આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોકસ માટે સૂચનાઓને અનુમતિ આપો અથવા સાઇલેંટ કરો

તમે ફોકસ સેટ અપ કરો છો ત્યારે તમે જે લોકો અને ઍપ્સમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરવા માંગો છો તેને સિલેક્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, કામ ફોકસ સેટ અપ કરો અને ફક્ત તમારા સહકાર્યકરો અને તમે કામ માટે જે ઍપનો ઉપયોગ કરો છો તેની સૂચનાઓને જ અનુમતિ આપો.

ફોકસ દરમિયાન ચોક્કસ લોકો તરફથી મળતી સૂચનાઓને અનુમતિ આપો અથવા સાઇલેંટ કરો

  1. સેટિંગ્સ  > ફોકસ પર જાઓ પછી ફોકસ પસંદ કરો—ઉદાહરણ તરીકે, ડૂ નૉટ ડિસ્ટર્બ, વ્યક્તિગત, ઊંઘ અથવા કામ.

  2. લોકો (અથવા “લોકો પસંદ કરો”) પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ચોક્કસ લોકોને અનુમતિ આપવા માટે : “તેની સૂચનાઓને અનુમતિ આપો” પર ટૅપ કરો, “લોકો ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી તમારા સંપર્કમાંથી સિલેક્ટ કરો.

      તમે લોકોના અમુક ગ્રૂપને કૉલ કરવાની અને વારંવાર કૉલ (એક જ વ્યક્તિ દ્વારા 3 મિનિટમાં બે કે વધુ વખત કૉલ) કરવાની અનુમતિ આપવાના વિકલ્પોને પણ ચાલુ કરી શકો છો.

    • ચોક્કસ લોકોને સાઇલેંટ કરવા માટે : “તેની સૂચનાઓ સાઇલેંટ કરો” પર ટૅપ કરો, “લોકો ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી તમારા સંપર્કમાંથી સિલેક્ટ કરો.

      તમે “સાઇલેંટ કરેલા લોકોના કૉલને અનુમતિ આપો” પણ ચાલુ કરી શકો છો.

નોટ : તમારા ફોકસનાં સેટિંગ્સ ભલે ગમે તે હોય, તમે તમારા આપાતકાલીન સંપર્કનો કૉલ આવવાની અનુમતિ આપી શકો છો. નીચે સૂચનાઓ સાઇલેંટ હોય ત્યારે આપાતકાલીન સંપર્કના કૉલની અનુમતિ આપો જુઓ.

જ્યારે ઇંટેલિજંટ બ્રેકથ્રૂ અને સાયલેંસિંગ ચાલુ હોય ત્યારે Apple Intelligence* મહત્ત્વપૂર્ણ સૂચનાઓને તમને ખલેલ પહોંચાડવાની અનુમતિ આપે છે અને મહત્ત્વપૂર્ણ ન હોવાની નિર્ધારિત થયેલી સૂચનાઓને સાઇલેંટ કરે છે. જુઓ : Apple Intelligence સાથે સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો.

ફોકસ દરમિયાન ચોક્કસ ઍપ્સની સૂચનાઓને અનુમતિ આપવા અથવા સાઇલેંટ કરવા માટે

  1. સેટિંગ્સ  > ફોકસ પર જાઓ પછી ફોકસ પસંદ કરો—ઉદાહરણ તરીકે, ડૂ નૉટ ડિસ્ટર્બ, વ્યક્તિગત, ઊંઘ અથવા કામ.

  2. ઍપ્સ પર ટૅપ કરો (અથવા “ઍપ્સ પસંદ કરો” પર ટૅપ કરો) પછી નીચેનામાંથી કોઈ એક કરો :

    • ચોક્કસ ઍપ્સને અનુમતિ આપો : “તેની સૂચનાઓને અનુમતિ આપો” પર ટૅપ કરો, “ઍપ્સ ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી ઍપ સિલેક્ટ કરો.

    • ચોક્કસ ઍપ્સને સાઇલેંટ કરો : “તેની સૂચનાઓ સાઇલેંટ કરો” પર ટૅપ કરો, “ઍપ્સ ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી ઍપ્સ સિલેક્ટ કરો.

