આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટોસમાં લોકો, યાદગીરી અને રજાઓ છુપાવો

તમે તમારી યાદગીરી, ફીચર કરેલા ફોટો અને ફોટો વિજેટમાં અમુક લોકો, દિવસો અને રજાઓ ઓછી વાર બતાવવા માટે અથવા જરાય ન બતાવવા માટે ફોટોસ ઍપને સેટ કરી શકો છો. તમે તમારા iPadની હોમ સ્ક્રીન પર ફોટોસ ઍપ અને વિજેટમાં યાદગીરી અને ફીચર કરેલા ફોટો પણ બંધ કરી શકો છો.

વ્યક્તિને ઓછી વાર બતાવો અથવા બિલકુલ બતાવશો નહિ

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે જે વ્યક્તિને ઓછી વાર બતાવવા માંગો છો તેનો ફોટો ખોલો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી વ્યક્તિને ફીચર કરો પર ટૅપ કરો.

    જો ફોટોમાં એકથી વધુ વ્યક્તિ હોય તો તમે જેમને ઓછા ફીચર કરવા માંગો છો તે વ્યક્તિ પર ટૅપ કરો પછી “આગળ” પર ટૅપ કરો.

  4. “આ વ્યક્તિને ઓછી ફીચર કરો” અથવા “આ વ્યક્તિને ક્યારેય ફીચર કરશો નહિ” પસંદ કરો.

  5. પુષ્ટિ કરવા ટૅપ કરો.

કોઈ વ્યક્તિને ફરી ફીચર કરવા માટે કલેક્શન પર ટૅપ કરો, ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો પછી લોકો અને પાળેલાં પ્રાણીનાં સૂચનો રીસેટ કરો પર ટૅપ કરો.

યાદગીરી, રજાઓ અને અન્ય ફીચર કરેલું કૉન્ટેંટ બંધ કરવા માટે

તમે ફોટોસ ઍપમાં યાદગીરી અથવા ફીચર કરેલા ફોટો બંધ કરી શકો છો અને તમારા દેશ અથવા વિસ્તારમાં રજાની ઇવેંટને યાદગીરી અને ફીચર કરેલા કૉન્ટેંટમાં દેખાતા અટકાવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો.

  3. ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફીચર કરેલું કૉન્ટેંટ અને યાદગીરી છુપાવવા માટે : ફોટોસ ઍપને ઑટોમૅટિક રીતે ફીચર કરેલા ફોટો અને યાદગીરી જનરેટ કરવાથી રોકવા માટે ફીચર કરેલું કૉન્ટેંટ બતાવો બંધ કરો.

    • રજાની ઇવેંટ બંધ કરો : ફોટોસ ઍપને રજાઓ વિષે યાદગીરી અને ફીચર કરેલું કૉન્ટેંટ બનાવતી રોકવા માટે “રજાની ઇવેંટ બતાવો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.