આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

Mac અને iPadને કંટ્રોલ કરવા એક કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરો

યુનિવર્સલ કંટ્રોલ ફીચર સાથે તમારા iPadને કંટ્રોલ કરવા માટે તમારા Macના કીબોર્ડ અને માઉસ (અથવા ટ્રૅકપૅડ)નો ઉપયોગ કરી શકો છો. તમે વધારાના Mac અથવા iPadને પણ કનેક્ટ કરી શકો છો અને ત્રણ ડિવાઇસ પર કામ કરી શકો છો. તમે યુનિવર્સલ કંટ્રોલનો ઉપયોગ કરો છો ત્યારે તમે ઍપ્સ ખોલી અને તેનો ઉપયોગ કરી શકો છો, ટેક્સ્ટ એંટર કરી શકો છો અને તમામ ડિવાઇસ પર આઇટમને ડ્રૅગ કરી શકો છો. જો એક્સટર્નલ કીબોર્ડ અને માઉસ અથવા ટ્રૅકપૅડ તમારા iPad સાથે કનેક્ટેડ હોય તો તમે બંને ડિવાઇસ પર કામ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

તમે તમારા Mac અને iPad સાથે યુનિવર્સલ કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

યુનિવર્સલ કંટ્રોલ સેટ અપ કરો

તમારા Mac અને iPadને કનેક્ટ કરવા માટે ખાતરી કરો કે બંને ડિવાઇસ ચાલુ અને અનલૉક હોય પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • તમારા Macમાં પૉઇંટરને સ્ક્રીનની જમણી અથવા ડાબી કિનારીથી જે કિનારી તમારા અન્ય ડિવાઇસની સૌથી નજીક હોય ત્યાં મુવ કરવા માટે તમારા માઉસ અથવા ટ્રૅકપૅડનો ઉપયોગ કરો. પૉઝ કરો પછી પૉઇંટરને સ્ક્રીનની કિનારીથી સહેજ આગળ મુવ કરો. જ્યારે કોઈ અન્ય ડિવાઇસની ધાર પર બૉર્ડર દેખાય ત્યારે પૉઇંટરને અન્ય ડિવાઇસની સ્ક્રીન પર મુવ કરતા રહો.

  • તમારા Macમાં મેન્યૂ બારમાં કંટ્રોલ સેંટર મેન્યૂ પર ક્લિક કરો, ડિસ્પ્લે પર ક્લિક કરો પછી “કીબોર્ડ અને માઉસને લિંક કરો”ની નીચે તમારા અન્ય ડિવાઇસને પસંદ કરો. પૉઇંટર તમારા અન્ય ડિવાઇસ પર દેખાય ત્યાં સુધી તેને Mac સ્ક્રીનની કિનારીની પાછળ મુવ કરવા માટે તમારા માઉસ અથવા ટ્રૅકપૅડનો ઉપયોગ કરો.

તમે કનેક્શન સ્થાપિત કર્યા પછી જ્યાં સુધી તમારું કોઈ પણ ઉપકરણ સ્લીપમાં જાય અથવા તમે તેને ડિસ્કનેક્ટ ન કરો ત્યાં સુધી તમે પૉઇંટરને સ્ક્રીન પર મુવ કરી શકો છો.

તમારા iPad સાથે તમારા Mac કીબોર્ડ અને માઉસ અથવા ટ્રૅકપૅડનો ઉપયોગ કરો

તમે તમારા iPadમાં એક્સટર્નલ માઉસ અથવા ટ્રૅકપૅડથી કરી શકો તેવા ઘણાં ઍક્શન અને જેસ્ચર તમારા Mac માઉસ અથવા ટ્રૅકપૅડ સાથે પણ કામ કરે છે. જુઓ : iPad માટે માઉસ ઍક્શન અને જેસ્ચર અને iPad માટે ટ્રૅકપૅડ જેસ્ચર.

તમારા Mac કીબોર્ડથી તમે એક્સટર્નલ કીબોર્ડથી ઉપલબ્ધ iPadનાં ઘણાં ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો. iPad સાથે કીબોર્ડ પર સ્વિચ કરો શીર્ષકથી શરૂ થતા ઍક્સેસરિ પ્રકરણમાં કીબોર્ડનો વિષય જુઓ.

તમારા Mac અને iPad વચ્ચે સ્ક્રીન ગોઠવણી બદલો

યુનિવર્સલ કંટ્રોલ કનેક્શન બનાવતી વખતે તમે પૉઇંટરને જે દિશામાં મુવ કરો તેના આધારે તમે ડિવાઇસ પર પૉઇંટરને મુવ કરવા માટે ડિસ્પ્લેની કઈ બાજુએ ઉપયોગ કરો છો તે નક્કી થાય છે.

