આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

આઇટમ સિલેક્ટ કરવી, ઍક્શન કરવી વગેરે માટે iPadમાં સ્વિચ કંટ્રોલનો ઉપયોગ કરો

તમે સ્વિચ કંટ્રોલ સેટ અપ કરો અને ચાલુ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરીને સ્ક્રીન પર આઇટમ સિલેક્ટ કરી શકો છો :

  • આઇટમ મોડ : કર્સર અનુક્રમે આઇટમ અથવા આઇટમના ગ્રૂપને હાઇલાઇટ કરે છે. જ્યારે તમે પહેલી વાર સ્વિચ કંટ્રોલ ચાલુ કરો અને જ્યારે પણ સ્કૅનર મેન્યૂ દેખાય ત્યારે આ ડિફૉલ્ટ પદ્ધતિ છે.

  • ગ્લાઇડિંગ કર્સર : તમે સ્કૅનિંગ ક્રૉસહેયરનો ઉપયોગ કરીને સ્ક્રીન પર પૉઇંટ સિલેક્ટ કરો છો. નકશામાં અથવા ઘણી બધી આઇટમ ધરાવતી સ્ક્રીન પર વગેરે જગ્યાએ તમારે કોઈ ચોક્કસ પૉઇંટ સિલેક્ટ કરવો હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે.

  • હેડ ટ્રૅકિંગ: સપોર્ટેડ મૉડલ પર તમે તમારું માથું (ફ્રંટ-ફેસિંગ કૅમેરાથી ડિટૅક્ટ થાય છે) મુવ કરીને સ્ક્રીન પર કર્સરને કંટ્રોલ કરી શકો છો.

  • આઇ ટ્રૅકિંગ : તમે તમારી આંખો (ફ્રંટ-ફેસિંગ કૅમેરાથી ડિટેક્ટ થાય છે) મુવ કરીને સ્ક્રીન પર કર્સરને કંટ્રોલ કરી શકો છો.

તમે ઇચ્છો તે આઇટમ પર કર્સર હોય ત્યારે ટૅપ કરો, સ્ક્રોલ કરો, વૉલ્યૂમ કંટ્રોલ કરો વગેરે ઉપલબ્ધ ઍક્શન બતાવવા માટે સ્કૅનર મેન્યૂ ખુલે છે.

આઇટમ સિલેક્ટ કરવા અને ઍક્શન કરવા માટે આઇટમ મોડનો ઉપયોગ કરવા માટે

  1. તમે જે સ્કૅનિંગ શૈલીનો ઉપયોગ કરી રહ્યાં છો તેના આધારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો ઑટો સ્કૅનિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો : આઇટમના ગ્રૂપને અનુક્રમે હાઇલાઇટ કરવામાં આવતા હોવાથી જુઓ અથવા સાંભળો.

    • જો મૅન્યુઅલ સ્કૅનિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો : સ્ક્રીનમાં આઇટમના ગ્રૂપમાં નૅવિગેટ કરવા માટે તમારી “આગામી આઇટમ પર મુવ કરો” સ્વિચને સક્રિય કરો.

    • જો સિંગલ સ્વિચ સ્ટેપ સ્કૅનિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો : સ્ક્રીનમાં આઇટમના ગ્રૂપમાં નૅવિગેટ કરવા માટે તમારી “આગામી આઇટમ પર મુવ કરો” સ્વિચને સક્રિય કરો.

  2. તમે ઇચ્છો છો તે ગ્રૂપ હાઇલાઇટ થઈ જાય ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો ઑટો સ્કૅનિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો : તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને ઍક્ટિવેટ કરો.

    • જો મૅન્યુઅલ સ્કૅનિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો : તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને ઍક્ટિવેટ કરો.

    • જો સિંગલ સ્વિચ સ્ટેપ સ્કૅનિંગનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો : વર્તમાન ગ્રૂપ ઑટોમૅટિક રીતે સિલેક્ટ થાય ત્યાં સુધી રાહ જુઓ.

  3. ગ્રૂપની અંદર કોઈ આઇટમને સ્કૅન અને સિલેક્ટ કરવા માટે પગલું 1 અને 2 રિપીટ કરો.

  4. સ્કૅનર મેન્યૂમાં ઍક્શન સ્કૅન કરવા અને પસંદ કરવા માટે પગલું 1 અને 2 રિપીટ કરો. મેન્યૂમાં નીચે આવેલાં ડૉટ વધુ વિકલ્પ પ્રદાન કરે છે.

