આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મારી રમતોથી તમારી મનપસંદ ટીમને ફૉલો કરો

મારી રમતોથી તમે તમારી મનપસંદ રમતો, ટીમો, લીગ અને ઍથલીટને ફૉલો કરી શકો છો; ટોચના રમત પબ્લિકેશન, સ્થાનિક અખબારો વગેરે પાસેથી સ્ટોરી પ્રાપ્ત કરી શકો છો; ટોચની પ્રોફેશનલ અને કૉલેજ લીગ માટે સ્કોર, શેડ્યૂલ અને સ્ટેન્ડિંગને ઍક્સેસ કરી શકો છો; અને હાઇલાઇટ જોઈ શકો છો.

મારી રમતોનો ઉપયોગ કરવા માટે iPadને સેટ અપ કરો

તમે મારી રમતોનો ઉપયોગ કરો તે પહેલાં નીચે મુજબ કરવું આવશ્યક છે :

  • તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે : સેટિંગ્સ  પર જાઓ અને “તમારા iPadમાં સાઇન ઇન કરો” પર ટૅપ કરો પછી તમારા Apple અકાઉંટની માહિતી એંટર કરો.

  • App Storeમાં સાઇન ઇન કરવા માટે : સેટિંગ્સ  પર જઈને તમારા નામ પર ટૅપ કરીને પછી મીડિયા અને ખરીદીઓ પર ટૅપ કરો.

મારી રમતો સાથે શરૂ કરો

તમે મારી રમતનો ઉપયોગ કરી શકો તે પહેલાં તમારે Apple News, Apple TV ઍપ અને Apple Sports ઍપ વચ્ચે સિંક કરવાની અનુમતિ આપવી આવશ્યક છે (iPhoneમાં). જ્યારે તમે સિંક કરવાની અનુમતિ આપો છો ત્યારે તમે ત્રણેય ઍપમાં ઑટોમૅટિક રીતે સમાન ટીમને ફૉલો કરો છો.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં રમત પર ટૅપ કરો.

  3. શરૂ કરો પર ટૅપ કરો પછી તમારી ટીમ પસંદ કરો પર ટૅપ કરો.

  4. મારી રમતોને મૅનેજ કરો સ્ક્રીન પર રમતો, ટીમ, લીગ અને મુખ્ય રમતોની ઇવેંટને ફૉલો કરવા માટે રમતોની બાજુમાં “ફૉલો કરો” બટન પર ટૅપ કરો.

    જેમાં તમે પહેલાં રસ દાખવ્યો હોય તેવા રમતોના વિષય સૂચવેલા વિષયની નીચે દેખાશે. સર્ચ કરવા માટે (ટીમના નામ અથવા લોકેશન વગેરે મુજબ) સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો.

  5. “મારી રમતો” મૅનેજ કરો સ્ક્રીન બંધ કરવા માટે “બંધ કરો” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • રમતોનું વ્યાપક કવરેજ જોવા માટે : સાઇડબાર અથવા ટૅબ બારમાં રમત પર ટૅપ કરો.

    • એક નજરમાં સૌથી મહત્ત્વપૂર્ણ રમતોની સ્ટોરી તપાસો : સાઇડબાર અથવા ટૅબ બારમાં આજે પર ટૅપ કરો પછી રમતો ગ્રૂપ સુધી ઉપરની તરફ સ્વાઇપ કરો.

    • સ્ટોરી અને ટીમના અપડેટ મેળવો : તમે વિષય અથવા ટીમને ફૉલો કરો અને Apple News, Apple TV ઍપ અને Apple Sports ઍપ (iPhone પર) વચ્ચે સિંક કરવાની અનુમતિ આપો પછી રમતના ન્યૂઝલેટર માટે સાઇન અપ કરી શકો છો. (તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.) જુઓ : Apple News ન્યૂઝલેટર પ્રાપ્ત કરો.

    • તમે ફૉલો કરો છો તે ટીમ અથવા લીગ વિશે સૂચના મેળવવા : Apple News, Apple TV ઍપ અને Apple Sports ઍપ (iPhone પર) વચ્ચે સિંક કરવાની અનુમતિ આપીને પછી રમતો માટે સૂચનાઓ ચાલુ કરો.

તમામ ઉપલબ્ધ રમતો બ્રાઉઝ કરો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં રમતો પર ટૅપ કરો પછી સ્ક્રીનમાં ઉપર તમામ રમતો પર ટૅપ કરો.

  3. રમતો અથવા લીગના ફીડ પર જવા માટે તેના પર ટૅપ કરો.

  4. તે સ્પોર્ટ અથવા લીગને ફૉલો કરવા માટે સ્ક્રીનમાં ઉપર “ફૉલો કરો” બટન પર ટૅપ કરો.

    સાઇડબારમાં તમે ફૉલો કરો છો તે રમત અને લીગ દેખાય છે.

    જો તમને સાઇડબાર દેખાતું નથી તો “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

રમતોના વિષય મૅનેજ કરો

તમે મારી રમતો સેટ અપ કર્યા પછી રમતોના વિષયને ફૉલો અને અનફૉલો કરી શકો છો.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં રમત પર ટૅપ કરો.

