આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં કૉન્ટેંટ ઉમેરવા માટે

તમે ફોટોસ ઍપમાં iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો અથવા તેમાં જોડાવ પછી વિવિધ રીતે ફોટો અને વીડિયોને ઉમેરવાનું ચાલુ રાખી શકો છો :

  • તમારી પર્સનલ લાઇબ્રેરીમાંથી ફોટો મૅન્યુઅલ રીતે મુવ કરો

  • તમે લીધેલા ફોટો અને વીડિયોને કૅમેરામાંથી સીધા જ શેર કરેલી લાઇબ્રેરીમાં સેવ કરો

  • જ્યારે શેર કરેલી લાઇબ્રેરીના અન્ય સભ્યો નજીક હોય ત્યારે તમે લીધેલા ફોટો શેર કરો

  • તમે ઘરે લીધેલા ફોટો અને વીડિયો શેર કરો

નોટ : iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનનો ઉપયોગ કરવા માટે iOS 16.1, iPadOS 16.1, macOS 13 અથવા તે પછીનું વર્ઝન જરૂરી છે. શેર કરેલી લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવેલા ફોટો અને વીડિયો સોફ્ટવેરના પહેલાંના વર્ઝનવાળાં ડિવાઇસમાં ઉપલબ્ધ રહેશે નહિ.

iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં ફોટો અને વીડિયો મૅન્યુઅલ રીતે ઉમેરો

તમે તમારી પર્સનલ લાઇબ્રેરીમાંથી વ્યક્તિગત ફોટો અને વીડિયોને iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં ઉમેરી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તમે જે ફોટો અથવા વીડિયો ઉમેરવા માંગો છો તેના પર ટૅપ કરો. અથવા એક જ સમયે ઘણા ફોટો અને વીડિયો ઉમેરવા માટે સિલેક્ટ કરો પર ટૅપ કરીને પછી તમે જે થંબનેલ ઉમેરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરીને પછી શેર કરેલી લાઇબ્રેરીમાં મુવ કરો પર ટૅપ કરો.

કૉન્ટેંટને શેર કરેલી લાઇબ્રેરીમાં મુવ કર્યા પછી તે હવે તમારી પર્સનલ લાઇબ્રેરીમાં નથી રહેતું અને તે શેર કરેલી લાઇબ્રેરીના તમામ સહભાગીઓને દેખાશે. શેર કરેલી લાઇબ્રેરીમાંથી કૉન્ટેંટને તમારી પર્સનલ લાઇબ્રેરીમાં પાછું મુવ કરવા માટે ઉપરનાં પગલાં અનુસરો પરંતુ “શેર કરેલી લાઇબ્રેરીમાં મુવ કરો”ને બદલે “પર્સનલ લાઇબ્રેરીમાં મુવ કરો” પર ટૅપ કરો.

કૅમેરામાંથી સીધા જ iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં ફોટો અને વીડિયો ઉમેરવા

તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો અથવા તેમાં જોડાવ પછી જ્યારે તમે કૅમેરા ખોલો ત્યારે સ્ક્રીનની બાજુમાં શેર કરેલી લાઇબ્રેરી બટન દેખાય છે જે તમને ફોટો અને વીડિયોને તમારી પર્સનલ લાઇબ્રેરીમાં અને શેર કરેલી લાઇબ્રેરીમાં સેવ કરવા વચ્ચે સ્વિચ કરવાની અનુમતિ આપે છે. ડિફૉલ્ટ રૂપે કૅમેરા તમારી પર્સનલ લાઇબ્રેરીમાં સેવ કરે છે. સ્વિચ કરવા માટે શેર કરેલી લાઇબ્રેરીમાં સેવ કરવા માટે “પર્સનલ લાઇબ્રેરી” બટન પર ટૅપ કરો; ફરી તમારી પર્સલન લાઇબ્રેરીમાં સ્વિચ કરવા માટે “શેર કરેલી લાઇબ્રેરી” બટન પર ટૅપ કરો.

