આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple News+ અંક મૅન્યુઅલ રીતે ડાઉનલોડ કરો

Apple News+ સબ્સ્ક્રિપ્શનથી તમે ઇંટરનેટ સાથે કનેક્ટેડ ન હોવ ત્યારે અંકને વાંચવા માટે ડાઉનલોડ કરી શકો છો.

નોટ : Apple News અને Apple News+ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

Apple News+ અંક ડાઉનલોડ કરો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સાઇડબાર અથવા ટૅબ બારમાં “આજે” પર ટૅપ કરો પછી “મારાં મૅગઝીન” સુધી સ્વાઇપ કરો.

    • સાઇડબાર અથવા ટૅબ બારમાં News+ પર ટૅપ કરો પછી મારાં મૅગઝીન પર ટૅપ કરો. તમે સ્ક્રીનમાં ઉપર બાજુમાં કૅટલોગ પર પણ ટૅપ કરી શકો છો પછી મૅગઝીનના સ્ટૅક પર ટૅપ કરી શકો છો.

    • સાઇડબારમાં તમે ફૉલો કરો છો તે મૅગઝીનની ચૅનલ પર ટૅપ કરો.

    • સાઇડબાર અથવા ટૅબ બારમાં “સર્ચ કરો” બટન પર ટૅપ કરો, સર્ચ ફીલ્ડમાં ચૅનલનું નામ એંટર કરો પછી ચૅનલ પર ટૅપ કરો.

  3. જ્યારે તમને ઇચ્છિત અંક મળે ત્યારે અંકના કવરની નીચે “વધુ” બટન પર ટૅપ કરો (અથવા કવરને ટચ કરીને હોલ્ડ કરો) પછી “અંક ડાઉનલોડ કરો” પર ટૅપ કરો.

એક સાથે ઘણા અંક ડાઉનલોડ કરવા માટે News+ પર ટૅપ કરીને મારી મૅગઝીન પર ટૅપ કરીને “વધુ” બટન પર ટૅપ કરીને પછી સિલેક્ટ કરો પર ટૅપ કરો. તમે જે અંક ડાઉનલોડ કરવા માંગો છો તેના પર ટૅપ કરીને પછી “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરો.

ડાઉનલોડ કરેલો અંક વાંચો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં New+ પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં ઉપર બાજુમાં “ડાઉનલોડ કરેલ” પર ટૅપ કરો પછી અંક પર ટૅપ કરો.

ડાઉનલોડ કરેલા અંક કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં News+ પર ટૅપ કરો પછી સ્ક્રીનની ટોચની નજીકમાં “ડાઉનલોડ કરેલ” પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો, સિલેક્ટ કરો પર ટૅપ કરો, તમે જે અંકોને કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

જો તમે ડાઉનલોડ કરેલ ટૅબમાંથી કોઈ અંકને કાઢી નાખો છો તો તમે તેને ફરીથી મારા મૅગઝીનમાં સરળતાથી ઍક્સેસ કરી શકો છો.

મારાં મૅગઝીનમાંથી અંક કાઢી નાખો

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં News+ પર ટૅપ કરો પછી મારાં મૅગઝીન પર ટૅપ કરો.

  3. અંકના કવરની નીચે “વધુ” બટન પર ટૅપ કરો (અથવા કવરને ટચ કરીને હોલ્ડ કરો) અને “કાઢી નાખો” પર ટૅપ કરો પછી “મારાં મૅગઝીનમાંથી કાઢી નાખો” પર ટૅપ કરો.

જ્યાં તમે એક જ Apple Accountમાં સાઇન ઇન કર્યું હોય તેવા iPad અને અન્ય ડિવાઇસમાંથી અને iCloud સેટિંગ્સમાં જ્યાં News ચાલુ કરેલ હોય ત્યાંથી અંકના કવર અને કૉન્ટેંટને કાઢી નાખવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.