iPadમાં પ્રિવ્યૂ સાથે શરૂ કરો

PDF ફૉર્મ ભરવા અને સહી કરવા, ડૉક્યુમૅન્ટ સ્કૅન કરવા અને PDF ડૉક્યુમૅન્ટ અને ઇમેજમાં ફેરફાર કરવા માટે પ્રિવ્યૂ ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

ભરી શકાય તેવા ફીલ્ડ હાઇલાઇટ કરેલું PDF ફૉર્મ બતાવતી સ્ક્રીન. સ્ક્રીનમાં નીચે ઍનોટેશન ઉમેરો, માર્કઅપ, ઑટોફિલ, ક્રૉપ, માહિતી, શેર કરો અને સર્ચ બટન છે. ઑટોફિલ બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે.

PDF ફૉર્મ ભરવું

પ્રિવ્યૂમાં PDF ફૉર્મ ભરવા માટે સ્ક્રીનમાં ઉપર “ઑટોફિલ” બટન પર ટૅપ કરીને ફીલ્ડ સિલેક્ટ કરો. ટેક્સ્ટ એંટર કરો અથવા ઑનસ્ક્રીન કીબોર્ડની ઉપર દેખાતા સૂચન પર ટૅપ કરો. સહી ઉમેરવા માટે તમારી આંગળી અથવા Apple Pencilનો ઉપયોગ કરો.

પ્રિવ્યૂ ઍપની મુખ્ય સ્ક્રીન. નવા ડૉક્યુમૅન્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો બટન બંને સ્ક્રીનની વચ્ચે છે. સ્ક્રીનમાં નીચે તરફ તાજેતરના, શેર કરેલ અને બ્રાઉઝ ટૅબ છે.

PDF ફાઇલ બનાવવા માટે ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો અને સેવ કરો

ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો પર ટૅપ કરો પછી ડૉક્યુમૅન્ટ પેજ કૅપ્ચર કરવા માટે iPad કૅમેરાને પોઝિશન કરો. તમે સ્કૅન કરેલા ડૉક્યુમૅન્ટને સર્ચ કરી શકાય તેવા PDF તરીકે સેવ કરતા પહેલાં ક્રૉપ કરી શકો છો, ફેરવી શકો છો અને કલર ઍડજસ્ટ કરી શકો છો.

ફોટો બતાવતી પ્રિવ્યૂ ઍપ. ફોરગ્રાઉંડમાં દ્રાક્ષનું ઝૂમખું પકડ્યું હોય તેવો હાથ. બૅકગ્રાઉંડમાં આકાશ અને સમુદ્ર છે.

ઇમેજમાંથી બૅકગ્રાઉંડ કાઢી નાખો

તમે જે મહત્ત્વનું છે તેના પર ફોકસ કરવા માટે ઇમેજ બૅકગ્રાઉંડ કાઢી નાખી શકો છો. સ્ક્રીનમાં ઉપર “વધુ” બટન પર ટૅપ કરો પછી બૅકગ્રાઉંડ કાઢી નાખો પસંદ કરો.

પ્રિવ્યૂ ઍપમાં પાસવર્ડ ફીલ્ડ બતાવતું લૉક કરેલું PDF ફૉર્મ. સ્ક્રીનમાં નીચે માર્કઅપ, માહિતી અને શેર કરો બટન છે.

પાસવર્ડથી PDF ડૉક્યુમૅન્ટને સુરક્ષિત કરો

તમે પાસવર્ડથી PDFને લૉક કરી શકો છો. PDF ખોલો, ફાઇલ નામની બાજુમાં ઍક્શન મેન્યૂ બટન પર ટૅપ કરો પછી લૉક પર ટૅપ કરો. “પાસવર્ડ જરૂરી” ચાલુ કરો પછી પાસવર્ડમાં પાસવર્ડ એંટર કરો અને ફીલ્ડ વેરિફાઈ કરો.

પ્રિવ્યૂ ઍપમાં હાઇલાઇટ અને સ્ટ્રાઇકથ્રુ કરેલી ટેક્સ્ટ સાથેની સર્વિસ કરાર PDF. ટેક્સ્ટની નીચે હાઇલાઇટ, અંડરલાઇન અને સ્ટ્રાઇકથ્રુ બટન બતાવવામાં આવ્યાં છે.

ટેક્સ્ટને હાઇલાઇટ, અંડરલાઇન અથવા સ્ટ્રાઇકથ્રુ કરવા માટે

તમે PDFમાં ટેક્સ્ટને હાઇલાઇટ, અંડરલાઇન અથવા સ્ટ્રાઇકથ્રુ કરી શકો છો. PDF ખોલો પછી ટેક્સ્ટ સિલેક્ટ કરો. હાઇલાઇટ પર ટૅપ કરો પછી હાઇલાઇટ રંગ, અંડરલાઇન બટન અથવા સ્ટ્રાઇકથ્રુ બટન પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.