તમે તમારા ડિવાઇસની ગોઠવણી ઍડજસ્ટ કરી શકો છો.

  1. તમારા Mac પર, સિસ્ટમ સેટિંગ્સ ઍપ પર જાઓ.

    નોટ : જો તમારા Macમાં macOS 12.5 અથવા તે પહેલાંનું વર્ઝન હોય તો Apple મેન્યૂ > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો.

  2. સાઇડબારમાં ડિસ્પ્લે પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

  3. iPad ઇમેજને ડ્રૅગ કરીને નવા સ્થાન પર લઈ જાઓ.

તમારા Mac અને iPad વચ્ચે યુનિવર્સલ કંટ્રોલ ડિસ્કનેક્ટ કરો

તમે યુનિવર્સલ કંટ્રોલનો ઉપયોગ કરવાનું ટેંપરરી બંધ કરવા માટે તમારા Mac અને iPadને ડિસ્કનેક્ટ કરી શકો છો.

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • તમારા iPadમાં : તમારા iPadને સ્લીપમાં મૂકવા માટે તેમાં ઉપરનું બટન દબાવો.

  • તમારા Mac પર : મેન્યૂ બારમાં કંટ્રોલ સેંટર મેન્યૂ પર ક્લિક કરો, ડિસ્પ્લે પર ક્લિક કરો પછી “કીબોર્ડ અને માઉસને લિંક કરો”ની નીચે તમારા iPadને સિલેક્શનમાંથી હટાવો.

તમારા Mac અને iPadને ઑટોમૅટિક રીતે કનેક્ટ થતા રોકો

તમે યુનિવર્સલ કંટ્રોલ સેટ અપ કરો પછી તમારું Mac અને iPad અથવા બીજું Mac જ્યારે પણ એકબીજાની નજીક હોય અને તેમની સ્ક્રીન અનલૉક હોય ત્યારે ઑટોમૅટિક રીતે ફરી કનેક્ટ થાય છે. તમારા Mac અને iPad અથવા બીજા Macને ઑટોમૅટિક રીતે કનેક્ટ થવાથી રોકવા માટે તમે આ વિકલ્પને તમારા Macથી બંધ કરી શકો છો.

  1. તમારા Mac પર, સિસ્ટમ સેટિંગ્સ ઍપ પર જાઓ.

    નોટ : જો તમારા Macમાં macOS 12.5 અથવા તે પહેલાંનું વર્ઝન હોય તો Apple મેન્યૂ > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો.

  2. સાઇડબારમાં ડિસ્પ્લે પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

  3. જમણી બાજુએ “ઍડવાંસ” પર ક્લિક કરો પછી “નજીકના કોઈ પણ Mac અથવા iPad સાથે ઑટોમૅટિક રીતે ફરી કનેક્ટ કરો”ને બંધ કરો.

યુનિવર્સલ કંટ્રોલ બંધ કરો

તમારા iPad અને અન્ય ડિવાઇસ પર તમારા Mac કીબોર્ડ અને માઉસ અથવા ટ્રૅકપૅડના ઉપયોગને રોકવા માટે તમે યુનિવર્સલ કંટ્રોલ બંધ કરી શકો છો.

  1. તમારા Mac પર, સિસ્ટમ સેટિંગ્સ ઍપ પર જાઓ.

    નોટ : જો તમારા Macમાં macOS 12.5 અથવા તે પહેલાંનું વર્ઝન હોય તો Apple મેન્યૂ > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો.

  2. સાઇડબારમાં ડિસ્પ્લે પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

  3. જમણી બાજુએ ”ઍડવાંસ” પર ક્લિક કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમામ યુનિવર્સલ કંટ્રોલ કનેક્શન બંધ કરવા માટે : “તમારા પૉઇંટર અને કીબોર્ડને નજીકના કોઈ પણ Mac અથવા iPad વચ્ચે મુવ કરવાની અનુમતિ આપો” બંધ કરો.

    • સ્ક્રીનની કિનારી પર પૉઇંટર મુવ કરતી વખતે કનેક્શન રોકવા માટે : “નજીકના Mac અથવા iPad સાથે કનેક્ટ કરવા માટે ડિસ્પ્લેની ધાર પરથી દબાવો” બંધ કરો.

તમારા iPad કીબોર્ડ અને માઉસ અથવા ટ્રૅકપૅડને તમારા Mac સાથે કનેક્ટ થતા રોકવા માટે iPadમાં સેટિંગ્સ  > સામાન્ય >AirPlay & કંટિન્યૂટિ પર જાઓ પછી કર્સર અને કીબોર્ડ બંધ કરો.

જો યુનિવર્સલ કંટ્રોલ કામ કરતું ન હોય તો

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.