iPadમાં પૉડકાસ્ટ શોધો

વિજ્ઞાન, સમાચાર, રાજનીતિ, કોમેડી વગેરે વિષે શો શોધવા માટે પૉડકાસ્ટ ઍપનો ઉપયોગ કરો. જો તમને ગમતો શો મળે તો તમે તેને તમારી લાઇબ્રેરીમાં ઉમેરવા માટે ફૉલો કરી શકો છો. પછી તમે સરળતાથી ઑફલાઇન જોઈ અથવા સાંભળી શકો છો, નવા ઍપિસોડ વિષે સૂચના મેળવી શકો છો, ફૉલો કરવામાં આવતા શોને તમારા અન્ય Apple ડિવાઇસ પર અને વેબ પર Apple Podcasts વગેરે પર ઍક્સેસ કરી શકો છો.

નોટ : શો તમને એવા પેઇડ સબ્સ્ક્રિપ્શન ઑફર કરી શકે છે જે તમને વિશિષ્ટ શો અને ઍપિસોડ, નવી રિલીઝ, જાહેર ખબર વગરના ઍપિસોડ વગેરેનો ઍક્સેસ આપે છે. તમે શો અથવા ચૅનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને તમારાં સબ્સ્ક્રિપ્શનને મૅનેજ કરી શકો છો. જો તમે પહેલાંથી જ Apple Music, Apple News+ અથવા કોઈ પાત્ર તૃતીય પક્ષ ઍપમાં સબ્સ્ક્રાઇબ કર્યું હોય તો તમે પૉડકાસ્ટમાં તેના સબ્સ્ક્રાઇબર કૉન્ટેંટ પ્લે કરી શકો છો. જુઓ : ફક્ત સબ્સ્ક્રાઇબર માટેનું કૉન્ટેંટ સાંભળો.

પૉડકાસ્ટ ઍપમાં “સર્ચ” સ્ક્રીન પૉડકાસ્ટ શ્રેણી બતાવી રહી છે. સ્ક્રીનમાં નીચે રિવાઇંડ, પૉઝ, આગળ જાઓ અને સ્લીપ ટાઇમર બટન, ઍપિસોડ આર્ટવર્ક, ઍપિસોડનું ટાઇટલ, વધુ બટન અને ટ્રાંસક્રિપ્ટ જુઓ બટન છે.

પૉડકાસ્ટ શોધવા માટે

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • શ્રેણી, શીર્ષક, વ્યક્તિ અથવા વિષય મુજબ સર્ચ કરવા માટે : “સર્ચ કરો” બટન પર ટૅપ કરો (અથવા સાઇડબારમાં સર્ચ પર ટૅપ કરો) પછી સર્ચ ફીલ્ડમાં શબ્દ અથવા વાક્યાંશ એંટર કરો. તમે ટાઇપ કરો તેમ ટોચની હિટ દેખાય છે.

      તમે ટાઇપ કરેલા શબ્દ અથવા વાક્યાંશ માટે તમામ પરિણામ જોવા માટે ઑનસ્ક્રીન કીબોર્ડમાં “સર્ચ કરો” બટન પર ટૅપ કરો. શો, ચૅનલ અથવા ઍપિસોડ પર સીધા જ જવા માટે તેના પર ટૅપ કરો.

    • નવા શો શોધો : નવા અને ટ્રેંડિંગ શો અને Apple સંપાદકીય કલેક્શન જોવા માટે “નવું” પર ટૅપ કરો. તમે “સર્ચ કરો” બટન અથવા સર્ચ પર ટૅપ પણ કરી શકો છો અને પસંદ કરવા માટે શ્રેણીની પર્સનલાઇઝ કરેલ સૂચી તેમજ સંપાદકીય કલેક્શન મેળવી શકો છો.

      ટિપ : ચોક્કસ શ્રેણી માટે ટોચના શો અને ઍપિસોડ ઝડપથી જોવા માટે ટોચના ચાર્ટ પર ટૅપ કરો, ઉપરના જમણા ખૂણામાં “તમામ શ્રેણી” પૉપ-અપ મેન્યૂ પર ટૅપ કરો પછી શ્રેણી પર ટૅપ કરો.

    • URL અનુસાર શો ઉમેરો : સાઇડબારમાં શો પર ટૅપ કરીને “વધુ” બટન પર ટૅપ કરો પછી URL અનુસાર શો ફૉલો કરો પર ટૅપ કરો. URL એંટર કરો, પછી “ફૉલો કરો” પર ટૅપ કરો.