સેટઅપ પ્રક્રિયા પૂર્ણ કરી કરી લીધા પછી તમે ફીચરને ચાલુ અથવા બંધ કરવા માટે સેટિંગ્સ  > ફોટોસ > શેર કરેલી લાઇબ્રેરી > કૅમેરામાંથી શેરિંગ પર જઈને પછી કૅમેરામાંથી શેરિંગ ચાલુ અથવા બંધ કરો.

જ્યારે સહભાગીઓ નજીકમાં હોય ત્યારે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં ફોટો અને વીડિયો ઉમેરવા

તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો અથવા તેમાં જોડાવ ત્યારે તમે શેર કરેલી લાઇબ્રેરીના અન્ય સહભાગીઓ નજીક હોય ત્યારે લીધેલા ફોટો શેર કરેલી લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે ઉમેરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

તમારી શેર કરેલી લાઇબ્રેરીના સહભાગીઓ જ્યારે નજીક હોય ત્યારે iPadને તેમને શોધવાની અનુમતિ આપવા માટે સહભાગીઓ તેમના ડિવાઇસમાં તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન થયેલા હોવા જરૂરી છે અને સેટિંગ્સ  > Bluetoothમાં Bluetooth® ચાલું હોવું જરૂરી છે.

સેટઅપ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ફીચર ચાલુ અથવા બંધ કરવા માટે નીચે મુજબ કરો :

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો પછી ઉપર જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  3. શેર કરેલી લાઇબ્રેરી પર ટૅપ કરો પછી “કૅમેરાથી શેરિંગ” પર ટૅપ કરો.

  4. ઑટોમૅટિક રીતે શેર કરો પર ટૅપ કરો.

ઘરે લીધેલા ફોટો અને વીડિયોને iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે ઉમેરો

તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરી સેટ અપ કરો અથવા તેમાં જોડાઓ ત્યારે તમે ઘરે લીધેલા ફોટો અને વીડિયોને શેર કરેલી લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે ઉમેરી શકો છો.

સેટઅપ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ફીચર ચાલુ અથવા બંધ કરવા માટે નીચે મુજબ કરો :

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો પછી ઉપર જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  3. શેર કરેલી લાઇબ્રેરી પર ટૅપ કરો પછી “કૅમેરાથી શેરિંગ” પર ટૅપ કરો.

  4. હોમ પર હોવ ત્યારે શેર કરો ચાલુ અથવા બંધ કરો.

iCloud શેર કરેલા ફોટો લાઇબ્રેરી શેરિંગ સૂચનો ચાલુ અથવા બંધ કરો

શેરિંગ સૂચનો તમારી iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં તમને ઉમેરવાની ઇચ્છા હોઈ શકે તેવા ફોટોની ભલામણ કરે છે, જેમ કે શેર કરેલી બાઇબ્રેરીના સહભાગીઓ નજીક હોય ત્યારે તમે લીધેલા ફોટો અથવા સેટઅપ પ્રક્રિયા દરમિયાન તમે રસ બતાવેલો હોય તેવા લોકોના ફોટો. iPad શેરિંગ સૂચનોનું રિવ્યૂ કરવા માટે સૂચના મોકલે છે. સૂચનોને ચાલુ અથવા બંધ કરવા માટે આ પગલાં અનુસરો :

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો પછી ઉપર જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો.

  3. શેર કરેલી લાઇબ્રેરી પર ટૅપ કરો પછી શેર કરેલી લાઇબ્રેરીનાં સૂચનો ચાલુ અથવા બંધ કરો.

જો તમે વધારાના લોકો માટે શેરિંગ સૂચનો મેળવવા માંગતા હોવ તો લોકો ઉમેરો પર ટૅપ કરો અને વ્યક્તિ પર ટૅપ કરો પછી ઉમેરો પર ટૅપ કરો. આ વ્યક્તિ શેર કરેલી લાઇબ્રેરીના સભ્ય હોય તે જરૂરી નથી.

શેર કરેલી લાઇબ્રેરીમાં કૉન્ટેંટ ઍક્સેસ કરવા વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જો તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં જોડાઓ તે પછી ફોટો ગાયબ જણાય જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.