આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારું લોકેશન બદલાય ત્યારે iPadમાં ખોજીમાં મિત્રને સૂચિત કરો

તમારું લોકેશન બદલાય ત્યારે મિત્રને જણાવવા માટે ખોજી ઍપનો ઉપયોગ કરો.

તમારા મિત્રનું લોકેશન બદલાય ત્યારે તમે પણ સૂચના મેળવી શકો છો. જુઓ : મિત્રનું લોકેશન બદલાય ત્યારે iPadમાં “ખોજી”માં સૂચના મેળવો.

તમારું લોકેશન બદલાય ત્યારે મિત્રને સૂચિત કરો

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિને સૂચિત કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. સૂચનાઓની નીચે “ઉમેરો” પર ટૅપ કરો અને પછી “[તમારા મિત્રનું નામ]ને સૂચિત કરો” પર ટૅપ કરો.

  4. તમે લોકેશન પર આવો અથવા ત્યાંથી નીકળો ત્યારે તમારા મિત્રને સૂચિત કરવા માંગો છો કે નહિ તે પસંદ કરો.

  5. લોકેશન પસંદ કરો અથવા નવું લોકેશન બનાવવા અને લોકેશનની ત્રિજ્યા સેટ કરવા માટે નવું લોકેશન ટૅપ કરો.

    મોટી ત્રિજ્યાથી તમે ચોક્કસ લોકેશન પર પહોંચો તે પહેલાં લોકેશનની નજીક હોવ ત્યારે તમારા મિત્રને સૂચિત કરવામાં આવે છે.

  6. તમે તમારા મિત્રને ફક્ત એક વાર અથવા દરેક વખતે સૂચિત કરવા માંગો છો તે પસંદ કરો.

  7. “ઉમેરો” પર ટૅપ કરો.

તમારું લોકેશન બદલાય ત્યારે મિત્રોને સૂચિત કરવાનું તમે કોઈ પણ સમયે બંધ કરી શકો છો. જુઓ : તમે સેટ કરેલી સૂચનાને બદલવા અથવા બંધ કરવા માટે.

તમારા વિષેની તમામ સૂચનાઓ જોવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુએ “મારું” પર ટૅપ કરો.

    તમારા વિષેની સૂચનાઓની નીચે તમને તમારું લોકેશન બદલાય ત્યારે સૂચિત કરવામાં આવતા લોકોની યાદી દેખાશે.

    જો તમને તમારા વિષેની સૂચનાઓ સેક્શન દેખાતો ન હોય તો તમારું લોકેશન બદલાય ત્યારે તમે કોઈ પણ મિત્રને સૂચિત કરતા નથી.

  3. વધુ વિગતો જોવા માટે નામ સિલેક્ટ કરો.

તમારા વિષેની સૂચનાઓ બંધ કરવા માટે

તમે તમારા વિષેની કોઈ પણ લોકેશનની સૂચના બંધ કરી શકો છો. આમાં તમે સેટ કરેલી સૂચનાઓ અને તમારા મિત્રો દ્વારા બનાવવામાં આવેલી સૂચનાઓ સામેલ છે.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુએ “મારું” પર ટૅપ કરો.

    તમારા વિષેની સૂચનાઓની નીચે તમને તમારું લોકેશન બદલાય ત્યારે સૂચિત કરવામાં આવતા લોકોની યાદી દેખાશે.

    જો તમને તમારા વિષેની સૂચનાઓ સેક્શન દેખાતો ન હોય તો તમારું લોકેશન બદલાય ત્યારે તમે કોઈ પણ મિત્રને સૂચિત કરતા નથી.

  3. નામ સિલેક્ટ કરો પછી “સૂચના” પર ટૅપ કરો.

  4. “સૂચના ડિલીટ કરો” પર ટૅપ કરો અને પછી ફરી “સૂચના ડિલીટ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.