આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સ્ક્રીન ટાઇમ સાથે શેડ્યૂલ સેટ કરો

સ્ક્રીન ટાઇમ તમને iPadનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરો છો તે મૅનેજ કરવામાં મદદ કરે છે. તમારા માટે સૌથી વધુ અનુકૂળ હોય તે રીતે તમે શેડ્યૂલ બનાવી શકો છો અને લિમિટ સેટ કરી શકો છો. તમે તમારું સ્ક્રીન ટાઇમ શેડ્યૂલ કસ્ટમાઇઝ કરી શકો તે માટેની અમુક રીતો અહીં આપેલી છે :

  • ડાઉનટાઇમ શેડ્યૂલ કરો : મોટાભાગની ઍપ અનુપલબ્ધ હોય તેવો ચોક્કસ સમય સેટ કરીને તમારી સ્ક્રીનથી નિયમિત બ્રેક લો—જેમ કે ડિનર અથવા સૂવાના સમયે.

  • ઍપના ઉપયોગ માટે લિમિટ સેટ કરવા માટે : દૈનિક સમય મર્યાદા સેટ કરીને તમે ઍપ્સમાં કેટલો સમય પસાર કરો છો તેને કંટ્રોલ કરો.

  • ચોક્કસ ઍપ્સ અને સંપર્કને અનુમતિ આપો : ડાઉનટાઇમ દરમિયાન અને તમે સમય મર્યાદા સુધી પહોંચ્યા પછી ઉપલબ્ધ રહે તેવી ઍપ્સ અને સંપર્કો પસંદ કરો.

તમે શેડ્યૂલ કરેલા ડાઉનટાઇમ દરમિયાન ઍપ બ્લૉક કરી શકો છો જેથી લિમિટ સુધી પહોંચી ગયા પછી તેને અવગણી શકાય નહિ.

સ્ક્રીનથી દૂર રહેવાનો સમય શેડ્યૂલ કરવા માટે

તમે તમારા ડિવાઇસથી દૂર રહેવા માંગતા હોવ તે સમયગાળા માટે ઍપ્સ અને સૂચનાઓ બ્લૉક કરો. ઉદાહરણ તરીકે તમે ભોજન દરમિયાન અથવા સૂતી વખતે ડાઉનટાઇમ શેડ્યૂલ કરવા માંગો છો. ડાઉનટાઇમ દરમિયાન ફક્ત તમે અનુમતિ આપેલા કૉલ, મેસેજ અને ઍપ્સ જ ઉપલબ્ધ હોય છે. અમુક ઍપ્સ અને સંપર્કને કેવી રીતે અનુમતિ આપવી તે જાણવા માટે જુઓ : વિશિષ્ટ સંપર્કના કૉલ અને મેસેજને અનુમતિ આપવા અથવા બ્લૉક કરવા માટે અને હંમેશાં અનુમતિ આપવા માટે ઍપ્સ અને સંપર્ક પસંદ કરો.

નોટ : ડિફૉલ્ટ રૂપે, સ્ક્રીન ટાઇમ લિમિટ પૂરી થઈ ગયા પછી તેને અવગણી શકાય છે. મર્યાદાઓને અવગણવામાં આવતી કેવી રીતે અટકાવવી તે જાણવા માટે જુઓ : શેડ્યૂલ કરેલા ડાઉનટાઇમ દરમિયાન ઍપ બ્લૉક કરો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે ડાઉનટાઇમ ચાલુ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. ઍપ & વેબસાઇટ ઍક્ટિવિટી પર ટૅપ કરો પછી જો તમે પહેલાંથી ઍપ & વેબસાઇટ ઍક્ટિવિટી ચાલુ કરી નથી તો તેને ચાલુ કરો.

  4. ડાઉનટાઇમ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આવતીકાલ સુધી ડાઉનટાઇમને ચાલુ રાખો પર ટૅપ કરો.

    • ઍડવાંસમાં ડાઉનટાઇમ શેડ્યૂલ કરવા માટે “શેડ્યૂલ કરેલ” પર ટૅપ કરો.

    તમે ડાઉનટાઇમ શેડ્યૂલ કરો છો ત્યારે ડાઉનટાઇમ શરૂ થાય તેની 5-મિનિટ પહેલાં રિમાઇંડર મોકલવામાં આવે છે. તમે રિમાઇંડરને અવગણી શકો છો અથવા શેડ્યૂલ કરેલા ડાઉનટાઇમની શરૂઆત સુધી ડાઉનટાઇમ ચાલુ રાખી શકો છો.

  5. દરરોજ અથવા કસ્ટમાઇઝ કરેલા દિવસ સિલેક્ટ કરો અને પછી શરૂઆતના અને અંતના સમયને સેટ કરો.

    નોટ : જ્યારે તમે “દિવસ કસ્ટમાઇઝ કરો” સિલેક્ટ કરો છો ત્યારે તમે અઠવાડિયાંના અલગ-અલગ દિવસ માટે શેડ્યૂલ સેટ કરી શકો છો—જેમ કે સપ્તાહાંત.

તમે કોઈ પણ સમયે “શેડ્યૂલ કરેલ”ને બંધ કરીને ડાઉનટાઇમ શેડ્યૂલને બંધ કરી શકો છો.

