આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadના કૅમેરાનો ઉપયોગ કરીને નોટ્સમાં ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો

નોટ્સ ઍપમાં તમે ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરવા માટે કૅમેરાનો ઉપયોગ કરી શકો છો.

સ્કૅન થઈ રહેલું ડૉક્યુમૅન્ટ સ્ક્રીન પર બતાવતી સ્ક્રીન. ”ફોટો લો” બટન જમણી બાજુ છે.

નોટમાં ટેક્સ્ટ સ્કૅન કરવા માટે

સપોર્ટેડ ભાષાઓમાં તમે કૅમેરાનો ઉપયોગ કરીને સ્કૅન કરેલા ટેક્સ્ટ ઇંસર્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટમાં “અટૅચમેંટ” બટન પર ટૅપ કરો પછી “ટેક્સ્ટ સ્કૅન કરો” પર ટૅપ કરો.

  3. iPadની પોઝિશન એવી રીતે રાખો જેથી કૅમેરા ફ્રેમની અંદર ટેક્સ્ટ દેખાય.

  4. ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે ડ્રૅગ કરો અથવા “ગ્રેબ પૉઇંટ”નો ઉપયોગ કરો પછી “ઇંસર્ટ” પર ટૅપ કરો.

નોટમાં ડૉક્યુમૅન્ટ સ્કૅન કરવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટમાં “અટૅચમેંટ” બટન પર ટૅપ કરો પછી “ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો” પર ટૅપ કરો.

  3. iPadને એવી રીતે રાખો જેથી ડૉક્યુમૅન્ટ પેજ સ્ક્રીન પર દેખાય, ફ્લૅશ (સપોર્ટેડ મૉડલ પર) અથવા ફિલ્ટર જેવા કોઈ પણ સેટિંગ્સને ઍડજસ્ટ કરો, પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઑટોમૅટિક કૅપ્ચર : iPadને સ્થિર રાખો. iPad જ્યારે પેજની સીમાઓ ડિટેક્ટ કરે ત્યારે ઑટોમૅટિક રીતે ડૉક્યુમૅન્ટ કૅપ્ચર કરે છે. ઍડજસ્ટમેંટ કરવા માટે થંબનેલ પર ટૅપ કરીને ઍડજસ્ટ જેવા વિકલ્પ પર ટૅપ કરીને તમારે કરવા છે તે ફેરફાર કરો પછી “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

    • મૅન્યુઅલ કૅપ્ચર : મૅન્યુઅલ પર ટૅપ કરો પછી “ફોટો લો” બટન પર ટૅપ કરો. જરૂરિયાત મુજબ ખૂણાને ઍડજસ્ટ કરીને “ફરીથી લો” અથવા “રાખો” પર ટૅપ કરો.

  4. વધારાનાં પેજ સ્કૅન કરો પછી જ્યારે સ્કૅન પૂર્ણ થઈ જાય ત્યારે પૂર્ણ બટન પર ટૅપ કરો.

    નોટમાં ડૉક્યુમૅન્ટને PDF તરીકે સેવ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.