iPadમાં ઑડિઓ અને વીડિયો રેકોર્ડ કરો

તમારા રેકૉર્ડિંગની ગુણવત્તા મહત્તમ કરવા માટે ઍપ્સ અને વેબસાઇટ્સમાં ઑડિઓ અને વીડિયો કૅપ્ચર કરવા તમે સેટિંગ્સને કંટ્રોલ કરી શકો છો—ઉદાહરણ તરીકે, વીડિયો કૉન્ફરંસ દરમિયાન.

ઑડિઓ ઇનપુટ સોર્સ સિલેક્ટ કરો

તમે ચોક્કસ ઍપમાં અથવા વેબસાઇટ અથવા તમારા ડિવાઇસ માટે ઑડિઓ રેકૉર્ડિંગ માટે ઇનપુટ સોર્સ પસંદ કરી શકો છો.

  1. ઍપ ખોલો અથવા તમે જે વેબસાઇટ પરથી રેકોર્ડ કરવા માંગો છો તેના પર જાઓ.

  2. કંટ્રોલ સેંટર ખોલો.

  3. કંટ્રોલ સેંટરમાં ઉપર તમારી ઍપ અથવા બ્રાઉઝર માટે બટન પર ટૅપ કરો.

  4. ઇનપુટ પર ટૅપ કરો પછી ઇનપુટ ડિવાઇસ સિલેક્ટ કરો.

    કંટ્રોલ સેંટરનું મેન્યૂ વીડિયો કૉન્ફરંસની તમારી બાજુને રેકૉર્ડ કરવા માટે ઇનપુટ સોર્સના વિકલ્પો બતાવે છે.

તમારા રેકૉર્ડિંગમાંથી બૅકગ્રાઉંડ સાઉંડ ફિલ્ટર કરવા માટે

અમુક ઍપ્સમાં તમે તમારા રેકૉર્ડિંગમાં બૅકગ્રાઉંડ સાઉંડ ફિલ્ટર કરી શકો છો જેથી ફક્ત તમારો અવાજ સ્પષ્ટ અને અન્ય સાઉંડથી અલગ આવે.

  1. ઍપ ખોલો અથવા તમે જે વેબસાઇટ પરથી રેકોર્ડ કરવા માંગો છો તેના પર જાઓ.

  2. કંટ્રોલ સેંટર ખોલો.

  3. કંટ્રોલ સેંટરમાં ઉપર તમારી ઍપ અથવા બ્રાઉઝર માટે બટન પર ટૅપ કરો.

  4. વૉઇસ આઇસોલેશન પર ટૅપ કરો.

તમારા રેકૉર્ડિંગમાં બૅકગ્રાઉંડ સાઉંડ સામેલ કરવા માટે જો તે ઉપલબ્ધ હોય તો વાઇડ સ્પેક્ટ્રમ પર ટૅપ કરો. (તમામ ઍપ્સ માટે વ્યાપક સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી.)

જયાં સુધી તમે અન્ય લોકેશન સ્પષ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી કૉલ કર્યા પછી તમારું રેકૉર્ડિંગ ડિફૉલ્ટ રૂપે ફાઇલ ઍપના ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ થાય છે. અન્ય કૉલ સહભાગીઓ સાથે શેર કરવા માટે “શેર કરો” બટન પર ટૅપ કરો. તેને પોસ્ટ-પ્રૉડક્શન ઍપ (જેમ કે Logic Pro અથવા Final Cut Pro)માં અન્ય સહભાગીઓના રેકૉર્ડિંગ સાથે જોડી શકાય છે.

લોકલ કૅપ્ચરથી ઑડિઓ અને વીડિયો રેકોર્ડ કરવા માટે

તમારા iPadમાં વીડિયો કૉન્ફરંસ દરમિયાન લોકલ કૅપ્ચર તમને ઉચ્ચ ગુણવત્તાના ઑડિઓને રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. તેથી વૉઇસ આઇસોલેશન જેવા માઇક્રોફોન મોડ લોકલ કૅપ્ચર પર લાગુ થશે નહિ. જો કે લાઇવ સેશન પછી રેકૉર્ડિંગને સંપાદિત કરીને આને ઠીક કરી શકાય છે.

ડિફૉલ્ટ રૂપે સ્થાનિક કૅપ્ચર ઑડિઓ અને વીડિયો બંનેને રેકોર્ડ કરે છે. જો તમારો કૅમેરા બીજી ઍપ દ્વારા ઉપયોગમાં લેવાતો હોય તો માત્ર ઑડિઓ રેકોર્ડ કરવામાં આવે છે.

  1. તમે જે વીડિયો કૉન્ફરંસિંગ ઍપમાંથી રેકોર્ડ કરવા માંગો છો તે ખોલો.

  2. કંટ્રોલ સેંટર ખોલો.