      નોટ : URL માન્ય પૉડકાસ્ટ RSS ફીડ માટે હોવું આવશ્યક છે.

પર્સનલાઇઝ કરેલી ભલામણો મેળવવા માટે

તમે તમારી જોવાની અને સાંભળવાની ઍક્ટિવિટી અને તમારી મનપસંદ ચૅનલ અને શ્રેણીઓના આધારે પૉડકાસ્ટની પર્સનલાઇઝ કરેલી ભલામણો મેળવી શકો છો.

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. હોમ ઍપ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ભલામણ કરેલા શો જુઓ : “તમને ગમી શકે છે” હરોળમાં ડાબી અથવા જમણી બાજુ સ્ક્રોલ કરો.

    • તમારી શોની ભલામણો સુધારો : “તમને ગમી શકે છે” હરોળમાં શો પર ટૅપ કરીને “વધુ” બટન પર ટૅપ કરો પછી “ઓછું સૂચવો” પર ટૅપ કરો.

    • તમારા જોવા અને સાંભળવાના આધારે સૂચવેલા ઍપિસોડ જુઓ : “વધુ શોધો” હરોળ સુધી નીચે સ્ક્રોલ કરો પછી ડાબી અથવા જમણી બાજુ સ્ક્રોલ કરો.

    • પર્સનલાઇઝ કરેલી ભલામણો બંધ કરો : “મારું અકાઉંટ” બટન અથવા તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો (તમારે સાઇડબાર ખોલવાની જરૂર પડી શકે છે), તમારા નામ પર ટૅપ કરો પછી પર્સનલાઇઝ કરેલી ભલામણો બંધ કરો.

      નોટ : તમારી પર્સનલાઇઝ કરેલી ભલામણોનું સેટિંગ Apple Store, Apple Books, iTunes Store, Apple TV અને Appleના સબ્સ્ક્રિપ્શન પર પણ લાગુ પડે છે.

તમે જોતા અને સાંભળતા હોવ તે શ્રેણી અને તમે પહેલાંથી ખરીદેલાં સબ્સ્ક્રિપ્શનના આધારે અન્ય ભલામણો ઉપલબ્ધ થાય છે.

શેર કરેલાં પૉડકાસ્ટ જુઓ

કોઈ મિત્ર તમારી સાથે મેસેજમાં શો અથવા ઍપિસોડ શેર કરે છે ત્યારે તમે તેને પૉડકાસ્ટમાં સરળતાથી શોધી શકો છો.

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. હોમ ઍપ પર ટૅપ કરો પછી નીચે “તમારી સાથે શેર કરેલ” સેક્શન સુધી સ્ક્રોલ કરો.

    જો તમને “તમારી જોડે શેર કરેલ” દેખાતું ન હોય તો તમારા મિત્ર તમારા સંપર્કમાં છે અને સેટિંગ્સ  > ઍપ્સ > મેસેજ > તમારી જોડે શેર કરેલમાં તે પૉડકાસ્ટ ચાલુ છે તેની ખાતરી કરવા માટે તપાસ કરો.

કોઈ પણ વ્યક્તિએ તમારી સાથે શેર કરેલું તમામ કૉન્ટેંટ શોધો પણ જુઓ.

દર્શાવેલા પૉડકાસ્ટમાં ઍપિસોડ બ્રાઉઝ કરો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. શો શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.

  3. શો પર ટૅપ કરીને પછી તાજેતરના ઍપિસોડ જોવા માટે નીચે સ્ક્રોલ કરો (અથવા જો ઉપલબ્ધ હોય તો તમામ જુઓ પર ટૅપ કરો).

ઍપિસોડ ફિલ્ટર કરવા માટે

જો તમે કોઈ શોને ફૉલો કરતા હોવ અથવા તેના ઓછામાં ઓછા એક ઍપિસોડને સેવ અથવા ડાઉનલોડ કર્યો હોય તો તમે તેના માટે ફિલ્ટર વિકલ્પો પસંદ કરી શકો છો.

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. શો શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.

  3. શો પર ટૅપ કરો પછી ઍપિસોડની સૂચીની ઉપર ઍપિસોડ (અથવા વર્તમાન ફિલ્ટર) પર ટૅપ કરો.

  4. અનપ્લે કરેલ અથવા સિઝન 1 જેવા વિકલ્પ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.