આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મૅગ્નિફાયરનો ઉપયોગ કરીને તમારી આસપાસના દરવાજા, લોકો અને ફર્નિચરને ઓળખો

જો તમે દૃષ્ટિહીન હોવ અથવા ઓછી દૃષ્ટિ ધરાવતા હોવ તો તમે iPadમાં મૅગ્નિફાયર ઍપનો ઉપયોગ નીચેના વિષે મદદરૂપ માહિતી મેળવવા માટે કરી શકો છો :

  • દરવાજા, તેમના ઍટ્રિબ્યૂટ સહિત અને તેમને કેવી રીતે ખોલવા

  • લોકો અને તેમની નિકટતા, તમને શારીરિક અથવા સામાજિક અંતર જાળવી રાખવામાં મદદ કરવા માટે

  • ફર્નિચર અને જ્યારે ખુરશીઓ અથવા સોફાની ઓળખ થાય ત્યારે તે ઉપયોગમાં છે કે નહિ

મહત્ત્વપૂર્ણ : ઉચ્ચ જોખમ અથવા આપાતકાલીન પરિસ્થિતિઓમાં, તમને નુકસાન થઈ શકે અથવા ઈજા થઈ શકે તેવા સંજોગોમાં અથવા નૅવિગેશન માટે ડિટૅક્શન મોડ પર આધાર રાખવો જોઈએ નહિ. ફક્ત iPadના સપોર્ટેડ મૉડલ પર લોકો, દરવાજા અને ફર્નિચરને ડિટેક્ટ કરી શકાય છે.

મૅગ્નિફાયર ઍપ ખુલી છે અને દરવાજો ડિટૅક્ટ કરવામાં આવી રહ્યો છે. દરવાજો કેટલો દૂર છે તે દર્શાવતું વર્ણન.

તમારી નજીકના દરવાજા, લોકો અને ફર્નિચરને ડિટેક્ટ કરો

  1. તમારા iPadમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. ડિટેક્શન મોડ શરૂ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

    જો તમને “ડિટૅક્શન મોડ” બટન દેખાતું નથી તો તમે તેને ઉમેરી શકો છો. જુઓ : કંટ્રોલ કસ્ટમાઇઝ કરો.

  3. “ડિટૅક્શન મોડ” બટનને ટચ કરી દબાવી રાખો પછી નીચેનામાંથી કોઈ પણ પસંદ કરો :

    • લોકો

    • ફર્નિચર

    • દરવાજા

  4. iPadને એવી રીતે રાખો જેથી રીઅર કૅમેરા તમારી આસપાસના વિસ્તારને ઓળખી શકે. જ્યારે નજીકમાં દરવાજા, લોકો અથવા ફર્નિચર ડિટેક્ટ થાય ત્યારે તમને સાઉંડ અથવા સ્પીચ ફીડબૅક દ્વારા સૂચિત કરવામાં આવે છે. તમે નજીક જશો તેમ ફીડબૅક વધુ વારંવાર આવશે.

    જો તમને સાઉંડ અથવા સ્પીચ ફીડબૅક સંભળાતો નથી તો સાઇલેંટ મોડ ચાલુ નથી તેની ખાતરી કરો. જુઓ : વૉલ્યૂમ ઍડજસ્ટ કરો.

  5. ડિટેક્શનને ટેંપરરી પૉઝ કરવા માટે સ્ક્રીન પર બે આંગળીઓથી ડબલ ટૅપ કરો. ડિટેક્શન ફરી શરૂ કરવા બે આંગળીઓથી ડબલ-ટૅપ કરો. ડિટેક્શન મોડ બંધ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

દરવાજાને ડિટૅક્ટ કરવા માટે સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPadમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “ડિટૅક્ટ કરો” પર ટૅપ કરો.

  3. દરવાજા પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણને કસ્ટમાઇઝ કરો :

    • યુનિટ : મીટર અથવા ફુટ પસંદ કરો.

