આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

AirTag અથવા અન્ય આઇટમને iPadમાં “ખોજી”માં લોકેટ કરો

તમે ગુમ થયેલા AirTag અથવા તમારા Apple અકાઉંટમાં રજિસ્ટર કરેલી તૃતીય પક્ષ આઇટમને લોકેટ કરવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો.

AirTag અથવા તૃતીય પક્ષ આઇટમને રજિસ્ટર કરવાની રીત જાણો.

આઇટમનું લોકેશન જોવા માટે

સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “આઇટમ” પર ટૅપ કરો પછી તમે જે આઇટમને લોકેટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  • જો આઇટમને લોકેટ કરી શકાય તો : તે નકશા પર દેખાય છે જેથી તમે તેની જગ્યા જોઈ શકો. આઇટમના નામની નીચે લોકેશન અને ટાઇમસ્ટૅમ્પ દેખાય છે. આઇટમ “ખોજી” નેટવર્ક સાથે કનેક્ટ થાય ત્યારે તેનું લોકેશન અપડેટ કરવામાં આવે છે.

  • જો આઇટમને લોકેટ કરી શકાય નહિ તો : તેને છેલ્લે ક્યાં અને ક્યારે લોકેટ કરવામાં આવી હતી તે જોઈ શકો છો. સૂચનાઓની નીચે “મળે ત્યારે સૂચિત કરો” ચાલુ કરો. તે ફરી લોકેટ થાય ત્યારે તમને સૂચના પ્રાપ્ત થશે.

    મહત્ત્વપૂર્ણ : તમે “ખોજી” ઍપની સૂચનાઓને અનુમતિ આપી છે તેની ખાતરી કરો. જુઓ : iPadમાં સૂચનાનાં સેટિંગ્સ બદલો.

સાઉંડ પ્લે કરવા માટે

જો આઇટમ નજીકમાં હોય તો તમે તેને શોધવામાં મદદ મેળવવા માટે તેમા સાઉંડ પ્લે કરી શકો છો.

નોટ : જો તમે કોઈ આઇટમમાં સાઉંડ પ્લે કરી શકતા નથી તો તમને સાઉંડ પ્લે કરો બટન દેખાશે નહિ.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “આઇટમ” પર ટૅપ કરો પછી તમે જે આઇટમમાં સાઉંડ પ્લે કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. “સાઉંડ પ્લે કરો” પર ટૅપ કરો.

    સાઉંડ ઑટોમૅટિક રીતે બંધ થાય તે પહેલાં તેને બંધ કરવા માટે “સાઉંડ બંધ કરો” પર ટૅપ કરો.

આઇટમ માટે દિશાનિર્દેશ મેળવવા માટે

તમે નકશો ઍપમાં આઇટમના વર્તમાન અથવા છેલ્લા જાણીતા લોકેશન માટે દિશાનિર્દેશ મેળવી શકો છો.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “આઇટમ” પર ટૅપ કરો પછી તમે જે આઇટમ માટે દિશાનિર્દેશ મેળવવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. નકશો ખોલવા માટે “દિશાનિર્દેશ” પર ટૅપ કરો.

જુઓ : દિશા નિર્દેશનો મેળવવા માટે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.