iPadમાં પ્રિવ્યૂમાં PDF લૉક કરો

અન્ય લોકો PDF ડૉક્યુમૅન્ટમાં તમારા કામને સંપાદિત અથવા ડિલીટ ન કરી શકે તે માટે તમે તેને પાસવર્ડથી લૉક કરી શકો છો.

લૉક વિકલ્પોનો સ્ક્રીનશૉટ.
  1. તમારા iPadમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. PDF ખોલો.

    મહત્ત્વપૂર્ણ : પાસવર્ડથી સુરક્ષિત ન હોય તેવી કૉપિ રાખવા માટે ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી ડ્યૂપ્લિકેટ પર ટૅપ કરો.

  3. ફાઇલ નામની બાજુમાં ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી “લૉક કરો” પર ટૅપ કરો.

  4. “પાસવર્ડ જરૂરી” ચાલુ કરો પછી “પાસવર્ડ”માં એ જ પાસવર્ડ એંટર કરો અને ફીલ્ડ વેરિફાઈ કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.