iPadમાં મિત્રો સાથે Apple Games ઍપમાં કનેક્ટ થાઓ

મિત્રો સાથે ગેમ રમવાની વધુ મજા આવે છે. Apple Games ઍપમાં તમે મિત્રોને આમંત્રિત કરવા, ફ્રેંડ રિક્વેસ્ટ જોવી વગેરે કરી શકો છો.

મિત્રો ઉમેરો

  1. તમારા iPadમાં Apple Games ઍપ પર જાઓ.

  2. મિત્રો પર ટૅપ કરીને પછી “આમંત્રણ આપો” આઇકન બટન પર ટૅપ કરો.

  3. સંપર્કનું નામ એંટર કરીને તેને શોધો પછી “આમંત્રિત કરો” પર ટૅપ કરો.

  4. મેસેજ ઍપનો ઉપયોગ કરીને આમંત્રણ મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

તમે સંપર્ક ઍપમાં પણ મિત્રને ઉમેરી શકો છો. તેમનું સંપર્ક કાર્ડ ખોલો પછી Game Centerમાં “મિત્ર ઉમેરો” પર ટૅપ કરો.

ફ્રેંડ રિક્વેસ્ટનો જવાબ આપો

જો તમને Apple Games ઍપમાં સંપર્ક તરફથી ફ્રેંડ રિક્વેસ્ટ મળે તો તમે ઘણી રીતે જવાબ આપી શકો છો :

  • Apple Games ઍપમાં : તમારા અવતાર પર ટૅપ કરો પછી ફ્રેંડ રિક્વેસ્ટ પર ટૅપ કરો.

  • મેસેજ ઍપમાં : ફ્રેંડ રિક્વેસ્ટ લિંક પર ટૅપ કરો.

  • સેટિંગ્સ ઍપમાં : Game Center પર ટૅપ કરો પછી ફ્રેંડ રિક્વેસ્ટ પર ટૅપ કરો.

તમારા મિત્રની તાજેતરની ઍક્ટિવિટી જુઓ

તમે તમારા મિત્રની શેર કરેલી ગેમિંગ હિસ્ટરી જોઈ શકો છો, ઉપલબ્ધિઓની તુલના કરી શકો છો અને મિત્રોને આમંત્રણ લિંક અને પાર્ટી કોડ મોકલી શકો છો.

  1. તમારા iPadમાં Apple Games ઍપ પર જાઓ.

  2. મિત્રો પર ટૅપ કરો.

  3. “મિત્રો અને ગ્રૂપ”માં તમારા મિત્રની તાજેતરની ઍક્ટિવિટી જોવા માટે નીચે સ્ક્રોલ કરો.

તમે સેટિંગ્સ ઍપ  પર જઈને Game Center પર ટૅપ કરીને પછી તમામ મિત્રો પર ટૅપ કરીને પણ તમારા મિત્રોની પ્રોફાઇલ અને તાજેતરની ઍક્ટિવિટી જોઈ શકો છો.

યૂઝરને રિપોર્ટ કરો અથવા મિત્રને કાઢી નાખો

તમે યૂઝરને છેતરપિંડી, અયોગ્ય ફોટો, ઉપનામ વગેરે જેવી અન્ય સમસ્યા માટે રિપોર્ટ કરી શકો છો. તમે તમારા મિત્રોની લિસ્ટમાંથી પણ કોઈ વ્યક્તિને કાઢી શકો છો.

  1. તમારા iPadમાં Apple Games ઍપ પર જાઓ.

  2. ઉપર જમણી બાજુએ તમારા અવતાર પર ટૅપ કરો પછી તમામ મિત્ર પર ટૅપ કરો.

  3. તમે જે મિત્રને રિપોર્ટ કરવા અથવા કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો પછી મિત્રને રિપોર્ટ કરો અથવા મિત્રને કાઢી નાખો પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.