આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadના કૅમેરાથી વીડિયો રેકોર્ડ કરવા માટે

સ્લો મોશન અને ટાઇમ-લૅપ્સ વીડિયો સહિત વીડિયો રેકોર્ડ કરવા માટે તમારા iPadના કૅમેરાનો ઉપયોગ કરો.

નોટ : ફોન અથવા FaceTime કૉલ દરમિયાન વીડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ નથી.

વીડિયો રેકોર્ડ કરો

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. વીડિયો મોડ પસંદ કરો.

  3. રેકોર્ડિંગ શરૂ કરવા માટે “રેકોર્ડ” બટન પર ટૅપ કરો અથવા કોઈ પણ એક વૉલ્યૂમ બટનને દબાવો. રેકોર્ડિંગ કરતી વખતે તમે નીચે મુજબ કરી શકો છો :

    • ઝૂમ ઇન અને આઉટ કરવા માટે સ્ક્રીનને પિંચ કરો.

    • વધુ સચોટ રીતે ઝૂમ કરવા માટે 1x ટચ કરીને હોલ્ડ કરો પછી સ્લાઇડરને ડ્રૅગ કરો (સપોર્ટેડ મૉડલ પર).

  4. રેકોર્ડિંગ રોકવા માટે “રેકોર્ડ” બટન પર ટૅપ કરો અથવા કોઈ પણ એક વૉલ્યૂમ બટનને દબાવો.

AirPods અને AirPods Proના સપોર્ટેડ મૉડલ સાથે તમે વીડિયો રેકોર્ડ કરવા માટે AirPod સ્ટેમ દબાવી શકો છો. AirPods યૂઝર ગાઇડમાં જુઓ : સપોર્ટેડ કૅમેરા ઍપ્સ સાથે AirPods અથવા AirPods Proનો ઉપયોગ.

નોટ : જ્યારે કૅમેરા ઉપયોગમાં હોય ત્યારે તમારી સિક્યુરિટી માટે સ્ક્રીનમાં ટોચ પર લીલા રંગનુ ડૉટ દેખાય છે. હાર્ડવેર ફીચરનો ઍક્સેસ કંટ્રોલ કરો જુઓ.

HD અથવા 4Kમાં વીડિયો રેકોર્ડ કરવા માટે

તમારા iPadના મૉડલના આધારે તમે HD, 4K, HD (PAL) અને 4K (PAL) જેવા ઉચ્ચ-ગુણવત્તાનાં ફૉર્મેટમાં વીડિયો રેકોર્ડ કરવાનું પસંદ કરી શકો છો.

નોટ : વધુ ઝડપી ફ્રેમ રેટ અને વધુ રિઝોલ્યૂશનના કારણે વીડિયો ફાઇલની સાઇઝ મોટી થઈ જાય છે.

  1. સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ.

  2. તમારા iPadને સપોર્ટ કરતા વીડિયો ફૉર્મેટ અને ફ્રેમ રેટને યાદીમાંથી સિલેક્ટ કરો.

નોટ : PAL એક ટેલીવિઝન વીડિયો ફૉર્મેટ છે જેનો યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશો અને વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે છે.

વીડિયો રિઝોલ્યૂશન અને ફ્રેમ રેટ બદલવા માટે ઝડપી ટૉગલનો ઉપયોગ કરો

વીડિયો મોડમાં તમારા iPadમાં ઉપલબ્ધ વીડિયો રિઝોલ્યૂશન અને ફ્રેમ રેટને બદલવા માટે સ્ક્રીનમાં ઉપર ઝડપી ટૉગલનો ઉપયોગ કરો.

સ્લો-મોશન વીડિયો રેકોર્ડ કરો

સ્લો-મોશન મોડ તમારા વીડિયોને સામાન્ય તરીકે રેકોર્ડ કરે છે અને પછી તેને સ્લો મોશનમાં ફરી પ્લે કરે છે. વીડિયોનો કયો ભાગ સ્લો મોશનમાં પ્લે થાય તે પસંદ કરવા માટે તમે તમારો વીડિયો પછીથી સંપાદિત કરી શકો છો; જુઓ : સ્લો-મોશન મોડમાં વીડિયો શૉટના સ્લો-મોશન સેક્શનને સંપાદિત કરો.

