આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad માટે ટ્રૅકપૅડ જેસ્ચર

તમે ઍપ્સ ખોલવા માટે, હોમ સ્ક્રીન પર જવા માટે, Slide Over ખોલવા વગેરે માટે iPad માટેના Magic Keyboardમાં બિલ્ટ-ઇન Magic Trackpad અથવા ટ્રૅકપૅડનો અને Magic Keyboard Folioનો ઉપયોગ કરી શકો છો (તમામ ટ્રૅકપૅડ અલગથી વેચાય છે).

જ્યારે તમારું iPad તમારા Mac (સપોર્ટેડ મૉડલ પર macOS 12.3 અથવા પછીનું વર્ઝન જરૂરી)ની નજીક હોય ત્યારે તમે બંને ડિવાઇસ વચ્ચે ટ્રૅકપૅડ શેર પણ કરી શકો છો. નીચેના ટેબલમાં ઘણાં ટ્રૅકપૅડ જેસ્ચર Mac ટ્રૅકપૅડ દ્વારા સપોર્ટેડ છે.

Magic TrackPad, Magic TrackPad 2, iPad માટે Magic Keyboard અને Magic Keyboard Folio માટેનાં ટ્રૅકપૅડ જેસ્ચર

જેસ્ચર

વર્ણન

ટ્રૅકપૅડ પર ક્લિકનું પ્રતીકાત્મક ચિત્ર.

ક્લિક કરો. જ્યાં સુધી તમને ક્લિકનો અનુભવ ન થાય ત્યાં સુધી એક આંગળીથી દબાવો.

ટ્રૅકપૅડ પર ટચ અને હોલ્ડ જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ક્લિક કરી દબાવી રાખો. એક આંગળીથી દબાવીને હોલ્ડ કરો.

આઇટમ ડ્રૅગ કરવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ડ્રૅગ કરો. આઇટમને મુવ કરવા માટે તેને ક્લિક કરીને હોલ્ડ કરો પછી તમારી આંગળીને ટ્રૅકપૅડ પર સ્લાઇડ કરો.

ટ્રૅકપૅડ પર ક્લિકનું પ્રતીકાત્મક ચિત્ર.

iPadને ચાલુ કરવા માટે. ટ્રૅકપૅડ પર ક્લિક કરો.

અથવા જો તમે એક્સટર્નલ કીબોર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો કોઈ પણ કી દબાવો.

Dock ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

Dock ખોલો. સ્ક્રીનમાં નીચેથી પૉઇંટરને સ્વાઇપ કરવા માટે એક આંગળીનો ઉપયોગ કરો.

હોમ સ્ક્રીન બતાવવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

હોમ પર જાઓ : સ્ક્રીનમાં નીચેથી પૉઇંટરને સ્વાઇપ કરવા માટે એક આંગળીનો ઉપયોગ કરો. Dock દેખાય તે પછી સ્ક્રીનમાં નીચેથી પૉઇંટરને ફરી સ્વાઇપ કરો.

વૈકલ્પિક રીતે, સ્ક્રીનમાં નીચે બાર પર ક્લિક કરો (Face ID સાથેના iPad પર).

Slide Over ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

Slide Over જુઓ. સ્ક્રીનમાં જમણી ધારથી પૉઇંટરને સ્વાઇપ કરવા માટે એક આંગળીનો ઉપયોગ કરો. Slide Over છુપાવવા માટે ફરી જમણે સ્વાઇપ કરો.

કંટ્રોલ સેંટર ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

કંટ્રોલ સેંટર ખોલો. ઉપર જમણી બાજુએ સ્ટેટસ આઇકન સિલેક્ટ કરવા માટે પૉઇંટરને મુવ કરવા માટે એક આંગળીનો ઉપયોગ કરો અને પછી ક્લિક કરો.

અથવા, ઉપર જમણી બાજુએ સ્ટેટસ આઇકન સિલેક્ટ કરો પછી એક આંગળીથી ઉપર સ્વાઇપ કરો.

સૂચના સેંટર ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

સૂચના સેંટર ખોલો. ઉપરની ડાબી બાજુએ સ્ટેટસ આઇકન સિલેક્ટ કરવા માટે પૉઇંટરને મુવ કરવા માટે એક આંગળીનો ઉપયોગ કરો પછી ક્લિક કરો.

અથવા મધ્યમાં સ્ક્રીનમાં ઉપરની બાજુથી પૉઇંટરને મુવ કરવા માટે એક આંગળીનો ઉપયોગ કરો.

Magic TrackPad 2, iPad માટે Magic Keyboard અને Magic Keyboard Folio માટેનાં વધારાનાં જેસ્ચર

જેસ્ચર

વર્ણન

ઉપર અને નીચે સ્ક્રોલિંગ માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ઉપર અથવા નીચે સ્ક્રોલ કરો. બે આંગળીને ઉપર અથવા નીચે સ્વાઇપ કરો.

ડાબે અને જમણે સ્ક્રોલિંગ માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ડાબે અથવા જમણે સ્ક્રોલ કરો. બે આંગળી ડાબી કે જમણી બાજુ સ્વાઇપ કરો.

ઝૂમ ઇન અને આઉટ કરવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ઝૂમ કરો : બે આંગળી એકબીજાની નજીક મૂકો. ઝૂમ ઇન કરવા માટે પિંચ કરીને ખોલો અથવા ઝૂમ આઉટ કરવા માટે પિંચ કરીને બંધ કરો.

હોમ સ્ક્રીન પાછા જાવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

હોમ પર જાઓ : ત્રણ આંગળીથી ઉપર સ્વાઇપ કરો.

ઍપ સ્વિચર ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ઍપ સ્વિચર ખોલો : ત્રણ આંગળીથી ઉપર સ્વાઇપ કરો, તમારી આંગળીઓ ઉપર ઉઠાવતા પહેલાં પૉઝ કરો.

અથવા તમારી આંગળીઓ ઉપર ઉઠાવતા પહેલાં પૉઝ કરીને એક સાથે ચાર આંગળી પિંચ કરો.

ખુલેલી ઍપ્સ વચ્ચે સ્વિચ કરવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ખુલ્લી ઍપ્સ વચ્ચે સ્વિચ કરો : ત્રણ આંગળીથી ડાબે અથવા જમણે સ્વાઇપ કરો.

આજનું વ્યૂ ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

આજનું વ્યૂ ખોલો. જ્યારે હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીન દેખાય છે ત્યારે જમણી બાજુ સ્વાઇપ કરવા માટે બે આંગળીનો ઉપયોગ કરો.

હોમ સ્ક્રીનમાંથી સર્ચ ખોલવા માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

હોમ સ્ક્રીનમાંથી સર્ચ ખોલો. બે આંગળીથી નીચે સ્વાઇપ કરો.

દ્વૈતીયિક ક્લિક માટે ટ્રૅકપૅડ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

દ્વૈતીયિક ક્લિક. હોમ સ્ક્રીન પરનાં આઇકન, મેલબૉક્સમાં મેસેજ અને કંટ્રોલ સેંટરમાં કૅમેરા બટન જેવી આઇટમ માટે ક્વિક ઍક્શન મેન્યૂ બતાવવા માટે બે આંગળીથી ક્લિક કરો.

અથવા જો તમે એક્સટર્નલ કીબોર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તમે ટ્રૅકપેડ પર ક્લિક કરો ત્યારે કંટ્રોલ કી દબાવી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.