ઍક્શન પસંદ કર્યા વગર સ્કૅનર મેન્યૂને ડિસમિસ કરવા માટે જ્યારે મૂળ આઇટમને હાઇલાઇટ કરવામાં આવે અને મેન્યૂના તમામ આઇકન ડિમ કરવામાં આવે ત્યારે તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને સક્રિય કરો.

પૉઇંટ સિલેક્ટ કરવા માટે ગ્લાઇડિંગ કર્સરનો ઉપયોગ કરવા માટે

સ્વિચ કંટ્રોલ ડિફૉલ્ટ રૂપે આઇટમ મોડમાં શરૂ થાય છે પરંતુ તમે તેના બદલે ગ્લાઇડિંગ કર્સરનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો.

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્વિચ કંટ્રોલ મોડ પર જઈને પછી ગ્લાઇડિંગ કર્સર સિલેક્ટ કરો.

    • કોઈ પણ આઇટમ સિલેક્ટ કરવા માટે આઇટમ મોડનો ઉપયોગ કરો પછી ગ્લાઇડિંગ કર્સર (સ્કૅનર મેન્યૂમાં) પસંદ કરો.

      નોટ : જો તમે સ્વિચ કંટ્રોલ ચાલુ હોય ત્યારે સ્વિચ કંટ્રોલ મોડ સેટિંગ્સ બદલો છો તો તમારા ફેરફારો લાગુ કરવા માટે તમારે સ્વિચ કંટ્રોલને રીસ્ટાર્ટ કરવું પડશે.

  2. વર્ટિકલ ક્રોસહેરને પોઝિશન આપવા માટે જ્યારે જાડી વર્ટિકલ બૅન્ડ તમે ઇચ્છો છો તે આઇટમની ઉપર હોય ત્યારે “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને સક્રિય કરો.

  3. જ્યારે પાતળી વર્ટિકલ લાઇન આઇટમની ઉપર હોય ત્યારે તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને ઍક્ટિવેટ કરો.

  4. હૉરિઝૉન્ટલ ક્રોસહેરને પોઝિશન આપવા માટે જ્યારે જાડી હૉરિઝૉન્ટલ બૅન્ડ તમે ઇચ્છો છો તે આઇટમની ઉપર હોય ત્યારે “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને સક્રિય કરો.

  5. જ્યારે પાતળી હૉરિઝૉન્ટલ લાઇન આઇટમની ઉપર હોય ત્યારે તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને ઍક્ટિવેટ કરો.

  6. સ્કૅનર મેન્યૂમાં તમે ઇચ્છો તે ઍક્શન સિલેક્ટ કરો પછી તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને સક્રિય કરો.

આઇટમ મોડ પર પાછા જવા માટે સ્કૅનર મેન્યૂ ખોલો પછી આઇટમ મોડ પસંદ કરો.

હેડ ટ્રૅકિંગ સેટ અપ કરવા માટે

Face ID સાથેના iPad પર તમે તમારું માથું મુવ કરીને સ્ક્રીન પર કર્સરને કંટ્રોલ કરી શકો છો. તમે સ્મિત અથવા ઊંચી કરેલી ભ્રમર જેવી ઍક્શન પણ ચહેરાના હાવભાવને અસાઇન કરી શકો છો.

હેડ ટ્રૅકિંગ સેટ અપ કરવા માટે નીચે મુજબ કરો :

  • સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્વિચ પર જાઓ પછી તમે સ્વિચ સેટ અપ કરી હોવાની ખાતરી કરો.

  • સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > હેડ ટ્રૅકિંગ પર જાઓ, હેડ ટ્રૅકિંગ ચાલુ કરો પછી આમાંથી કોઈ પણ એક વિકલ્પ સેટ કરો :

    • ચહેરાના હાવભાવને ઍક્શન અસાઇન કરવા માટે : દરેક અભિવ્યક્તિ અલગ ઍક્શન કરી શકે છે અને તેના માટે અલગ સ્તરની અભિવ્યક્તિની જરૂર પડે છે.

    • પૉઇંટર દ્વારા તમારી હેડ મુવમેંટને ટ્રૅક કરવાની રીત પસંદ કરો : ટ્રૅકિંગ મોડ ટૅપ કરીને પછી “ચહેરા સાથે”, “સ્ક્રીનની કિનારી તરફ જોવા પર” અથવા “માથા સાથે સંબંધિત” પસંદ કરો.

