iPadમાં Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરો

જ્યારે તમારા iPadમાં મોબાઇલ સર્વિસ સિગ્નલ ઓછું હોય ત્યારે Wi-Fi દ્વારા કૉલ કરવા અને મેળવવા માટે Wi-Fi કૉલિંગનો ઉપયોગ કરો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. મોબાઇલ સર્વિસ પર ટૅપ કરો, Wi-Fi કૉલિંગ ટૅપ કરો પછી “આ iPad પર Wi-Fi કૉલિંગ” ચાલુ કરો.

  3. આપાતકાલીન સેવાઓ માટે તમારું સરનામું એંટર કરો અથવા તેની પુષ્ટિ કરો.

    નોટ : મોબાઇલ સેવા ઉપલબ્ધ હોય ત્યારે તમારા iPad દ્વારા થતા આપાતકાલીન કૉલને તેના માધ્યમથી રૂટ કરવામાં આવે છે. મોબાઇલ સેવા ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં અને તમે Wi-Fi કૉલિંગ સક્ષમ કરેલું હોય તો Wi-Fi દ્વારા આપાતકાલીન કૉલ કરી શકાય છે તેમજ તમારા ડિવાઇસના લોકેશનની માહિતીનો ઉપયોગ આપાતકાલીન કૉલ માટે કરી શકાય છે જેથી તમે લોકેશન સેવા સક્ષમ ન કરો તો પણ રિસ્પૉન્સ પ્રયાસોમાં મદદ કરી શકાય. Wi-Fi કૉલિંગ માટે સાઇન અપ કરતી વખતે અમુક નેટવર્ક પ્રોવાઇડર તમારા લોકેશન તરીકે નેટવર્ક પ્રોવાઇડર સાથે રજિસ્ટર્ડ સરનામાનો ઉપયોગ કરી શકે છે. Wi-Fi કૉલિંગ સાથે કનેક્ટ થયેલ હોય ત્યારે તમારા iPadમાં કદાચ આપાતકાલીન અલર્ટ પ્રાપ્ત ન થાય.

જ્યારે Wi-Fi કૉલિંગ ઉપલબ્ધ હોય ત્યારે સ્ટેટસ બારમાં તમારા નેટવર્ક પ્રોવાઇડરના નામ પછી Wi-Fi ડિસ્પ્લે થાય છે અને તમારા તમામ કૉલ Wi-Fi મારફતે જાય છે.

નોટ : જો તમે કૉલ કરો ત્યારે Wi-Fi કનેક્શન છૂટી જાય તો ઑટોમૅટિક રીતે તમારો કૉલ જો VoLTE (વૉઇસ ઓવર LTE) ઉપલબ્ધ હોય અને ચાલુ કરેલું હોય તો તેનો ઉપયોગ કરીને તમારા નેટવર્ક પ્રોવાઇડર પર સ્વિચ થાય છે. જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો. (Wi-Fi કનેક્શન ઉપલબ્ધ થાય ત્યારે VoLTE કૉલ Wi-Fi કૉલ પર પણ સ્વિચ થાય છે.) ફીચરની ઉપલબ્ધતા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.