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. સ્લો-મોશન મોડ સિલેક્ટ કરવા માટે

  3. રેકોર્ડિંગ શરૂ અને બંધ કરવા માટે “રેકોર્ડ” બટન પર ટૅપ કરો અથવા કોઈ પણ એક વૉલ્યૂમ બટનને દબાવો.

    વીડિયોનો અમુક ભાગ સ્લો મોશનમાં અને બાકીનો ભાગ નિયમિત ગતિએ પ્લે કરવા માટે વીડિયો થંબનેલ પર ટૅપ કરો પછી સંપાદિત કરો પર ટૅપ કરો. ફ્રેમ વ્યૂઅરની નીચે વર્ટિકલ બારને સ્લાઇડ કરીને તમે જે સેક્શનને સ્લો મોશનમાં પ્લે કરવા માંગો છો તેને નિર્ધારિત કરો.

તમારા મૉડલના આધારે તમે ફ્રેમ રેટ અને રિઝોલ્યૂશન બદલી શકો છો. ફ્રેમ રેટ જેટલો ઝડપી અને રિઝોલ્યૂશન જેટલું ઊંચું હશે, તેટલી વીડિયો ફાઇલ મોટી બનશે.

120 અથવા 240 fps અને તમારા ઉપલબ્ધ રિઝોલ્યૂશન વચ્ચે સ્વિચ કરવા માટે શટર બટનની ઉપરના બટન પર ટૅપ કરો.

ટાઇમ-લૅપ્સ વીડિયો રેકોર્ડ કરો

સમયાંતરે અનુભવનો ટાઇમ લૅપ્સ વીડિયો બનાવવા માટે સિલેક્ટ કરેલા અંતરાલ પર ફૂટેજ કૅપ્ચર કરો—જેમ કે અસ્ત થતો સૂર્ય અથવા ટ્રૅફિક.

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. ટાઇમ-લૅપ્સ મોડ સિલેક્ટ કરો.

  3. તમારા iPadમાં તમારા વિષયને ફ્રેમમાં પોઝિશન કરો પછી તેને સ્થિર સપાટી અથવા ટ્રાયપૉડ પર મૂકો.

  4. રેકૉર્ડિંગ શરૂ કરવા અને રોકવા માટે “રેકોર્ડ” બટન પર ટૅપ કરો.

FPS સેટિંગ્સ ઑટોમૅટિક રીતે ઍડજસ્ટ કરવા

ઑટો FPSને સપોર્ટ કરતા મૉડલ પર iPad ઑટોમૅટિક રીતે ફ્રેમ રેટ ઘટાડીને 24 fps કરીને ઓછા પ્રકાશની પરિસ્થિતિઓમાં વીડિયોની ગુણવત્તા સુધારી શકે છે.

સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી નીચેમાંથી કોઈ પણ એક કરો :

  • iPad (નવમી જનરેશન), iPad Pro 11 ઇંચ (પહેલી જનરેશન અને બીજી જનરેશન) અને iPad Pro 12.9 ઇંચ (ત્રીજી જનરેશન અને ચોથી જનરેશન) પર : ઑટો લો લાઇટ FPS ચાલુ કરો.

  • iPad (દસમી જનરેશન), iPad mini (A17 Pro), iPad mini (છઠ્ઠી જનરેશન), iPad Air (ચોથી જનરેશન અને પછીની જનરેશન), iPad Pro 11 ઇંચ (ત્રીજી જનરેશન અને પછીની જનરેશન) અને iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન અને પછીની જનરેશન) પર : ઑટો FPS પર ટૅપ કરો અને માત્ર 30-fps વીડિયો અથવા 30-અને 60-fps વીડિયો બંને પર ઑટો FPS લાગુ કરો.

તમે ઑટો FPS લાગુ કર્યા પછી જ્યારે કૅમેરા ખુલ્લો હોય અને વીડિયો મોડ ચાલુ હોય ત્યારે તમે 24, 30 અથવા 60 fps વચ્ચે સ્વિચ કરવા માટે FPS કંટ્રોલ પર ટૅપ કરી શકો છો.

વ્હાઇટ બૅલેંસ સેટિંગ લૉક કરો

તમે તમારા iPadમાં વીડિયો રેકોર્ડ કરતી વખતે લાઇટની સ્થિતિના આધારે સચોટ રંગ કૅપ્ચર વધારવા માટે વ્હાઇટ બૅલેંસ લૉક કરી શકો છો.

સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી વ્હાઇટ બૅલેંસ લૉક કરો ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.