આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટો અને વીડિયો સર્ચ કરો

જ્યારે તમે ફોટોસ ઍપમાં સર્ચ “સર્ચ કરો” બટન પર ટૅપ કરો ત્યારે તમે જે શોધી રહ્યાં છો તે શોધવામાં મદદ મળે તે માટે તમને તારીખ, લોકો અને લોકેશનનાં સૂચનો દેખાય છે. તમે તમારી લાઇબ્રેરી અથવા કલેક્શન ટૅબમાં અથવા ચોક્કસ ઍલ્બમ અથવા કલેક્શનમાં સર્ચ કરી શકો છો.

ફોટોસ ઍપમાં સર્ચ સ્ક્રીન. સ્ક્રીનમાં ટોચ પર સર્ચ ફીલ્ડ અને તેની નીચે સૂચનો છે.

ફોટો અને વીડિયો સર્ચ કરો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ઉપરના જમણા ખૂણામાં “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

  3. તમે જે શોધી રહ્યાં છો તે ટેક્સ્ટ સર્ચ ફિલ્ડમાં એંટર કરો, જેમ કે :

    • તારીખ (મહિનો કે વર્ષ)

    • જગ્યા (શહેર અથવા રાજ્ય)

    • વ્યવસાયનાં નામ (ઉદાહરણ તરીકે મ્યુઝિયમ અથવા રેસ્ટૉરંટ)

    • શ્રેણી (ઉદાહરણ તરીકે, બીચ અથવા સૂર્યાસ્ત)

    • ઇવેંટ (ઉદાહરણ તરીકે, સ્પોર્ટ ગેમ અથવા કૉન્સર્ટ)

    • લોકો અને પાળેલાં પ્રાણીઓના કલેક્શનમાં ઓળખાયેલી વ્યક્તિ (જુઓ : લોકો અને પાળેલાં પ્રાણીઓ શોધો)

    • ટેક્સ્ટ (ઉદાહરણ તરીકે ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર)

    • કૅપ્શન (જુઓ : ફોટો અને વીડિયોની માહિતી જુઓ)

  4. કોઈ એક સૂચન અથવા “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

  5. સંપૂર્ણ સર્ચ પરિણામ બ્રાઉઝ કરવા માટે ઉપર સ્વાઇપ કરો અથવા તમારી સર્ચ ક્વેરીને સમાવતા કલેક્શન જોવા માટે કલેક્શન પર ટૅપ કરો.

  6. સર્ચમાંથી બહાર નીકળવા માટે “બંધ કરો” બટન પર ટૅપ કરો.

ટિપ : તમે સર્ચ ફીલ્ડમાં વીડિયો અથવા પોર્ટ્રેટ જેવા મીડિયા પ્રકારનો સમાવેશ કરીને તમારા સર્ચને સંકુચિત કરી શકો છો.

શેર કરેલી લાઇબ્રેરીના સહભાગી મુજબ સર્ચ કરો

જો તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં સહભાગી છો તો તમે લાઇબ્રેરીમાં ફોટો અથવા વીડિયો ઉમેરનાર વ્યક્તિને શોધી પણ શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરીને પછી શેર કરેલ મુજબ એંટર કરો.

  3. સૂચવેલા નામ પર ટૅપ કરો.

Apple Intelligence સાથે સર્ચ કરો

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે જે શોધવા માંગો છો તેનું વર્ણન કરીને ચોક્કસ ઇમેજ સર્ચ કરી શકો છો. તમે મહત્ત્વપૂર્ણ યાદગાર પળો માટે વીડિયો ક્લિપ પણ સર્ચ કરી શકો છો. જુઓ : Apple Intelligence દ્વારા વિશિષ્ટ ફોટો અને વીડિયો સર્ચ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.