  3. “મારી રમત” સુધી નીચે સ્ક્રોલ કરો, “મૅનેજ કરો” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વિષયને ફૉલો કરવા માટે : “ફૉલો કરો” બટન પર ટૅપ કરો. સાઇડબારમાં તમે ફૉલો કરો છો તે રમતના વિષય દેખાય છે.

    • વિષયને અનફૉલો કરવા માટે : તમે જે વિષયને અનફૉલો કરવા માંગો છો તેની બાજુમાં “અનફૉલો કરો” બટન પર ટૅપ કરો પછી “અનફૉલો“ પર ટૅપ કરો.

    • વિષયનો ક્રમ ફરી ગોઠવવા માટે : “ક્રમ ફરી ગોઠવો” બટનને ટચ કરી દબાવી રાખો પછી વિષયને તમારી પસંદગીના ક્રમમાં ડ્રૅગ કરો.

  4. પૂર્ણ બટન પર ટૅપ કરો.

સ્કોર, શેડ્યૂલ અને હાઇલાઇટ વગેરે બતાવવા માટે

મારી રમતો તમારી મનપસંદ ટીમ માટે સ્કોર અને શેડ્યૂલ, વ્યક્તિગત ગેમ અને ઇવેંટ માટે આંકડા અને સ્ટોરી, વીડિયો હાઇલાઇટ અને તમારી મનપસંદ ટીમ સાથે સંબંધિત સ્ટોરી પ્રદાન કરે છે.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં રમત પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્કોર અને શેડ્યૂલ બતાવવા માટે : ફીડમાં ઉપરના સ્કોર પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “વધુ જુઓ” પર ટૅપ કરો.

    • વ્યક્તિગત ગેમ માટે આંકડા અને સ્ટોરી બતાવવા માટે : ફીડમાં ઉપર સ્કોર પર ટૅપ કરો અથવા તમે ફૉલો કરો છો તે રમતોના વિષય સુધી નીચે સ્વાઇપ કરો પછી ગેમ પર ટૅપ કરો.

    • લાઇવ ઍક્ટિવિટી સાથે ગેમ અપડેટને ફૉલો કરો : ગેમ દરમિયાન ફીડમાં સૌથી ઉપર સ્કોર પર ટૅપ કરીને પછી લાઇવ ફૉલો કરો પર ટૅપ કરો. તમને તમારી હોમ સ્ક્રીન અને લૉક સ્ક્રીન પર Apple Sports ઍપમાંથી રિઅલ-ટાઇમ અપડેટ મળશે.

    • લાઇવ ગેમ જોવા માટે : ફીડમાં ઉપર સ્કોર પર ટૅપ કરો પછી Apple TVમાં (ગેમ પહેલાં અથવા પછી) ખોલો અથવા Apple TV પર (લાઇવ ગેમ દરમિયાન) જુઓ પર ટૅપ કરો. અથવા તમે ફૉલો કરો છો તે વિષય સુધી નીચે સ્વાઇપ કરો, ગેમની ટાઇલ પર ટૅપ કરો પછી Apple TVમાં ખોલો અથવા “Apple TV પર જુઓ” પર ટૅપ કરો. જો ગેમ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય અને તમે ગેમને બ્રૉડકાસ્ટ કરતી સર્વિસને સબ્સ્ક્રાઇબ કરો છો તો તમે તેને Apple TV ઍપમાં અથવા કોઈ સપોર્ટેડ ઍપમાં જોઈ શકો છો.

      નોટ : સપોર્ટેડ રમતની ઍપને અલગ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડી શકે છે. તમામ ગેમ તમામ વિસ્તારમાં ઉપલબ્ધ નથી.

    • હાઇલાઇટ જોવા માટે : હાઇલાઇટ સેક્શન સુધી સ્વાઇપ કરો પછી થંબનેલમાં “પ્લે કરો” બટન પર ટૅપ કરો. વધુ હાઇલાઇટ જોવા માટે હાઇલાઇટ પર ટૅપ કરો.

      નોટ : હાઇલાઇટ ફક્ત સિલેક્ટ કરેલી લીગ માટે જ ઉપલબ્ધ છે.

    • તમે ફૉલો કરો તે વિષય સાથે સંબંધિત રમતની સ્ટોરી વાંચવા માટે : “તમારા માટે” સુધી સ્વાઇપ કરો પછી સ્ટોરી પર ટૅપ કરો.

મારી રમતો સિંક કરવાનું બંધ કરો

તમે Apple News, Apple TV ઍપ અને Apple Sports ઍપ (iPhone પર) વચ્ચે સિંક કરવાનું બંધ કરી શકો છો.

નોટ : જ્યારે તમે “મારી રમતો સિંક કરો” બંધ કરો છો ત્યારે તમે હવેથી મારી રમતોનો ઉપયોગ કરી શકશો નહિ.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરીને પછી News પર ટૅપ કરો.

  3. “મારી રમતો સિંક કરો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.