આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં બેસિક કેલક્યુલેટરનો ઉપયોગ કરો

તમે બેસિક કેલક્યુલેટરમાં અંકગણિતની ગણતરીઓ કરી શકો છો.

Siri: Siriને આવું કંઈક કહો “What’s 18 percent of 225?” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

iPadમાં બેસિક કેલક્યુલેટર.

બેસિક કેલક્યુલેટર પર સ્વિચ કરવા માટે

  1. તમારા iPadમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. મોડ બદલો બટન પર ટૅપ કરો અને પછી બેસિક પર ટૅપ કરો.

અંક, નંબર અથવા ડિસ્પ્લે ક્લિઅર કરવા માટે

  1. તમારા iPadમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. અંક અથવા ગણતરી એંટર કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • છેલ્લો અંક ડિલીટ કરો : જો તમે સંખ્યા એંટર કરતી વખતે ભૂલ કરો છો તો ડિલીટ કી પર ટૅપ કરો.

    • તમે છેલ્લે એંટર કરેલો આખો નંબર ડિલીટ કરવા માટે : “ક્લિઅર કરો” (C) કી પર ટૅપ કરો.

    • પદાવલી ડિલીટ કરો : “ઓલ ક્લિઅર (AC)” કી પર ટૅપ કરો અથવા ડિલીટ કી અથવા “ક્લિઅર કરો (C)” કી પર ટચ કરી દબાવી રાખો.

બીજા મોડ પર સ્વિચ કરવા માટે

  1. તમારા iPadમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. મોડ બદલો બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

નોટ : કેલક્યુલેટર લખેલા ગણિત અને વૅરિએબલના નામ માટે સિલેક્ટ કરેલી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરે છે. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

ગણતરીના પરિણામને કૉપિ કરવા માટે

  1. તમારા iPadમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. ગણતરી એંટર કરો ડિસ્પ્લેમાં ગણતરીના પરિણામને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “કૉપિ” પર ટૅપ કરો.

  3. પરિણામને નોટ અથવા મેસેજ જેવી બીજી જગ્યાએ પેસ્ટ કરો.

તમે પાછલી ગણતરીઓ પણ કૉપિ કરી શકો છો.

મોટી સંખ્યામાં અલ્પવિરામ બતાવવા માટે

  1. તમારા iPadમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. મેન્યૂ બારમાં, વ્યૂ પર ટૅપ કરીને પછી હજાર સેપરેટર બતાવો પસંદ કરો.

છેલ્લી ક્રિયા રિપીટ કરવા માટે

ક્રિયા પૂર્ણ કર્યા પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • વર્તમાન પરિણામ પર છેલ્લી ક્રિયા લાગુ કરવા માટે : બરાબર ચિહ્ન પર ટૅપ કરો.

    ઉદાહરણ તરીકે જો તમે “1 × 2 =” એંટર કરો છો તો તમારું પરિણામ “2” છે. તમે બરાબર ચિહ્ન પર ટૅપ કરો તે દરેક વખતે વર્તમાનમાં દર્શાવેલા જવાબનો 2 વડે ગુણાકાર કરવામાં આવે છે જે આ પરિણામો આપે છે : 4, 8, 16, 32 અને તે પ્રમાણે આગળ.

  • નવી સંખ્યા પર છેલ્લી ક્રિયા લાગુ કરવા માટે : નવી સંખ્યા એંટર કરો પછી બરાબર ચિહ્ન પર ટૅપ કરો.

    ઉદાહરણ તરીકે જો તમે “100 + 15% =” એંટર કરો છો તો પરિણામ “115” છે. પછી જો તમે “150 =” એંટર કરો છો તો પરિણામ “150 + 15%” અથવા “172.5” છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.