શેડ્યૂલ કરેલા ડાઉનટાઇમ દરમિયાન ઍપ બ્લૉક કરો

જો તમે તમારા માટે અથવા તમારા બાળક માટે સ્ક્રીન ટાઇમ પાસકોડ સેટ કરો છો તો તમે પસંદ કરી શકો છો કે ડાઉનટાઇમ દરમિયાન ઍપ સંપૂર્ણપણે બ્લૉક કરવામાં આવે અથવા ફક્ત ડિમ કરવામાં આવે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ  ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે આ ફીચર ચાલુ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. ડાઉનટાઇમ પર ટૅપ કરો પછી ડાઉનટાઇમ દરમિયાન બ્લૉક કરો ચાલુ કરો.

જ્યારે ડાઉનટાઇમ દરમિયાન બ્લૉક કરો ચાલુ હોય ત્યારે ડાઉનટાઇમ દરમિયાન પ્રતિબંધિત ઍપ ખોલી શકાતી નથી—તેઓ રેતીની ઘડિયાળના આઇકન સાથે ડિમ દેખાય છે. જ્યારે ડાઉનટાઇમ દરમિયાન બ્લૉક કરો બંધ હોય ત્યારે તમને ડાઉનટાઇમનો રિમાઇંડર દેખાય છે પરંતુ તમે ઍપ્સનો ઉપયોગ ચાલુ રાખવાનું પસંદ કરી શકો છો.

ઍપના ઉપયોગ માટે લિમિટ સેટ કરવા માટે

ઍપ્સની શ્રેણી (ઉદાહરણ તરીકે ગેમ્સ અથવા સોશિઅલ નેટવર્કિંગ) માટે અને વ્યક્તિગત ઍપ્સ માટે ટાઇમ લિમિટ સેટ કરો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ  ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે ઍપ લિમિટ સેટ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. “ઍપ લિમિટ” પર ટૅપ કરો પછી “લિમિટ ઉમેરો” પર ટૅપ કરો.

  4. એક અથવા વધુ ઍપ શ્રેણી પસંદ કરો.

    વ્યક્તિગત ઍપ માટે લિમિટ સેટ કરવા માટે તે શ્રેણીમાંની તમામ ઍપ જોવા માટે શ્રેણીના નામ પર ટૅપ કરો પછી તમે જે ઍપને લિમિટ કરવા માંગો છો તે પસંદ કરો. જો તમે ઘણી શ્રેણીઓ અથવા ઍપ્સ સિલેક્ટ કરો છો તો તમે સેટ કરેલી ટાઇમ લિમિટ તે તમામને લાગુ પડે છે.

  5. ઉપર જમણી બાજુએ “આગળ” પર ટૅપ કરો પછી અનુમતિ આપેલો સમય સેટ કરો.

    દરેક દિવસ માટે સમયગાળો સેટ કરવા માટે “દિવસ કસ્ટમાઇઝ કરો“ પર ટૅપ કરો અને પછી ચોક્કસ દિવસ માટે લિમિટ સેટ કરો.

  6. જ્યારે તમે લિમિટ સેટ કરવાનું પૂરું કરો ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

હંમેશાં અનુમતિ આપવા માટે ઍપ્સ અને સંપર્ક પસંદ કરો

ડાઉનટાઇમ સહિત હંમેશાં (ઉદાહરણ તરીકે કટોકટીની સ્થિતિમાં) ઉપયોગમાં લઈ શકાય તેવી ઍપ્સ અને તમે સંચાર કરી શકો તેવા સંપર્ક સ્પષ્ટ કરો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ  ઍપ પર જાઓ.

  2. સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

    જો તમે તમારા બાળક માટે આ ફીચર ચાલુ કરવા માંગતા હોવ તો તમારા બાળકના નામ પર ટૅપ કરો.

  3. હંમેશાં અનુમતિ પ્રાપ્ત પર ટૅપ કરો.

  4. તમે જે સંપર્કને સંચાર કરવા માટે અનુમતિ આપવા માંગો છો તે સ્પષ્ટ કરવા માટે સંપર્ક પર ટૅપ કરો.

    તમે સંચાર લિમિટમાં સિલેક્ટ કરેલો વિકલ્પ અહીં દેખાશે. તમે ચોક્કસ સંપર્કમાં આ સેટિંગને બદલી શકો છો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • મારા સંપર્કમાંથી પસંદ કરો : સંચાર કરવાની અનુમતિ આપવા માટે ચોક્કસ લોકોને સિલેક્ટ કરવા માટે.

    • નવો સંપર્ક ઉમેરો : નવો સંપર્ક ઉમેરવા અને તે વ્યક્તિ સાથે સંચાર કરવાની અનુમતિ આપવા માટે.

  5. ઉપર ડાબી બાજુએ “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો પછી અનુમતિ આપેલી ઍપ્સની નીચે “કાઢી નાખો” બટન પર ટૅપ કરો અથવા ઍપ્સ પસંદ કરોની નીચે “ઇંસર્ટ” બટન પર ટૅપ કરો.

  6. ઉપર ડાબી બાજુએ “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.