iPadમાં Safariમાં વેબસાઇટને ઍપમાં ફેરવવા માટે

તમે ઍપની જેમ જ વેબસાઇટ ખોલી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબસાઇટ જોતી વખતે “શેર કરો” બટન પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો પછી “હોમ સ્ક્રીનમાં ઉમેરો” પર ટૅપ કરો.

  3. વેબ ઍપ તરીકે ખોલો ચાલુ કરો.

  4. “ઉમેરો” પર ટૅપ કરો.

    આઇકન માત્ર તમે જે ડિવાઇસ પર ઉમેર્યું હશે તેના પર જ દેખાશે.

વેબ ઍપ માટેનું આઇકન તમારી હોમ સ્ક્રીનમાં ઉમેરવામાં આવે છે. જ્યારે તમે આઇકન પર ટૅપ કરશો ત્યારે વેબસાઇટ ઍપની જેમ જ ખુલશે. તમે કોઈ પણ ઍપની જેમ જ વેબ ઍપમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો અને વેબ ઍપ ક્વિટ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.