આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો

iPadમાં કંટ્રોલ સેંટર તમને ઉપયોગી કંટ્રોલનો ત્વરિત ઍક્સેસ આપે છે જેમાં વિમાન મોડ, ડૂ નૉટ ડિસ્ટર્બ, વૉલ્યૂમ, સ્ક્રીન બ્રાઇટનેસ વગેરે સામેલ છે.

iPad કંટ્રોલ સેંટર. Wi-Fi + Cellular iPadનાં મૉડલ માટે કંટ્રોલ સેંટરમાં ઉપર ડાબી બાજુના ગ્રૂપમાં વિમાન મોડ, મોબાઇલ ડેટા, Wi-Fi અને Bluetooth માટેના કંટ્રોલ. કંટ્રોલ સેંટરની નીચે જમણી બાજુએ કૅમેરા કંટ્રોલ છે. જ્યારે તમે કૅમેરા કંટ્રોલને ટચ કરી દબાવી રાખો ત્યારે જમણી બાજુની સ્ક્રીન વિકલ્પોનું ક્વિક મેન્યૂ બતાવે છે.

કંટ્રોલ સેંટર ખોલો

ઉપરની જમણી કિનારીથી નીચે સ્વાઇપ કરો. તમે સ્ક્રીનમાં જમણી ધાર પર આવેલાં આઇકનમાંથી નીચે સ્વાઇપ કરીને કંટ્રોલના ચોક્કસ ગ્રૂપ પર સીધા જ જઈ શકો છો. પહેલા ગ્રૂપમાં પાછા જવા માટે આઇકનમાં ઉપર સ્વાઇપ કરો.

કંટ્રોલ સેંટર બંધ કરવા માટે સ્ક્રીનમાં નીચેના મધ્યથી ઉપર સ્વાઇપ કરો.

કંટ્રોલ સેંટરમાં વધુ કંટ્રોલ ઍક્સેસ કરવા માટે

ઘણાં કંટ્રોલ વધારાના વિકલ્પ ઑફર કરે છે. ઉપલબ્ધ વિકલ્પો જોવા માટે કંટ્રોલને ટચ અને હોલ્ડ કરો. ઉદાહરણ તરીકે તમે કંટ્રોલ સેંટરમાં નીચે પ્રમાણે કરી શકો છો :

  • કંટ્રોલમાં ઉપર ડાબી બાજુના ગ્રૂપને ટચ કરીને હોલ્ડ કરો અને પછી AirDropના વિકલ્પો ખોલવા માટે “AirDrop” બટન પર ટૅપ કરો.

  • સેલ્ફી લેવા, વીડિયો રેકોર્ડ કરવા અથવા ફોટો લેવા માટે “કૅમેરા” બટન પર ટચ અને હોલ્ડ કરો.

  • સ્ક્રીનમાં ઉપર જમણી બાજુએ “કંટ્રોલ સેંટર પાવર” બટનને ટચ અને હોલ્ડ કરો (કંટ્રોલ સેંટર ખુલ્લું હોય ત્યારે). પછી iPadને પાવર ઑફ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

    તમે કૅમેરા કંટ્રોલને ટચ અને હોલ્ડ કરો છો ત્યારે કંટ્રોલ સેંટરમાં ઉપલબ્ધ વધારાના કૅમેરા વિકલ્પો બતાવતી સ્ક્રીન. સેલ્ફી, વીડિયો, ફોટો અને સ્લો-મોશન જેવા વિકલ્પો છે.

કંટ્રોલ કસ્ટમાઇઝ કરવા માટે

તમે કંટ્રોલ સેંટરમાં કંટ્રોલ ફરી ગોઠવી શકો છો, ઉમેરી શકો છો અથવા કાઢી શકો છો.

  1. કંટ્રોલ સેંટર ખોલો.

  2. કંટ્રોલને સંપાદિત કરવાનું શરૂ કરવા માટે કંટ્રોલ સેંટરની ઉપરની ડાબી બાજુએ “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કંટ્રોલ ફરી ગોઠવવા માટે : કંટ્રોલને ડ્રૅગ કરીને નવી જગ્યાએ લઈ જાઓ.

    • કંટ્રોલ અથવા કંટ્રોલ સેટ કાઢી નાખવા માટે : કંટ્રોલની ઉપરની ડાબી બાજુએ “કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

    • કંટ્રોલની સાઇઝ બદલવા માટે : કંટ્રોલની નીચેની જમણા ધાર સુધી હૅન્ડલને ડ્રૅગ કરો.

