આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં વૉઇસ મેમોમાં રેકોર્ડિંગ ગોઠવો

તમે ઑડિઓ રેકોર્ડિંગને મનપસંદ તરીકે અંકિત કરી શકો છો અને તમારાં રેકૉર્ડિંગને ફોલ્ડરમાં ગોઠવી શકો છો.

નોટ : Apple Watch રેકોર્ડિંગ, તાજેતરમાં ડિલીટ કરવામાં આવેલાં રેકોર્ડિંગ અને મનપસંદને ફાઇલ એકત્રિત કરતા સ્માર્ટ ફોલ્ડરમાં ઑટોમૅટિક રીતે પ્રકાર અને વિષય વસ્તુ મુજબ ગ્રૂપ કરવામાં આવે છે.

રેકોર્ડિંગને મનપસંદ તરીકે અંકિત કરો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગના લિસ્ટમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમે જે રેકોર્ડિંગને મનપસંદ તરીકે અંકિત કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી વેવફૉર્મની ઉપર “મનપસંદ” બટન પર ટૅપ કરો.

    • રેકોર્ડિંગની સૂચીની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરીને એક અથવા વધુ રેકોર્ડિંગ સિલેક્ટ કરીને ફોલ્ડરમાં મુવ કરો પર ટૅપ કરો પછી મનપસંદ પર ટૅપ કરો. (જો મનપસંદ ફોલ્ડર ન હોય તો ફીલ્ડમાં મનપસંદ એંટર કરીને તે બનાવો.)

મનપસંદ તરીકે અંકિત કરેલાં રેકોર્ડિંગ ઑટોમૅટિક રીતે મનપસંદ ફોલ્ડરમાં દેખાય છે.

ફોલ્ડરમાં રેકોર્ડિંગ ગોઠવો

તમે સંબંધિત રેકોર્ડિંગને એકસાથે ફોલ્ડરમાં સૂચીબદ્ધ કરી શકો છો જેથી તમે તેમને સરળતાથી શોધી શકો.

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગના લિસ્ટની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. એક અથવા વધુ રેકોર્ડિંગ સિલેક્ટ કરીને “શેર કરો” બટન પર ટૅપ કરીને ફોલ્ડરમાં મુવ કરો પર ટૅપ કરો પછી ફોલ્ડર પસંદ કરો.

    નવું ફોલ્ડર બનાવવા માટે “નવું ફોલ્ડર” બટન પર ટૅપ કરો અને ફોલ્ડર માટે નામ ટાઇપ કરો પછી સેવ કરો પર ટૅપ કરો.

તમારા ફોલ્ડરને જોવા માટે “સાઇડબાર” બટન પર ટૅપ કરો; ફોલ્ડરના કૉન્ટેંટને ચેક કરવા માટે તેના પર ટૅપ કરો.

રેકોર્ડિંગની સૂચી પર પાછા ફરવા માટે ફોલ્ડરની ઉપર તમામ રેકોર્ડિંગ પર ટૅપ કરો.

ફોલ્ડરને ડિલીટ કરો અથવા ક્રમ ફરી ગોઠવો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. ફોલ્ડરની સૂચીમાં જવા માટે “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

  3. ફોલ્ડરની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફોલ્ડર ડિલીટ કરવા માટે : ફોલ્ડરની બાજુમાં “ડિલીટ કરો” બટન ટૅપ કરો પછી “ટ્રૅશ” બટન ટૅપ કરો.

    • ફોલ્ડરનો ક્રમ બદલો : કોઈ પણ ફોલ્ડરની બાજુમાં “ક્રમ ફરી ગોઠવો” બટન ડ્રૅગ કરો.

  4. “પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.