આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં FaceTimeમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો

FaceTime કૉલમાં તમે શેર કરેલા ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરી શકો છો. તમે ચાલી રહેલા FaceTimeYou કૉલમાં કોલૅબરેશન શરૂ કરી શકો છો અથવા જ્યાં ડૉક્યુમૅન્ટ બનવાવામાં આવ્યું હોય તે ઍપમાંથી તમે કોલૅબરેશન શરૂ કરી શકો છો.

  1. FaceTime ઍપ માં તમે જે લોકોની સાથે કોલૅબરેટ કરવા માંગો છો તેમની સાથે વાર્તાલાપ શરૂ કરો.

  2. તમે જે ઍપનો ઉપયોગ કરવા માંગો છો તે ખોલો પછી ડૉક્યુમૅન્ટ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જોવા મળતી સૂચનામાં “કોલૅબરેટ કરો” પર ટૅપ કરો.

    • “શેર કરો” બટન પર ટૅપ કરો પછી ડૉક્યુમૅન્ટ શેર કરવાની રીત પસંદ કરો (FaceTime, AirDrop, Mail અથવા મેસેજ) અને પછી “કોલૅબરેટ કરો” પર ટૅપ કરો.

  4. તમારી સ્ક્રીનની ટોચ પર આવતી કોલૅબરેટ કરવાની સૂચનામાં “શરૂ કરો” પર ટૅપ કરો.

    સહભાગીઓને સૂચના મળે છે કે તમે કોલૅબરેટ કરવા માંગો છો તે ડૉક્યુમૅન્ટ શેર કર્યું છે. જ્યારે તેઓ સૂચનામાં “ખોલો” પર ટૅપ કરે છે ત્યારે ડૉક્યુમૅન્ટ તેમના ડિવાઇસમાં ખુલે છે.

    ડૉક્યુમૅન્ટ મેળવનાર અને ખોલનાર તમામ વ્યક્તિ ફેરફાર કરી શકે છે અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા ફેરફાર જોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ફેરફાર કરે છે ત્યારે ડૉક્યુમૅન્ટમાં કોલૅબરેટ કરી રહેલા તમામ વ્યક્તિને સૂચના મોકલવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.