આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમે iPadમાં ઑટોમૅટિક રીતે પાસવર્ડ ભરવાથી બાકાત રાખેલી વેબસાઇટ જુઓ

તમે વેબસાઇટ માટે પાસવર્ડ એંટર કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે શું તમે પાસવર્ડ સેવ કરીને ભવિષ્યમાં તેને ઑટોમૅટિક રીતે એંટર કરવા માંગો છો. તમે જે વેબસાઇટ માટે પાસવર્ડ ક્યારેય સેવ ન કરવાનું પસંદ કર્યું હોય તે તમામને જોઈ શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી પાસવર્ડ પર ટૅપ કરો.

  3. “પાસવર્ડ સેવ કરો”ની નીચે “બાકાત કરેલી વેબસાઇટ બતાવો” પર ટૅપ કરો.

    સૂચીમાં તમે તમારો પાસવર્ડ સેવ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તે તમામ વેબસાઇટ સામેલ છે.

    ટિપ : તમે સૂચીમાંથી વેબસાઇટને કાઢી શકો છો. વેબસાઇટ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા તમામ કાઢી નાખો પર ટૅપ કરો. આગલી વખતે તમે વેબસાઇટ માટે તમારો પાસવર્ડ એંટર કરો છો ત્યારે તમને પૂછવામાં આવશે કે શું તમે પાસવર્ડ સેવ કરીને ભવિષ્યમાં ઑટોમૅટિક રીતે એંટર કરવા માંગો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.