    નોટ : તમે તમારી હોમ સ્ક્રીનમાં ઉમેરેલી ચોક્કસ વેબ ઍપ્સની સૂચનાઓને અનુમતિ આપી શકો છો અથવા તેને સાઇલેંટ કરી શકો છો. (તમારી હોમ સ્ક્રીનમાં વેબસાઇટ આઇકન ઉમેરો જુઓ.)

તમે સમય સંવેદનશીલ સૂચના પણ ચાલુ કરી શકો છો જે તમામ ઍપ્સને સમય સંવેદનશીલ સૂચના તરત મોકલવાની અનુમતિ આપે છે.

તમારું ફોકસ સ્ટેટસ શેર કરો

જ્યારે તમે ફોકસ સેટ અપ કરતી વખતે નિર્દિષ્ટ કરેલા સેટિંગ્સને પ્રતિબિંબિત કરવા માટે તમે ફોકસનો ઉપયોગ કરો છો ત્યારે તે લોકો અને ઍપ્સ તરફથી તમને મળતી સૂચનાઓને સીમિત કરે છે.

જ્યારે તમે ફોકસનો ઉપયોગ કરી રહ્યાં હોવ અને ફોકસ સ્ટેટસ ચાલુ હોય અને અન્ય લોકો તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરે ત્યારે તેઓ કદાચ જોઈ શકે છે કે તમે સૂચનાઓ સાઇલેંટ કરી છે પરંતુ તમે જે ફોકસનો ઉપયોગ કરી રહ્યાં છો તેનું નામ નથી દેખાતું.

  1. સેટિંગ્સ  > ફોકસ > ફોકસ સ્ટેટસ પર જાઓ.

  2. “ફોકસનું સ્ટેટસ શેર કરો” ચાલુ કરીને પછી તમે તમારા ફોકસ સ્ટેટસમાંથી જે ફોકસના વિકલ્પ શેર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.

તમે જે ફોકસ સ્ટેટસ શેર કરો છો તેને કંટ્રોલ કરો

તમારા દ્વારા સેટ અપ કરાયેલા દરેક ફોકસ વિકલ્પ (ડૂ નૉટ ડિસ્ટર્બ, વ્યક્તિગત, કામ વગેરે) માટે તમે તે ફોકસનો ઉપયોગ કરતી વખતે તમારું ફોકસ સ્ટેટસ શેર કરવું કે નહિ તે પસંદ કરી શકો છો. જ્યારે તમે ઉપયોગ કરી રહ્યાં છો તે ફોકસ માટે તમે ફોકસ સ્ટેટસ ચાલુ કરો છો ત્યારે જે લોકો તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે (ઉદાહરણ તરીકે મેસેજનો ઉપયોગ કરીને) તેઓ જોઈ શકે છે કે તમે “સૂચનાઓને સાઇલેંટ” કરી દીધી છે.

તમે તમારા ફોકસ સ્ટેટસ વિષેના મેસેજને ઍપ્સમાં દેખાતા અટકાવી શકો છો.

  1. સેટિંગ્સ  > ફોકસ > ફોકસ સ્ટેટસ પર જાઓ.

  2. “ફોકસ સ્ટેટસ શેર કરો” બંધ કરો.

    વૈકલ્પિક રીતે તમે તમારા ફોકસ સ્ટેટસમાંથી ફોકસના જે વિકલ્પ શેર કરવા માંગતા નથી તેને બંધ કરી શકો છો (અહીંથી શેર કરોની નીચે).

સૂચનાઓ સાઇલેંટ હોય ત્યારે આપાતકાલીન સંપર્કના કૉલની અનુમતિ આપો

તમારું iPad અથવા સૂચનાઓ સાઇલેંટ હોય ત્યારે પણ તમે આપાતકાલીન સંપર્કના સાઉંડની અનુમતિ આપી શકો છો.

  1. સંપર્ક ખોલો.

  2. સંપર્ક સિલેક્ટ કરો પછી સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. રિંગટોન અથવા ટેક્સ્ટ ટોન પર ટૅપ કરો અને પછી આપાતકાલીન બાયપાસ ચાલુ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.