    • સાઉંડ પિચ અંતર : સાઉંડ ફીડબૅક માટે અંતર ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો. દરવાજાને આ અંતરની અંદર ડિટૅક્ટ કરવામાં આવે છે ત્યારે સાઉંડ ફીડબૅકની પિચ વધી જાય છે.

    • ફીડબૅક : લેબલ, સાઉંડ અને સ્પીચનું કોઈ પણ સંયોજન ચાલુ કરો. જો તમે સ્પીચ ચાલુ કરો છો તો iPad તમારા અને દરવાજા વચ્ચેનું અંતર બોલે છે.

    • રંગ : ડિટૅક્ટ થયેલા દરવાજાની આઉટલાઇન માટે રંગ સિલેક્ટ કરો.

    • દરવાજાની માહિતી : દરવાજાની માહિતીનું કોઈ પણ સંયોજન ચાલુ કરો જેમ કે ડિટૅક્ટ થયેલા દરવાજાની સાઇઝ, દરવાજો કેવી રીતે ખોલવો અને અત્યારે દરવાજો ખુલ્લો છે કે નહિ.

    • દરવાજાની સજાવટ : ડિટૅક્ટ થયેલા દરવાજા પરના અથવા તેની નજીકનાં ચિહ્નો અને ટેક્સ્ટ જેમ કે ઍક્સેસ કરી શકાય તેવો પ્રવેશ અથવા શૌચાલય માટેના ચિહ્ન વિષેની માહિતી મેળવવા માટે દરવાજાની સજાવટ ચાલુ કરો.

  4. જ્યારે તમે પૂર્ણ કરી લો ત્યારે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો, ફરી તેના પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

લોકોને ડિટૅક્ટ કરવા માટે સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPadમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “ડિટૅક્ટ કરો” પર ટૅપ કરો.

  3. લોકો પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણને કસ્ટમાઇઝ કરો :

    • યુનિટ : મીટર અથવા ફુટ પસંદ કરો.

    • સાઉંડ પિચ અંતર : સાઉંડ ફીડબૅક માટે અંતર ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો. લોકોને આ અંતરની અંદર ડિટૅક્ટ કરવામાં આવે છે ત્યારે સાઉંડ ફીડબૅકની પિચ વધી જાય છે.

    • ફીડબૅક : લેબલ, સાઉંડ અને સ્પીચનું કોઈ પણ સંયોજન ચાલુ કરો. જો તમે સ્પીચ ચાલુ કરો છો તો iPad તમારા અને બીજી વ્યક્તિ વચ્ચેનું અંતર બોલે છે.

  4. જ્યારે તમે પૂર્ણ કરી લો ત્યારે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો, ફરી તેના પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

ફર્નિચરને ડિટૅક્ટ કરવા માટે સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPadમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “ડિટૅક્ટ કરો” પર ટૅપ કરો.

  3. ફર્નિચર પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણને કસ્ટમાઇઝ કરો :

    • યુનિટ : મીટર અથવા ફુટ પસંદ કરો.

    • સાઉંડ પિચ અંતર : સાઉંડ ફીડબૅક માટે અંતર ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો. ફર્નિચરને આ અંતરની અંદર ડિટૅક્ટ કરવામાં આવે છે ત્યારે સાઉંડ ફીડબૅકની પિચ વધી જાય છે.

    • ફીડબૅક : લેબલ, સાઉંડ અને સ્પીચનું કોઈ પણ સંયોજન ચાલુ કરો. જો તમે સ્પીચ ચાલુ કરો છો તો iPad તમારા અને ફર્નિચર વચ્ચેનું અંતર બોલે છે.

    • બેઠેલા લોકોની સંખ્યા બોલીને જણાવો : ખુરશીઓ અને સોફા પર બેઠેલા લોકોની સંખ્યા વિષે માહિતી મેળવવા માટે “બેઠેલા લોકોની સંખ્યા બોલીને જણાવો” ચાલુ કરો.

  4. જ્યારે તમે પૂર્ણ કરી લો ત્યારે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો, ફરી તેના પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.