આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાં Apple Intelligenceનો ઉપયોગ કરો

Apple Intelligence* તમને દરેક વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓ બતાવતા સારાંશ અને સ્માર્ટ જવાબ સાથે તમારા મેસેજને વધુ ઝડપથી મેળવવાની અનુમતિ આપે છે, જે તમને ઝડપથી પ્રતિસાદ તૈયાર કરવામાં મદદ કરે છે.

તમે નીચેનામાંથી કોઈ પણ એક કરીને તમારા વાર્તાલાપને પર્સનલાઇઝ કરવા માટે Apple Intelligenceનો પણ ઉપયોગ કરી શકો છો :

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

મેસેજના સારાંશ જુઓ

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. તે વાર્તાલાપમાં ન વાંચેલા મેસેજનો સારાંશ જોવા માટે મેસેજની યાદીમાં વાર્તાલાપની નીચે જુઓ.

મેસેજમાં સ્માર્ટ જવાબનો ઉપયોગ કરો

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ પર ટૅપ કરો, ટેક્સ્ટ ફીલ્ડ પર ટૅપ કરો પછી કીબોર્ડમાં સૂચવેલા જવાબ પર ટૅપ કરો.

    Apple Intelligence ટેક્સ્ટ ફીલ્ડમાં જવાબ ડ્રાફ્ટ કરે છે. તમારા જવાબને સુધારવા માટે iPadમાં Apple Intelligence દ્વારા લેખનશિલ્પીનો ઉપયોગ કરો જુઓ.

  3. જ્યારે તમે તમારો જવાબ મોકલવા માટે તૈયાર હોવ ત્યારે “મોકલો” બટન પર ટૅપ કરો.

મેસેજ સારાંશ ચાલુ અથવા બંધ કરો

જ્યારે તમે Apple Intelligence ચાલુ કરો છો ત્યારે સારાંશ ઑટોમૅટિક રીતે તમારા મેસેજ વાર્તાલાપ નીચે દેખાય છે. તેના બદલે જો તમે દરેક વાર્તાલાપમાં સૌથી તાજેતરનો મેસેજ જોવા માંગતા હોવ તો સારાંશ બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી મેસેજ પર ટૅપ કરો.

  3. “મેસેજનો સારાંશ આપો” ચાલુ અથવા બંધ કરો.

સૂચવેલા પોલ મેળવવા માટે

તમે કોઈ પણ iMessage વાર્તાલાપમાં પોલ શરૂ કરી શકો છો—ઉદાહરણ તરીકે ગ્રૂપ શું ખાવા ઇચ્છે છે, કઈ મૂવિ જોવી છે અથવા ક્યાં મુસાફરી કરવા જવું છે તે નક્કી કરવા માટે. વાર્તાલાપમાં અલગ વિકલ્પ ડિટેક્ટ થાય ત્યારે Apple Intelligence પોલ સૂચવી શકે છે.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વિવિધ વિકલ્પની ચર્ચા કરવા માટે નવો ગ્રૂપ મેસેજ શરૂ કરો અથવા ગ્રૂપ વાર્તાલાપ ખોલો.

  3. જ્યારે તે દેખાય ત્યારે પોલ બનાવો પર ટૅપ કરો.

Image Playground દ્વારા મૂળ બૅકગ્રાઉંડ બનાવવા અથવા સંપાદિત કરવા માટે

તમે તમારા મેસેજ વાર્તાલાપ માટે બૅકગ્રાઉંડ બનાવવા માટે Image Playgroundનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. જે વાર્તાલાપમાં તમે બૅકગ્રાઉંડમાં ફોટો ઉમેરવા માંગો છો ત્યાં જાઓ.

  3. વાર્તાલાપની ટોચ પર વ્યક્તિ અથવા ગ્રૂપના નામ પર ટૅપ કરો પછી “બૅકગ્રાઉંડ” પર ટૅપ કરો.

  4. Playground પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કૉન્સેપ્ટ ઉમેરવા : થીમ, અભિવ્યક્તિ, કપડાં, ઍક્સેસરિ અથવા સ્થળ જેવા કૉન્સેપ્ટને બ્રાઉઝ કરવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરીને—પછી વિકલ્પ પર ટૅપ કરો.

    • વર્ણન ઉમેરવા : ઇમેજનું વર્ણન કરો પર ટૅપ કરીને વર્ણન એંટર કરીને પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

    • કૉન્સેપ્ટ કાઢી નાખવા : “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

  5. જ્યારે તમે તમારી ઇમેજથી ખુશ હોવ ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

    ટિપ : તમારી ઇમેજ માટે ફિલ્ટર પસંદ કરીને તમારા બૅકગ્રાઉંડને વધુ કસ્ટમાઇઝ કરો—બ્લૅક અને વ્હાઇટ, ડ્યૂઓટૉન અને કલર વૉશ માટે ડાબી બાજુ સ્વાઇપ કરો. તમે ઇમેજને ક્રૉપ કરવા માટે તેને અંદર અને બહાર પિંચ પણ કરી શકો છો.

  6. તમારા વાર્તાલાપમાં બૅકગ્રાઉંડ ઉમેરવા માટે પૂર્ણ બટન પર ટૅપ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.