આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપનો ઉપયોગ કરો

તમે નકશો ઍપ, નકશોના વિજેટ, Siri અથવા અન્ય ડિવાઇસનો ઉપયોગ કરીને મુસાફરીનાં દિશા નિર્દેશનો મેળવી શકો છો. તમે નીકળતા પહેલાં તેમને તમારા Mac પર પણ મેળવી શકો છો.

મહત્ત્વપૂર્ણ : દિશા નિર્દેશનો મેળવવા માટે iPad અવશ્યપણે ઇંટરનેટ સાથે કનેક્ટેડ હોવું જોઈએ અને લોકેશન સેવા ચાલુ હોવી જોઈએ. Wi-Fi + Cellular મૉડલ પર મોબાઇલ ડેટા રેટ લાગુ થઈ શકે છે. જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

દિશા નિર્દેશનો મેળવવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશા પર ગમે ત્યાં ટચ અને હોલ્ડ કરો અથવા સર્ચ ફીલ્ડમાં લોકેશન એંટર કરો.

  3. દિશા નિર્દેશનો પર અથવા મુસાફરી મોડ બટન (ડ્રાઇવિંગ  , વૉકિંગ , ટ્રાંઝિટ  અથવા સાયક્લિંગ ) પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો તમારો આરંભ પૉઇંટ મારું લોકેશન હોય તો : તમે જે રૂટ લેવા માંગો છો તેના માટે “શરૂ કરો” પર ટૅપ કરો. તમે તમારા રૂટ પર મુસાફરી કરો છો ત્યારે નકશો તમારા ડેસ્ટિનેશનનાં દિશા નિર્દેશનો વારાફરતી બોલીને જણાવે છે.

    • જો તમારો આરંભ પૉઇંટ બીજું લોકેશન હોય તો : તમે જે રૂટ લેવા માંગો છો તેના માટે “પગલાં” પર ટૅપ કરો.

એક જ ડેસ્ટિનેશનના ઘણા ડ્રાઇવિંગ રૂટ વિકલ્પો સાથેનો નકશો દર્શાવતું iPad. દરેક રૂટ અંદાજિત સમય અને અંતર બતાવે છે અને વિગતવાર માહિતી જોવા માટે “પગલાં” બટન છે. દરેક રૂટ પર કલર કોડિંગ ટ્રૅફિકની સ્થિતિ દર્શાવે છે.

નકશોના વિજેટનો ઉપયોગ કરો

હોમ સ્ક્રીન અથવા આજનું વ્યૂ પરથી સંભવિત ડેસ્ટિનેશન માટે દિશા નિર્દેશનો મેળવવા માટે નકશો વિજેટ ઉમેરો.

દિશા નિર્દેશનો મેળવવા માટે Siriનો ઉપયોગ કરો

દિશા નિર્દેશનો મેળવવા માટે તમે Siriનો ઉપયોગ કરીને રસ્તા પર ફોકસ રાખી શકો છો. અને ટર્ન-બાય-ટર્ન બોલાતી દિશાઓ સાંભળીને તમે તમારા iPhad તરફ જોયા વિના પણ ડ્રાઇવિંગ, સાયક્લિંગ અને વૉકિંગ દિશા નિર્દેશનોને અનુસરી શકો છો.

Siri: Siriને આવું કંઈક કહો, “Find a charging station.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો

તમારા Macમાંથી તમારા iPadમાં દિશા નિર્દેશનો મોકલવા માટે

મોટી ટ્રિપ અથવા સાયક્લિંગના દિવસ પહેલાં તમે તમારા Mac પર તમારા રૂટની યોજના બનાવી શકો છો અને પછી તમારા iPad સાથે વિગતો શેર કરી શકો છો. તમારે તમારા Mac અને iPad બંનેમાં એક જ Apple અકાઉંટથી સાઇન ઇન હોવું જરૂરી છે.

  1. તમારા Macમાં નકશો ઍપ પર જાઓ.

  2. તમારી ટ્રિપ માટે રૂટ બનાવો.

    નકશા યૂઝર ગાઇડમાં તમારા Macમાં રૂટ પ્લાન કરો પર જાઓ.

  3. ફાઇલ > શેર કરો > [તમારું ડિવાઇસ]ને મોકલો પસંદ કરો.

તમે Macથી iPadમાં દિશા નિર્દેશનો મોકલવા માટે Handoffનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ : iPad અને તમારાં અન્ય ડિવાઇસ વચ્ચે ટાસ્કને Hand off કરો.

Siri: તમે દિશા નિર્દેશન મેળવવા અને રસ્તા પર ફોકસ કરવા માટે Siriનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, Siriને આવું કંઈક કહો, “Find a charging station” અથવા “Give me directions home.” જુઓ : દિશા નિર્દેશનો મેળવવા માટે Siriનો ઉપયોગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.