આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં રસીદો, QR કોડ, તાજેતરમાં સંપાદિત કરેલા ફોટો વગેરે શોધો

ફોટોસ ઍપમાં ઉપયોગિતામાં તમે વિવિધ શ્રેણીમાં ગોઠવેલું ફોટો અને વીડિયોનું ક્લેક્શન શોધી શકો છો. ઉદાહરણ તરીકે તમે તાજેતરમાં જ સંપાદિત કરેલા, સેવ કરેલા, જોયેલા અથવા શેર કરેલા ફોટો પર ફરી જઈ શકો છો અથવા તેમનાં ડૉક્યુમૅન્ટ, રસીદો, હસ્તલેખન, રેખાચિત્રો અને QR કોડ જેવા કૉન્ટેંટના આધારે ફોટો શોધી શકો છો.

યુટિલિટિમાં રસીદો, QR કોડ વગેરે શોધો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો, નીચે સ્ક્રોલ કરો પછી યુટિલિટિ પર ટૅપ કરો.

  3. તમે જે કલેક્શન જોવા માંગો છો તેના પર ટૅપ કરો.

    નોટ : છુપાવેલાં અને તાજેતરમાં ડિલીટ કરેલાં જેવાં કેટલાંક યુટિલિટિ કલેક્શન તમારી પ્રાઇવસિ માટે ડિફૉલ્ટ રૂપે લૉક કરવામાં આવે છે. જુઓ : તાજેતરમાં ડિલીટ કરેલ અને છુપાયેલ કલેક્શનને લૉક અને અનલૉક કરો.

ઉપયોગિતા સૂચીનો ક્રમ ફરી ગોઠવવા માટે

તમે વારંવાર ઍક્સેસ કરતા કલેક્શન શોધવામાં મદદ મેળવવા માટે ઉપયોગિતા સૂચીનો ક્રમ ફરી ગોઠવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરીને પછી સ્ક્રીનમાં ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. તમે જે કલેક્શનનો ક્રમ ફરી ગોઠવવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો પછી તેને ડ્રૅગ કરીને નવા સ્થાન પર લઈ જાઓ.

  4. જ્યારે તમે પૂર્ણ કરી લો ત્યારે સ્ક્રીનમાં ઉપર ચેકમાર્ક પર ટૅપ કરો.

રિકવર થયેલી આઇટમ શોધો અને તેમને સેવ કરો અથવા ડિલીટ કરો

જો ફોટો અથવા વીડિયો યોગ્ય રીતે સેવ કરવામાં આવ્યો ન હોય અને તમારી લાઇબ્રેરીમાં ઉમેરી શકાયો ન હોય તો તમને તેની કૉપિ રિકવર થયેલમાં મળી શકે છે.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો, નીચે સ્ક્રોલ કરો પછી યુટિલિટિ પર ટૅપ કરો.

  3. રિકવર થયેલ પર ટૅપ કરો પછી તમે રિકવર કરવા માંગતા હોવ તે ફોટો અથવા વીડિયો પર ટૅપ કરો.

  4. કાયમ માટે ડિલીટ કરો અથવા લાઇબ્રેરીમાં રિસ્ટોર કરો પર ટૅપ કરો.

    મહત્ત્વપૂર્ણ : જ્યારે તમે રિકવર થયેલા ફોટો અથવા વીડિયો ડિલીટ કરો છો ત્યારે તેને કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે. તમે યુટિલિટિમાં રિકવર થયેલા કલેક્શનમાંથી ડિલીટ કરેલા ફોટોને રિકવર કરી શકતા નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.