  3. “લોકલ કૅપ્ચર” બટન પર ટચ કરી દબાવી રાખો.

    નોટ : જો તમને “લોકલ કૅપ્ચર” બટન ન દેખાય તો તેને પહેલા કંટ્રોલ સેંટરમાં ઉમેરો. જુઓ : કંટ્રોલ સેંટરનો ઉપયોગ કરો અને કસ્ટમાઇઝ કરો.

  4. રેકૉર્ડિંગ શરૂ કરો પર ટૅપ કરો.

    નોટ : તમારા ઑડિઓ ઇનપુટ સોર્સ પર આધાર રાખીને તમે સ્લાઇડરને ડ્રૅગ કરીને ઇનપુટ ગેન ઍડજસ્ટ કરી શકો છો (જો કોઈ એક સ્ક્રીન પર દેખાય તો). જ્યારે તમે એક્સટર્નલ USB માઇક્રોફોનનો ઉપયોગ કરો છો ત્યારે ઇનપુટ ગેન સ્લાઇડરથી તમે ઇનકમિંગ વૉલ્યૂમને ઘટાડી શકો છો.

    તમારા રેકૉર્ડિંગમાંથી વીડિયોને બાકાત રાખવા માટે કંટ્રોલ સેંટરમાં ફક્ત ઑડિઓ સિલેક્ટ કરો.

    કંટ્રોલ સેંટરનું મેન્યૂ વીડિયો કૉન્ફરંસની તમારી બાજુને રેકૉર્ડ કરવા માટે ઇનપુટ સોર્સના વિકલ્પો બતાવે છે.

નોટ : જ્યારે તમે લોકલ કૅપ્ચર સાથે રેકૉર્ડિંગ કરી રહ્યા હોવ ત્યારે લાઇવ સેશન દરમિયાન બૅકગ્રાઉંડ નૉઇઝને ફિલ્ટર કરવા માટે વૉઇસ આઇસોલેશનનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ રેકૉર્ડિંગમાં નહિ. જો કે, બૅકગ્રાઉંડ સાઉંડને ફિલ્ટર કરવા માટે લાઇવ સેશન પછી રેકૉર્ડિંગને સંપાદિત કરીને આને ઠીક કરી શકાય છે.

જયાં સુધી તમે લોકલ કૅપ્ચર રેકૉર્ડિંગ સેવ કરવા માટે કોઇ અન્ય લોકેશન સ્પષ્ટ ન કરો ત્યાં સુધી કૉલ કર્યા પછી તમારું રેકૉર્ડિંગ ઑટોમૅટિક રીતે ફાઇલ ઍપના ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ થાય છે. અન્ય કૉલ સહભાગીઓ સાથે રેકૉર્ડિંગ શેર કરવા માટે “શેર કરો” બટન પર ટૅપ કરો. તેને પોસ્ટ-પ્રૉડક્શન ઍપ (જેમ કે Logic Pro અથવા Final Cut Pro)માં અન્ય સહભાગીઓના રેકૉર્ડિંગ સાથે જોડી શકાય છે.

લોકલ કૅપ્ચર રેકૉર્ડિંગ સેવ કરવા માટે લોકેશન પ્રિસેટ કરવા માટે

તમે લોકલ કૅપ્ચર રેકૉર્ડિંગ સેવ કરવા માટે ફાઇલ ઍપમાં ડિફૉલ્ટ ડાઉનલોડ ફોલ્ડર સિવાયનું લોકેશન સ્પષ્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. સામાન્ય પર ટૅપ કરીને પછી લોકલ કૅપ્ચર પર ટૅપ કરો.

  3. લોકેશન સેવ કરો પર ટૅપ કરીને પછી તે ફોલ્ડર પર નૅવિગેટ કરો જ્યાં તમે તમારા લોકલ કૅપ્ચર રેકૉર્ડિંગ સેવ કરવા માંગો છો.

  4. તમે જ્યાં રેકૉર્ડિંગ સેવ કરવા માંગો છો તે ફોલ્ડર પર ટૅપ કરીને ખોલો પર ટૅપ કરો.

ઑડિઓ રેકોર્ડ કરવા અને દૂરથી વીડિયો કૅપ્ચર કરવા માટે AirPodsનો ઉપયોગ કરવા માટે

AirPods અને AirPods Proના સપોર્ટેડ મૉડલ સાથે તમે વીડિયો કૉન્ફરંસ દરમિયાન રિમોટ રીતે ઑડિઓ અને વીડિયો રેકોર્ડ કરવા માટે તમારા AirPodsનો ઉપયોગ કરી શકો છો. રેકૉર્ડિંગ શરૂ કરવા અને રોકવા માટે AirPods સ્ટેમ દબાવો. AirPods યૂઝર ગાઇડમાં જુઓ : સપોર્ટેડ કૅમેરા ઍપ્સ સાથે AirPods અથવા AirPods Proનો ઉપયોગ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.