    • કંટ્રોલનો નવો સેક્શન બનાવવા માટે : સ્ક્રીનમાં જમણી ધારમાં સૌથી નીચેના આઇકન (નાનું વર્તુળ) પર ટૅપ કરીને પછી કંટ્રોલ ઉમેરો પર ટૅપ કરો અને તમારા કસ્ટમ ગ્રૂપમાં કયા કંટ્રોલ ઉમેરવા છે તે પસંદ કરો. અથવા તમે નવો સેક્શન બનાવવા માટે કંટ્રોલને પેજના નીચેથી ડ્રૅગ કરી શકો છો.

    • વધુ કંટ્રોલ ઉમેરવા માટે : કંટ્રોલ ગૅલેરી ખોલવા માટે કંટ્રોલ ઉમેરો પર ટૅપ કરો પછી કંટ્રોલ સેંટરમાં કંટ્રોલ ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

      ખુલ્લી કંટ્રોલ ગૅલેરી સાથે તમામ ઉપલબ્ધ કંટ્રોલ દર્શાવતું સંપાદન મોડમાં કંટ્રોલ સેંટર.
  4. જ્યારે તમે કસ્ટમાઇઝ કરવાનું સમાપ્ત કરો ત્યારે સ્ક્રીનમાં નીચેના મધ્યથી ઉપર સ્વાઇપ કરીને કંટ્રોલ સેંટર બંધ કરો.

Wi-Fi નેટવર્કથી ટેંપરરી ડિસ્કનેક્ટ કરો

કંટ્રોલ સેંટરમાં “Wi-Fi સ્વિચ” બટન પર ટૅપ કરો; ફરી કનેક્ટ કરવા માટે તેના પર ફરી ટૅપ કરો.

કનેક્ટેડ Wi-Fi નેટવર્કનું નામ જોવા માટે “Wi-Fi સ્વિચ” બટનને ટચ કરીને હોલ્ડ કરો.

Wi-Fi બંધ કર્યું ન હોવાથી જ્યારે તમે નેટવર્કથી ડિસ્કનેક્ટ થાઓ ત્યારે પણ AirPlay અને AirDrop કામ કરે છે અને જ્યારે તમે લોકેશન બદલો અથવા iPadને રિસ્ટાર્ટ કરો ત્યારે iPad જાણીતા નેટવર્કથી જોડાય છે. Wi-Fi બંધ કરવા માટે સેટિંગ્સ  > Wi-Fi પર જાઓ. (કંટ્રોલ સેંટરમાં Wi-Fi ફરી ચાલુ કરવા માટે “Wi-Fi સ્વિચ” બટન પર ટૅપ કરો.) વિમાન મોડમાં હોવ ત્યારે કંટ્રોલ સેંટરમાં Wi-Fiને ચાલુ અથવા બંધ કરવાની માહિતી માટે મુસાફરી માટે iPad સેટિંગ્સ પસંદ કરો જુઓ.

Bluetooth ડિવાઇસ પરથી ટેંપરરી ડિસ્કનેક્ટ કરો

કંટ્રોલ સેંટરમાં “Bluetooth સ્વિચ” બટન પર ટૅપ કરો; કનેક્શનને અનુમતિ આપવા માટે બટન પર ફરી ટૅપ કરો.

Bluetooth® બંધ કર્યું ન હોવાથી જ્યારે તમે ડિવાઇસથી ડિસ્કનેક્ટ થાઓ ત્યારે પણ લોકેશનની ચોકસાઈ અને અન્ય સેવા સક્ષમ હોય છે. Bluetooth બંધ કરવા માટે સેટિંગ્સ  > Bluetooth પર જાઓ પછી તેને બંધ કરો. કંટ્રોલ સેંટરમાં Bluetooth ફરી ચાલુ કરવા માટે “Bluetooth સ્વિચ” બટન પર ટૅપ કરો. વિમાન મોડમાં હોવ ત્યારે કંટ્રોલ સેંટરમાં Bluetooth ચાલુ અથવા બંધ કરવાની માહિતી માટે મુસાફરી માટે iPad સેટિંગ્સ પસંદ કરો જુઓ.

ઍપ્સમાં કંટ્રોલ સેંટરનો ઍક્સેસ બંધ કરવા માટે

સેટિંગ્સ  > કંટ્રોલ સેંટર પર જાઓ પછી “ઍપની અંદર ઍક્સેસ કરો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.