    • પૉઇંટરની સ્પીડ ઍડજસ્ટ કરવા માટે : “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો.

હેડ ટ્રૅકિંગનો ઉપયોગ કરો

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્વિચ કંટ્રોલ મોડ પર જઈને પછી હેડ ટ્રૅકિંગ સિલેક્ટ કરો.

    • કોઈ પણ આઇટમ સિલેક્ટ કરવા માટે આઇટમ મોડનો ઉપયોગ કરો પછી હેડ ટ્રૅકિંગ (સ્કૅનર મેન્યૂમાં) પસંદ કરો.

      નોટ : જો તમે સ્વિચ કંટ્રોલ ચાલુ હોય ત્યારે સ્વિચ કંટ્રોલ મોડ સેટિંગ્સ બદલો છો તો તમારા ફેરફારો લાગુ કરવા માટે તમારે સ્વિચ કંટ્રોલને રીસ્ટાર્ટ કરવું પડશે.

  2. કર્સરને તમે ઈચ્છો તે લોકેશન પર મુવ કરવા માટે તમારું માથું મુવ કરો પછી તેને તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચ અથવા ચહેરાના હાવભાવથી સક્રિય કરો.

  3. સ્કૅનર મેન્યૂમાં તમે ઇચ્છો તે ઍક્શનને સિલેક્ટ કરો અને પછી તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચ અથવા ચહેરાના હાવભાવને ઍક્ટિવેટ કરો.

આઇટમ મોડ પર પાછા જવા માટે સ્કૅનર મેન્યૂ ખોલો પછી આઇટમ મોડ પસંદ કરો.

આઇ ટ્રૅકિંગ સેટ અપ કરવા માટે

તમે તમારી આંખો મુવ કરીને સ્ક્રીન પર કર્સરને કંટ્રોલ કરી શકો છો. તમે નિર્ધારિત સમય માટે તમારી નજર જાળવી રાખીને ઍક્શન કરવા માટે ડ્વેલ કંટ્રોલનો પણ ઉપયોગ કરી શકો છો.

આઇ ટ્રૅકિંગ સેટ અપ કરવા માટે નીચે મુજબ કરો :

  • સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્વિચ પર જાઓ પછી તમે સ્વિચ સેટ અપ કરી હોવાની ખાતરી કરો.

  • સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > આઇ ટ્રૅકિંગ પર જઈને પછી ફેસ ગાઇડંસ ચાલુ કરો.

  • સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > આઇ ટ્રૅકિંગ > ડ્વેલ કંટ્રોલ પર જઈને ઍક્શન સ્વિચ કરો પસંદ કરીને પછી આમાંથી કોઈ પણ ડ્વેલ વિકલ્પ સેટ કરો :

    • ડ્વેલ ટાઇમઆઉટ : “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો.

    • મુવમેંટ ટૉલરંસ : આઇટમ પર ડ્વેલિંગ કરતી વખતે તમે જે અંતર મુવ કરી શકો તે સેટ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

આઇ ટ્રૅકિંગનો ઉપયોગ કરો

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > સ્વિચ કંટ્રોલ > સ્વિચ કંટ્રોલ મોડ પર જઈને પછી આઇ ટ્રૅકિંગ સિલેક્ટ કરો.

    • કોઈ પણ આઇટમ સિલેક્ટ કરવા માટે આઇટમ મોડનો ઉપયોગ કરો પછી આઇ ટ્રૅકિંગ (સ્કૅનર મેન્યૂમાં) પસંદ કરો.

      નોટ : જો તમે સ્વિચ કંટ્રોલ ચાલુ હોય ત્યારે સ્વિચ કંટ્રોલ મોડ સેટિંગ્સ બદલો છો તો તમારા ફેરફારો લાગુ કરવા માટે તમારે સ્વિચ કંટ્રોલને રીસ્ટાર્ટ કરવું પડશે.

  2. કર્સરને તમે ઈચ્છો તે લોકેશન પર મુવ કરવા માટે તમારી આંખો મુવ કરીને પછી તેને તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચથી સક્રિય કરો.

  3. સ્કૅનર મેન્યૂમાં તમે ઇચ્છો તે ઍક્શન સિલેક્ટ કરો પછી તમારી “આઇટમ સિલેક્ટ કરો” સ્વિચને સક્રિય કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.