મોબાઇલ ડેટા પ્લાનના રેટ વિષેની માહિતી માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો. મોબાઇલ ડેટાનો ઉપયોગ મૅનેજ કરવા માટે જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.