આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તારીખ અને સમય બદલો

તમારા iPadમાં ઑટોમૅટિક રીતે ટાઇમઝોન સેટ કરવામાં આવે છે પરંતુ જો તમારી લોકેશન સેવા ચાલુ ન હોય અથવા તમારી પાસે સેવા ન હોય તો તમે તેને મૅન્યુઅલ રીતે બદલી શકો છો.

તારીખ અને સમય સેટ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સામાન્ય પર ટૅપ કરીને પછી તારીખ અને સમય પર ટૅપ કરો.

  3. “ઑટોમૅટિક રીતે સેટ કરો”ને બંધ કરો પછી ટાઇમ ઝોન પર ટૅપ કરો.

  4. સર્ચ ફીલ્ડમાં લોકેશન એંટર કરો અને પછી ટાઇમઝોન બદલવા માટે પરિણામ પર ટૅપ કરો.

ઘડિયાળનું ફૉર્મેટ બદલવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સામાન્ય પર ટૅપ કરીને પછી તારીખ અને સમય પર ટૅપ કરો.

  3. સમય કેવી રીતે ડિસ્પ્લે કરવો તે પસંદ કરવા માટે 24-કલાક સમય ચાલુ અથવા બંધ કરો.

ટિપ : લૉક સ્ક્રીન પર ઘડિયાળના ફૉન્ટનો રંગ અને શૈલી બદલવા માટે કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.