આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ્સમાં સૂત્ર અને સમીકરણ એંટર કરો

નોટ્સ ઍપમાં ગણિતથી તમે ડાયગ્રૅમ દોરી શકો છો, સમીકરણ ઉકેલી શકો છો, વૅરિએબલ અસાઇન કરી શકો છો અને ગ્રાફ બનાવી શકો છો. જ્યારે તમે સમાન ચિહ્ન લખો અથવા ટાઇપ કરો છો ત્યારે ગાણિતિક પદાવલીઓ ઇનલાઇન ઉકેલવામાં આવે છે.

નોટ : નોટ્સ ઍપ પશ્ચિમી અરબી અંક અને સામાન્ય ગણિતીય પ્રતીકનો ઉપયોગ કરીને લખાયેલ ગણિતને સપોર્ટ કરે છે અથવા અરબી (પૂર્વી અને પશ્ચિમી) અને દેવનાગરી અંક અને સામાન્ય ગણિતીય પ્રતીકનો ઉપયોગ કરીને ટાઇપ કરેલા ગણિતને સપોર્ટ કરે છે.

પ્રવાસના ખર્ચની ગણતરી અને ફોટો સહિત પ્રવાસનું આયોજન કરવા માટેની નોટ.

નોટમાં ગાણિતિક પદાવલીઓ ઉમેરવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નવી નોટ શરૂ કરવા માટે નોટ ખોલો અથવા “નવી નોટ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ગાણિતિક પદાવલી ટાઇપ કરો પછી સમાન ચિહ્ન સામેલ કરો.

    • “માર્કઅપ” બટન પર ટૅપ કરીને ગાણિતિક પદાવલી હૉરિઝૉન્ટલ રીતે લખો પછી બરાબર ચિહ્ન સામેલ કરો.

    • “માર્કઅપ” બટન પર ટૅપ કરીને સંખ્યાનો સ્ટૅક લખો પછી સ્ટૅકમાં સંખ્યા ઉમેરવા માટે સંખ્યાની નીચે હૉરિઝૉન્ટલ લાઇન દોરો. જો તમે અલગ ઑપરેશન ઇચ્છતા હો તો દરેક અંકની ડાબી બાજુએ અલગ પ્રતીક લખો.

  4. તમે જે લખ્યું તેમાં નોટ્સને શું સમજાયું તે જોવા માટે સમાન ચિહ્ન પર ટૅપ કરો. ભૂલો સુધારવા માટે તમે નીચેનામાંથી કોઈ પણને ઠીક કરી શકો છો :

    • ઓળખી ન શકાય તેવું ગણિત અને ઉકેલી ન શકાય તેવી પદાવલીઓ : એરર વિષેની વિગતો જોવા માટે કોઈ પણ ડૉટ કરેલી લાલ લાઇન પર ટૅપ કરો.

    • અસ્પષ્ટ અક્ષર : તમે જે લખ્યું છે તેને સ્પષ્ટ કરવા માટે કોઈ પણ ડૉટ કરેલી વાદળી લાઇન પર ટૅપ કરો.

ગ્રાફ બનાવવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નવી નોટ શરૂ કરવા માટે નોટ ખોલો અથવા “નવી નોટ” બટન પર ટૅપ કરો.

  3. સમીકરણની ડાબી બાજુએ y ચલ સાથે x અને y ચલ સાથેનું સમીકરણ ટાઇપ કરો અથવા લખો. ઉદાહરણ તરીકે y = 5x + 3.

    તમે અગાઉથી લખેલા સમીકરણમાં બરાબરના ચિહ્ન પર પણ ટૅપ કરી શકો છો.

  4. જ્યારે તમે સમીકરણ પૂરું કરો છો ત્યારે મેન્યૂ દેખાય છે. “ઇંસર્ટ ગ્રાફ” પર ટૅપ કરો.

    y ચલને આડા અક્ષ પર દર્શાવવામાં આવે છે અને x ચલને ઊભા અક્ષ પર દર્શાવવામાં આવે છે.

એ જ ગ્રાફમાં બીજું સમીકરણ ઉમેરવા માટે નવું સમીકરણ ટાઇપ કરો અથવા લખો પછી ઉપલબ્ધ ગ્રાફમાં ઉમેરો પર ટૅપ કરો.

iPadમાં કેલક્યુલેટરમાં ગણિતની નોટ્સમાં ગ્રાફ પર કામ કરો પણ જુઓ.

કેલ્ક્યુલેટર ઍપમાં બનાવેલી ગણિતની નોટને ઍક્સેસ કરવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. ફોલ્ડર લિસ્ટમાં ગણિતની નોટ પર ટૅપ કરો.

જુઓ : કેલક્યુલેટરમાં ગણિતની નોટથી ગણિત ઉકેલો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.